• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download
LIVE

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 Live: પ્રથમ ચરણમાં 56.88% મતદાન

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે એટલે કે આવતીકાલે થવાનું છે. આ માટે પ્રચારની પ્રક્રિયા મંગળવારે સાંજે 5 કલાકે પૂરી થઈ ગઈ છે. હવે તમામ રાજકીય પક્ષો 5 ડિસેમ્બરે બીજા તબક્કાના મતદાન માટે પ્રચાર શરૂ કરશે. પળે પળની અપડેટ વાંચો...

gujarat assembly election dates

Newest First Oldest First
8:05 PM, 1 Dec
પ્રથમ તબક્કામાં 60.20 ટકા મતદાન
ચૂંટણી પંચના અધિકારીઓએ જણાવ્યું છે કે પ્રથમ તબક્કામાં ગુજરાત વિધાનસભાની 89 બેઠકો પર એકંદરે લગભગ 60.20 ટકા મતદાન થયું હતું.
8:04 PM, 1 Dec
ચૂંટણી પંચ દ્વારા 33 એલર્ટ્સ મળી
આજે મતદાનના કલાકો દરમ્યાન ભારતના ચૂંટણી પંચ દ્વારા 33 એલર્ટ્સ મળી હતી. જેમાં EVM અંગેના 17 એલર્ટ્સ, ચૂંટણી બહિષ્કારની 5, ટોળા અને હિંસા અંગેની 2, આદર્શ આચરસંહિતા ભંગની 2 તથા અન્ય 7 એલર્ટ્સ હતી.
8:04 PM, 1 Dec
238 વીવીપેટ બદલવામા આવ્યા હતા
19 જિલ્લાઓમાં ઇવીએમ દ્વારા મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. 26,269 બી.યુ.(બેલેટ યુનિટ), 25,430 સી.યુ. (કંટ્રોલ યુનિટ) અને 25,430 VVPAT કાર્યરત હતા. 238 વીવીપેટ બદલવામા આવ્યા હતા.
8:03 PM, 1 Dec
ડેડિયાપાડાના સામોટ ગામમાં પણ ચૂંટણીનો બહિષ્કાર
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા મતવિસ્તારના સામોટ ગામમાં કુલ 1625 મતદારો છે. સમોટ ગામની એક કૃષિ જમીનમાં દબાણને નિયમિત કરવા સંદર્ભે ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો હોવાની પ્રાથમિક માહિતી છે.
8:02 PM, 1 Dec
ગુજરાત ચૂંટણીમાં 104 ફરીયાદો મળી
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મતદાન પ્રક્રિયામાં મોડલ કોડ ઓફ કંડક્ટની કૂલ 104 ફરિયાદ મળી હોવાનું ઇલેકશન કમિશન દ્વારા સત્તાવાર રીતે જાહેર થયુ છે.
6:51 PM, 1 Dec
788 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થયું
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે 89 બેઠકો પર 57 ટકાથી વધુ મતદાન નોંધાયું છે. ટુંક સમયમાં ચૂંટણી પંચ સત્તાવાર આંકડા અને મતદાનની ટકાવારી વિશે માહિતી આપશે. અનેક મતદાન મથકો પર ચૂંટણીના સાધનો સીલ કર્યાની તસવીરો સામે આવી છે.
6:42 PM, 1 Dec
સુરેન્દ્રનગરમાં ભાજપના ઉમેદવાર વિરૂદ્ધ ફરીયાદ નોંધાઇ
સુરેન્દ્રનગરમાં ભાજપના ઉમેદવાર જગદીશ મકવાણા સામે આચાર સંહિતા ભંગ બદલ ફરીયાદ નોંધવામાં આવી છે. જગદીશ મકવાણા સમર્થકો સાથે ઢોલ નગાડા સાથે મતદાન મથક સુધી પહોંચ્યા હતા.
6:09 PM, 1 Dec
અમદાવાદમાં PM મોદીનો રોડ શો
એક તરફ જ્યાં ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન છેલ્લા તબક્કામાં છે તો બીજી તરફ ભાજપની સૌથી મોટી બ્રાન્ડ અને નેતા વડાપ્રધાન મોદીએ અમદાવાદમાં રોડ શો કરીને લોકોને ભાજપના ઉમેદવારોની તરફેણમાં મતદાન કરવા અપીલ કરી હતી.
