• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Live :મતદાન થયું પૂર્ણ, સરેરાશ 60 થી 70 ટકા મતદાનની સંભાવના

|

શનિવારે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાના મતદાનમાં કુલ 89 બેઠકો પર મતદાન થશે. આ ચરણમાં કુલ 32 લાખ, 42 હજાર 599 મતદાતા ભાગ લેશે. આ પહેલા તબક્કાના ચરણમાં કુલ 977 ઉમેદવારો ચૂંટણીમાં ઉતર્યા છે. ત્યારે આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના કેટલાક કદાવર નેતાઓ માટે વટનો સવાલ બન્યો છે. આજે સવારે 8 વાગ્યાથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું વોટિંગ શરૂ થઇ જશે. રાજકોટમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનું ભાવિ આ પહેલા તબક્કાના મતદાનમાં નક્કી થશે. ત્યારે આ મતદાનને લગતી તમામ ખબરોની જાણકારી મેળવવા માટે આ પેજને રિફ્રેશ કરતા રહો.

EVM

5:00 PM ગુજરાતમાં શાંતિપૂર્ણ રીતે મતદાન થયું પૂર્ણ. 60 થી 70 ટકા મતદાન થવાની સંભાવના

4:00 PM : પાસમાંથી ભાજપમાં જોડાયેલી રેશના પટેલ તેના વતન જૂનાગઢમાં આવેલા ઝાંઝરડામાં મતદાન કરવા પહોંતી હતી ત્યારે PASS કાર્યકરો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. વિરોધ કરી રહેલા પાસના કાર્યકરોએ આરોપ લગાવ્યો હતો કે ચૂંટણીમાં આચાર સંહિતાનો ભંગ થાય તેવા નિવેદન રેશમાએ કર્યા હતા. ઉપરાતં સ્થાનિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે યુવાનોએ રેશમાનો હુરિયા પણ બોલાવ્યો હતો. જો કે બીજી તરફ રેશમા પટેલે ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

3:30 PM :દ્વારકાની ઓખા હાઇસ્કુલ ખાતે ભાજપ પાબુભા માણેક મતદાન કર્યું. પબુભા માણેક સતત સાતમી ચૂંટણી જીતવા વિશ્વાસ વ્યકત કર્યો.

3:00 PM : 2 PM સુધી ગુજરાત વિધાનસભાના પ્રથમ ચરણમાં ખાલી 35.52 ટકા જ મતદાન થયું છે.

2: 00 PM : બપોરે 12 વાગ્યા સુધીમાં 30 ટકા જેટલું મતદાન. ઉલ્લેખનીય છે કે 2012ની ચૂંટણીમાં 72 ટકા મતદાન થયું હતું.

1: 55 PM : કોંગ્રેસના ઉમેદવાર અશોક લાલે આ પછી વિરોધ કરી મતદાન અટકાવ્યું. ભાજપના ઉમેદવાર આરસી ફળદુ પણ મતદાન મથકે પહોંચ્યા.

1: 50 PM : જામનગર દક્ષિણ મત વિસ્તારમાં બૂથ નંબર 50માં મહિલા મતદારે મત નાંખ્યા પહેલા જ વોટ થઇ જતા થયો હોબાળો.

1:40 PM : મોરબી જીલ્લાના જોડીયા વિધાનસભાના ગજડી ગામમાં હજી સુધી એક પણ વોટ ના પડતા ચકચાર. પ્રાથમિક સુવિધાઓના અભાવે મતદાનનો બહિષ્કાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

1: 30 PM : પોરબંદર ભાજપના ઉમેદવાર બાબુ બોખિરીયા સામે કોંગ્રેસે ચૂંટણી પંચ સામે ફરીયાદ નોંધાવી. મતદાન કરતી વખતે 100 થી વધુ ટેકદારો સાથે સૂત્રોચ્ચાર કર્યા હોવાના કારણે ફરિયાદ કરવામાં આવી છે.

12:05 PM : ચૂંટણી પંચે જે આંકડા બહાર પાડ્યા તે મુજબ કચ્છ 12.50, મોરબી 16.25, જામનગર 11.80, પોરબંગર 11, જૂનાગઢ 13 ટકા, સુરતમાં 12, તાપી 12 ટકા મતદાન, કતારગામ 14 ટકા, બારડોલીમાં 11% અને મહુવામાં 14% મતદાન કરવામાં આવ્યું છે.

11: OO AM : શરૂઆતી 3 કલાકમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં કુલ બેઠકો પર સરેરાશ 15 થી 17 ટકા મતદાન કરવામાં આવ્યું છે.

10: 40 AM : સવારના 10 વાગ્યા સુધી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનમાં 15 % વોટિંગ થયું છે.

10: 30 AM : સુરતના વારછા વિસ્તારમાં સરદાર પટેલ વિદ્યાલયમાં ઇવીએમની ખરાબી સામે આવી.

