ચૂંટણી આવે છે : ભાજપનું જીતવું મુશ્કેલ છે, પણ કોંગ્રેસની પણ જીત પાક્કી નથી

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો હાલ જાહેર નથી થઇ. પણ ટૂંક સમયમાં જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ જશે. ભાજપ અહીં 20 વર્ષથી સત્તામાં છે. પણ આ વખતે ભાજપની જીત ખુબ જ મુશ્કેલ છે. આ વાત ભાજપ પણ સારી રીતે જાણે છે માટે જ તો તેણે તેના દેશભરના મુખ્યમંત્રીઓ અને કેબિનેટ મંત્રીઓને ગુજરાત દોડતા કરી લીધા છે. ભાજપ આ વખતે ખાલી વિકાસની વાતો જીતી નહીં શકે. લોકો નહેરો- રસ્તાઓનો વિકાસ જોઇને કંટાળી ગયા છે. જે મોદીનું ભાષણ શરૂ થતા લોકો મોદી-મોદીના નારા લગાવતા, તે મોદીના નારા હવે ગુજરાતમાં સંભળાતા ઓછા થઇ ગયા છે. ચૂંટણી પછી મોદીની પહેલી સ્પીચ અને હાલની પીએમ મોદીની સ્પીચ અને લોકોનો આવકાર ટૂંકમાં એજ કહે છે કે ત્રણ જ વર્ષમાં ધણું બદલાઇ ગયું. વળી જે વિકાસનું ગીત ગાઇને મોદીએ ગુજરાતમાં જાતિવાદી આંખ આડે કાન કર્યા હતા તે જ જાતિવાદ હવે તેમના પગની બેડી બની ગયો છે. છે. અને તેમાં કંઇ બાકી રહ્યું હોય તે નોટબંધી અને જીએસટીએ પૂરું કર્યું છે. જો કે આ તમામ પાસાઓ હોવા છતાં ભાજપનું જીતવું ખાલી મુશ્કેલ બન્યું છે, અશક્ય નહીં. હજી પણ સંભાવનાઓ રહેલી છે કે ભાજપ આ વખતની ચૂંટણી પણ જીતી જાય.

modi and rahul

બીજી તરફ કોંગ્રેસની વાત કરીએ તો એક સમય હતો જ્યારે રાહુલ ગાંધી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવતા તો લોકો તેમની મજાક ઉડાવતા. કોઇ તેમના ભાષણોને ગંભીરતાથી લેતું નહીં. પણ છેલ્લા બે વખતની કોંગ્રેસના યુવરાજની યાત્રા અને તેમાં ઊમટેલી ભારે ભીડ બતાવે છે કે પ્રવાહ બદલાયો છે. કોંગ્રેસને જીતાડવા પાછળ પાટીદારોએ હાથ લાંબા કર્યા છે. કોંગ્રેસની સોશ્યલ મીડિયા સ્ટ્રેટર્જી પણ બદલાઇ છે. પણ તેમ છતાં કોંગ્રેસને પણ આ ચૂંટણીમાં ખુશ થવાની જરૂર નથી. કોંગ્રેસ માટે પણ વિધાનસભાની ચૂંટણીમાં જીતવું લોઢાના ચણા ચાવવા જેટલું જ મુશ્કેલ છે. પણ હા કોંગ્રેસ પાસે લાંબા સમય પછી એક સોનેરી તક આવી છે. પણ મુખ્યમંત્રીનો કોઇ દમદાર ચહેરો સામે ના હોવાના કારણે અને તેની કૌભાંડો કરતી સરકારની ઇમેજના કારણે જીતનો લાડુ લેવા માટે તેણે પણ એડી ચોટીનું જોર લગાવવું પડશે.

congress

ટૂંકમાં ગુજરાતની જનતા પરિવર્તન ઇચ્છે છે. પણ આ પરિવર્તન માટે તેની સામે કોઇ સારો વિકલ્પ નથી. તેના આ વિકલ્પ ભાજપમાં પણ નથી દેખાતો કોંગ્રેસમાં પણ નહીં અને જનવિકલ્પમાં પણ નહીં. અને આ કારણે જ ઊભી થયેલી વિવશતા આવનારી ચૂંટણી કોઇ પાર્ટી માટે અપસેટ સર્જવાની ક્ષમતા ધરાવે છે.

English summary
Gujarat assembly election 2017 : It's difficult to win for Bjp this time but its also not easy for Congress.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.