
નવરાત્રિઃ અંબાજીમાં અઢીસો લોકોનો કોરોના ટેસ્ટ, 63 મળ્યા સંક્રમિત, શ્રદ્ધાળુઓ માટે બંધ કરાયુ શક્તિપીઠ
ગાંધીનગરઃ અત્યારે ચૈત્ર મહિનાની નવરાત્રિ ચાલી રહી છે પરંતુ કોરોના મહામારીની બીજી લહેરના કારણે મોટા મંદિરો શ્રદ્ધાળુઓ માટે બંધ છે. પરંતુ ગુજરાતમાં સ્થિત અંબાજી શક્તિપીઠ વિસ્તારમાં ઘણા લોકો કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રા ધામ અંબાજીમાં લગભગ અઢીસો લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો જેમાંથી 63 લોકો પૉઝિટીવ જોવા મળ્યા. હજુ કોરોના ટેસ્ટ ચાલુ છે અને આ સંખ્યા વધવાના અણસાર છે.
આરોગ્ય ટીમના એક કર્મચારીએ કહ્યુ કે બનાસકાંઠા જિલ્લામાં કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અહીં આરોગ્ય વિભાગની 10 લોકોની બે ટીમ ઘરે ઘરે જઈને સર્વે કરી રહી છે. જિલ્લા આરોગ્ય અધિકારી જય પ્રજાપતિએ જણાવ્યુ કે અંબાજી મંદિર શ્રદ્ધાળુઓ માટે હવે બંધ છે અને અહીં ભીડ પણ નથી. તેમછતાં અહીં કોરોનાના સંક્રમિત લોકો મળવા એ ચિંતાની વાત છે. તેમણે કહ્યુ કે અમારી ટીમે લોકોને અપીલ કરી રહી છે કે લોકો કામ વિના ઘરમાંથી બહાર ન નીકળે. બહુ જરૂરી કામ હોય તો જ બહાર જાય.
વળી, એક દર્દીના પરિવારજને કહ્યુ કે ટીમે એ તો તપાસ કરી રહી છે કે કોને કોરોના થયો છે અને કોને નહિ પરંતુ એ નથી જોઈ રહી કે અહીં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓ માટે બેડની પણ વ્યવસ્થા નથી. ઑક્સિજન તથા અન્ય દવાઓની તો વાત જ નથી. જે લોકો મહામારીની ચપેટમાં આવી રહ્યા છે તેમના માટે સુવિધાઓ હોવી જોઈએ.
જિલ્લા અધિકારીએ જણાવ્યુ કે કોરોનાની વિકટ પરિસ્થિતિને જોતા પ્રશાસન સતર્ક છે. તેમણે કહ્યુ કે સ્થિતિને જોઈને અમુક સ્વયંસેવી સંસ્થાઓ પણ આગળ આવી રહી છે.
'પલાયન કરી રહેલા પ્રવાસીઓના ખાતામાં પૈસા આપે કેન્દ્ર સરકાર'