
Gujarat Assembly Election 2022 : સી આર પાટીલે મધ્ય અને સૌરાષ્ટ ઝોનની વિધાનસભા સીટના પ્રભારીની નિમણૂક કરી
Gujarat Assembly Election 2022 : આવનારી ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે તમામ પક્ષો તાડમાર તૈયારીઓમાં જોડાઇ ગયા છે. જેમાં ભાજપ (ભારતીય જનતા પાર્ટી)એ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જીતવા માટે કમરકસી લીધી છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ દ્વારા મધ્ય ઝોન તેમજ સૌરાષ્ટ્ર ઝોનની વિધાનસભા બેઠકોના પ્રભારીઓના નામોની જાહેરાત કરવામાં આવી છે.
આ નામો જાહેર કરતા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે નવનિયુક્ત પ્રભારીઓને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવી આપી હતી.
ભારતી જનતા પાર્ટી દ્વારા 150 બેઠક જીતવાનો લંક્ષ્યાક રાખવામાં આવ્યો છે. ભાજપ સરકારની તમામ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી સામાન્ય જનતા સુધી પહોંચાડવા માટે કાર્યકર્તાઓને જણાવવામાં આવ્યું છે. આ સાથે સાથે ભાજપ દ્વારા મંગળવારના રોજ 42 બેઠકોના પ્રભારીઓના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં મધ્ય ઝોનના 40 અને સૌરાષ્ટ્રની 2 બેઠકોના પ્રભારીના નામોની જાહેરાત કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રની 2 વિધાનસભાની સીટ માટે પ્રભારીઓની નિમણૂક કરાઇ
સૌરાષ્ટ્રની 2 વિધાનસભાની સીટ માટે પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી છે, જેમાં મોરબીની 67 વાંકાનેર વિધાનસભા સીટના પ્રભારીઅરજણ રબારીને બનાવ્યા છે, જ્યારે રાજકોટની 71 રાજકોટ ગ્રામ્ય (અજા) સીટના પ્રભારી વિપુલ પટેલ (જામનગર)ને બનાવવામાં આવ્યાછે.

મધ્ય ઝોનના 40 વિધાનસભાની સીટ માટે પ્રભારીઓની નિમણૂક કરાઇ
મધ્ય ઝોનના આણંદ જિલ્લાની 7 સીટ, ખેડા જિલ્લાની 6 સીટ, મહીસાગર જિલ્લાની 3 સીટ, પંચમહાલ જિલ્લાની 5 સીટ, દાહોદની 6 સીટ,વડોદરા જિલ્લાની 5 બેઠક, છોટાઉદેપુર જિલ્લાની 3 બેઠક અને વડોદરા શહેરની 5 બેઠકોના પ્રભારીઓની નિમણૂક કરી છે.

ઉત્તર ઝોનની 59 વિધાનસભા બેઠકો માટે પ્રભારીઓની નિમણૂક કરાઇ
2022 ના અંતમાં યોજાનારી ગુજરાતી વિધાનસભાની ચૂંટણીનું આયોજન થઇ શકે છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ દ્વારા ગુજરાતવિધાનસભાની ચૂંટણી 2022ની વિવિધ રણનીતિઓ બનાવવામાં આવી રહી છે. 17 જૂનના રોજ ભાજપા દ્વારા ઉત્તર ઝોનમાં આવેલી 59વિધાનસભા બેઠકો માટે પ્રભારીઓની જાહેરાત કરવામાં આવી છે. ઉત્તર ઝોનમાં આવેલી આ 59 સીટમાં અમદાવાદ અને ગાંધીનગરનીવિધાનસભા સીટનો સમાવેશ થાય છે.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ આપી રહ્યા છે સૌને ચૂંટણીલક્ષી માર્ગદર્શન
નોંધનીય બાબત છે કે, ભાજપ દ્વારા ચૂંટણી જીતવા માટે અને વિરોધ પક્ષને હરાવવા માટેની રણનીતિ બનાવવામાં આવી છે. હાલ ભાજપપ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ ખુબ જ સક્રિય રહીને કામગીરી કરી રહ્યા છે. આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પોતાના વતન રાજ્યગુજરાતના પ્રવાસમાં પણ વધારો કરી દીધો છે.
ઉલ્લેખીય છે કે, 16 જૂનના રોજ સી. આર. પાટીલે અરવલ્લી જિલ્લાના ભાજપા કાર્યાલય કમલમ ખાતે સાંસદો, ધારાસભ્યો, જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત, નગર પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, જિલ્લા ભાજપા પ્રભારીઓ, મંડળના પ્રમુખ-મહામંત્રીઓ સાથે બેઠક કરી હતી.જેમાં તેમણે સૌને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું હતું.