Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ગુજરાતમાં મરી રહ્યા છે સિંહ, સરકાર અમેરિકાથી મંગાવશે એક હજાર વેક્સીન

ગુજરાત સરકાર એશિયાઈ સિંહોમાં જોવા મળેલ એક ખતરનાક વાયરસને નષ્ટ કરવા માટે હવે અમેરિકાથી એક હજાર વેક્સીન ખરીદવા જઈ રહી છે.

અમદાવાદઃ ગુજરાત સરકાર એશિયાઈ સિંહોમાં જોવા મળેલ એક ખતરનાક વાયરસને નષ્ટ કરવા માટે હવે અમેરિકાથી એક હજાર વેક્સીન ખરીદવા જઈ રહી છે. વન વિભાગ તેમજ કેન્દ્રીય તપાસ દળની માહિતી મુજબ ઘણા સિંહોના મોત કેનાઈન ડેસ્ટેંપર વાયરસ(સીડીવી)ના કારણે થયા. હજુ પણ એવા ઘણા જંગલી જાનવર વાયરસથી ગ્રસ્ત થઈ શકે છે. એવામાં તેમના અકાળ મોતને અટકાવવા તેમજ સારા ઈલાજ માટે સરકાર વિદેશી દવાઓ મંગાવી રહી છે.

2018માં સિંહોને મળ્યો ખતરનાક વાયરસ

2018માં સિંહોને મળ્યો ખતરનાક વાયરસ

કેનાઈન ડેસ્ટેમ્પર વાયરસ(સીડીવી)થી અમુક સિંહો સંક્રમિત જોવા મળતા ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ(આઈસીએમઆર)એ ઓક્ટોબર 2018માં સિંહોના બચાવ માટે સીડીવી વેક્સીનનુ સૂચન આપ્યુ હતુ કારણકે એ વર્ષે બે મહિના દરમિયાન આ ખતરનાક વાયરસથી લગભગ 27 એશિયાઈ સિંહોના મોત થયા હતા. ત્યારે પણ 1300 વેક્સીન અમેરિકાથી મંગાવવામાં આવી હતી જેમાંથી 1100 ઉપયોગમાં લેવામાં આવી હતી.

આ વર્ષે અત્યાર સુધી 85 એશિયાઈ સિંહે માર્યા ગયા

આ વર્ષે અત્યાર સુધી 85 એશિયાઈ સિંહે માર્યા ગયા

એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ કે ગુજરાતમાં આ વર્ષની શરૂઆતના પાંચ મહિનામાં અત્યાર સુધી 85 એશિયાઈ સિંહોના મોત થઈ ચૂક્યા છે. જેમાંથી 59ના મોત ગિર ઈસ્ટ ડિવિઝનમાં થયા. આ વિસ્તારમાં વર્ષ 2018 દરમિયાન લગભગ 27 સિંહોના મોત થયા હતા. હવે આ વર્ષે એટલે કે 2020મં ઘણા સિંહોના મોત થઈ ગયા બાદ કેન્દ્ર સરકારે દિલ્લીથી એક તપાસ દળ ગુજરાત મોકલ્યુ. આ દળ સિંહોના મોતનુ કારણ જાણવા માટે આવ્યુ હતુ. ગયા વર્ષે ગુજરાતમાં 134 સિંહોની લાશો મળી હતી. તેના પહેલાના વર્ષ 2018માં 112 મોત નોંધવામાં આવી હતી. આ મોત વિશે સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી કે અમુક સિંહોના મોત સીડીવીના કારણે થયા. માટે રાજ્ય સરકાર સાવચેતી રૂપે એક હજાર વેક્સીન આયાત કરી રહી છે.

8 વર્ષોમાં થયા 500થી વધુ સિંહોના મોત

8 વર્ષોમાં થયા 500થી વધુ સિંહોના મોત

ફેબ્રુઆરી 2019માં વનઈન્ડિયાએ એક સમાચારમાં જણાવ્યુ હતુ કે ગુજરાતમાં 8 વર્ષોમાં 529 સિંહોના મોત થઈ ચૂક્યા છે. એકલા વર્ષ 2016માં જ 114 સિંહોના મોત થયા. એ પણ ત્યારે જ્યારે અહીં સાસણ ગિરના જંગલ એશિયાઈ સિંહો ટે દુનિયાભરમાં સલામત સ્થળ માનવામાં આવે છે. તેમછતાં અહીં મોટી સંખ્યામાં સિંહો બેમોત મરે છે. આ મોત થવાના કારણો તો ઘણા બધા રહ્યા પરંતુ સિંહોને સંરક્ષિત કરવા માટે સરકાર તેમજ વન વિભાગના પ્રયાસ પૂરતા નથી રહ્યા. વન વિભાગ અનુસાર આ વર્ષે માર્યા ગયેલા ઘણા સિંહોના સેમ્પલ ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર(જીબીઆરસી)માં મોકલ્યા છે જ્યાં તપાસ થઈ રહી છે. વળી, આ વર્ષે લૉકડાઉનના દિવસોમાં ભારતીય વન્ય જીવ સંસ્થાન(ડબ્લ્યુઆઈઆઈ), ભારતીય પશુ ચિકિત્સા અનુસંધાન સંસ્થાન અને વન તેમજ પર્યાવરણ મંત્રાલયના વિશેષજ્ઞોએ ગુજરાત પહોંચીને તપાસ કરી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X