10: 20 AM : પોરબંદરથી કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જૂન મોઢવાડિયાએ કર્યું મતદાન. નોંધનીય છે કે તે આ બેઠક પરથી ઉમેદવાદ છે. અને ભાજપના બાબુ બોખરિયા સામે ચૂંટણીમાં ઊભા છે.

10: 12 AM : કોંગ્રેસના વરિષ્ઠ નેતા એહમદ પટેલ કર્યું વોટિંગ. વોટિંગ બાદ એહમદ પટેલે પત્રકારોને જણાવ્યું કે આ વખતે ગુજરાતમાં કોંગ્રેસ 110 કરતા વધુ બેઠકો પર જીતશે.

10:00 AM ગુજરાતના જાણીતા ક્રિકેટર ચેતેશ્વર પૂજારાએ રાજકોટમાં કર્યું મતદાન

9:40 AM : નવસારીના ચીખલી પાસે ગોલવાડમાં ઈવીએમ મશીન બગડતા મતદાન રોકાયું. જો કે અડધો કલાક પછી ફરી મતદાન શરૂ કરાયું.

9:45 AM : વઢવાણ બુથ નંબર 202માં પણ ઇવીએમ મશીન બગડ્યુ હતું. જેના કારણે મતદાન સમય વધારવાની માંગ પણ ઉઠી હતી.

9:47 AM : રાજકોટથી મિતુલ દોંગા, લીમડીથી કિરટસિંહ રાણા, જસદણથી ભરત બોધરા, માંગરોળથી ગણપત વસાવા, ગોંડલથી ભાજપના ઉમેદવાર ગીતાબા જાડેજાએ મતદાન કર્યું.

voters

9:15 AM : પાંચ જિલ્લામાં ઇવીએમની ટેકનીકલ સમસ્યયા સામે આવી છે. ચૂંટણી પંચે તાજવીજ શરૂ કરી છે.

9 :00 AM : કચ્છના રતનાલમાં ઇવીએમ બગડ્યું

8:50 AM : ગાંધીનગરમાં મતદાનને લઇને કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો. ભારતમાં પહેલી વાર કંટ્રોલ રૂપથી દેખરેખ થશે.

8:45 AM : જીતુ વાઘાણીએ મતદાન પછી ભાજપની 150 સીટો સાથે જીત થશે તેમ જણાવ્યું

vijay rupani

8:30 AM ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટથી કર્યું મતદાન

8:20 AM : ભાવનગરથી ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કર્યું મતદાન

8:28 AM : જૂનાગઢમાં ભાજપના ઉમેદવાર મહેન્દ્ર મશરૂએ મતદાન કર્યું

8:17 AM : ખોડલધામના ચેરમેન નરેશ પટેલે કર્યું પરિવાર સાથે આવી મતદાન કર્યું.

8:15 AM : ભરૂચના ભાજપના ઉમેદવારે આચારસંહિતાનું કર્યુ ઉલ્લંઘન

8:10 AM : ભરૂચમાં ભાજપની ખેસ પહેરી મતદાન મથકે પહોંચેલા ભાજપના નેતા દુષ્યંત પટેલે કર્યું આચાર સંહિતાનું ઉલ્લંઘન કરતા થયો વિવાદ

8 :10 AM ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોટી સંખ્યામાં લોકોને હાજરી આપી મતદાન કરવાની અપીલ કરી. અમિત શાહે પણ લોકોને ટ્વિટ કરીને મતદાન કરવાની અપીલ કરી.

8:00 AM ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન શરૂ.

7:50 AM મતદાનનો મોટો પર્વ થોડી વાર જ થશે શરૂ. ઇવીએમ મશીન અને મતદાન મથકમાં તમામ વ્યવસ્થાઓ ચકાસવામાં આવી રહી છે. અને મતદાન માટેની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. સંવેદનશીલ વિસ્તારોમાં ચાંપતો પોલીસ બંદોવસ્ત પણ રાખવામાં આવ્યો છે. નોંધનીય છે કે આજે પહેલા ચરણના મતદાનમાં ભાજપ અને કોંગ્રેસના અનેક કદાવર નેતાઓનું ભાવિ નક્કી થશે. રાજકોટ પશ્ચિમ સીએમ વિજય રૂપાણી, ભાવનગર પશ્ચિમથી ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણુ, પોરબંદરથી કોંગ્રેસના અર્જૂન મોઢવાડિયા, માંડવીથી કોંગ્રેસના મુખ્યમંત્રી પદના ઉમેદવાર મનાતા શક્તિસિંહ ગોહિલ, આ સિવાય જામનગર, ગોંડલ અને સૂરતની સીટો પર આ વખતે કોણ જીતે છે તે જોવાનું મહત્વપૂર્ણ બને છે.

English summary
Gujarat assembly election 2017 first phase voting live updates.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more