6:08 PM, 1 Dec
પ્રથમ ચરણમાં 56.88 ટકા મતદાન
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં પ્રથમ તબક્કામાં સાંજે 5 વાગ્યા સુધી 56.88 ટકા મતદાન થયું છે.
5:49 PM, 1 Dec
જામજોધપુરના ધ્રાફા ગામમાં મતદાનનો થયો બહિષ્કાર
જામનગર જિલ્લાની જામજોધપુર વિધાનસભા બેઠકમાં આવતા ધ્રાફા ગામમાં મહિલા મતદારો માટે અલગ બૂથ ઉભું કરવામાં આવતું હતું. પરંતુ, આ ચૂંટણીમાં અલગ બૂથની વ્યવસ્થા ન થતા નારાજ થયેલા ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ ત્યાં સુધીમાં ગામમાં એકપણ મત પડ્યો નથી.
5:36 PM, 1 Dec
ઇશુદાન ગઢવીએ 89માંથી 51 બેઠકો પર જીતવાનો કર્યો દાવો
ઈસુદાન ગઢવીએ કહ્યું કે પ્રથમ તબક્કાની 89 બેઠકોના મતદાનના અમારા આંતરિક સર્વે મુજબ અમે 89 માંથી 51 બેઠકો જીતી રહ્યા છે. ગોપાલ ઇટાલિયાએ પણ ધીમા મતદાન માટે ફરિયાદ કરી છે.
5:12 PM, 1 Dec
પ્રથમ તબક્કામાં 62 ટકા મતદાન થયુ હોવાનુ અનુમાન
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 89 બેઠકો પર 62 ટકા મતદાન થયુ છે. તાપી જિલ્લામાં સૌથી વધુ 70% મતદાન. શાંતિપૂર્ણ મતદાન બાદ ઇવીએમ સીલ કરવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. 2017માં પ્રથમ તબક્કામાં 68.33% મતદાન થયું હતું.
4:53 PM, 1 Dec
ગુજરાતમાં ભાજપ જીત તરફ જઇ રહી છે
બીજી તરફ બીજેપી ચીફ જેપી નડ્ડાએ કહ્યું કે ગુજરાતની ચૂંટણી ભાજપની તરફેણમાં જઈ રહી છે. રાજ્યમાં વડાપ્રધાન મોદી માટે ઘણો પ્રેમ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં વિકાસના કામો કર્યા છે.
4:37 PM, 1 Dec
મોરબીમાં રિમોટ મતદાન મથક ઊભું કરાયું
મોરબીમાં અલગ મતદાન મથક બનાવવામાં આવ્યું છે. મોરબીના આઇકોનિક સિરામિક ઉદ્યોગની થીમ પર મતદાન મથક બનાવવામાં આવ્યું છે. મોરબીમાં તમામ સિરામિક વસ્તુઓ પ્રદર્શનમાં છે. મોરબી એકમાત્ર મતદાન મથક છે જ્યાં સિરામિક ઉદ્યોગ પ્રદર્શિત થાય છે.
4:27 PM, 1 Dec
ભાજપના ઉમેદવાર પર હુમલો
નવસારીના ભાજપના ઉમેદવાર પિયુષ ભાઈ પટેલે આક્ષેપ કર્યો છે કે આજે વહેલી સવારે ઝરી ગામમાં અજાણ્યા લોકોએ તેમના પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં 4-5 વાહનોને પણ નુકસાન થયું હતું. નવસારીના SCએ કહ્યું કે આ મામલાની તપાસ ચાલી રહી છે.
4:10 PM, 1 Dec
અસદુદ્દીન ઓવૈસીએ કોંગ્રેસ સાધ્યુ નિશાન
AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. ગુજરાતમાં ચૂંટણી રેલીને સંબોધતા ઓવૈસીએ કહ્યું, 'શું તમે ક્યારેય કોંગ્રેસને આટલી નારાજ જોઈ છે? કોંગ્રેસ શા માટે ચિંતિત છે? કારણ કે AIMIM આવ્યા બાદ તમારા વોટનું મહત્વ વધી ગયું છે. પહેલા તેઓ કહેતા હતા કે આ લોકો ક્યાં જશે? મોદી-શાહ અને ભાજપથી ડરીને આ લોકો અમને જ મત આપશે. હવે હું તમને કહું છું કે તમારા મતનું મૂલ્ય છે. એટલા માટે તમારે ન તો મોદી-શાહથી ડરવાની જરૂર છે અને ન તો કોંગ્રેસથી ડરવાની. તમારે તમારા બાળકોના ભાવિથી ડરીને મજલિસને મત આપવો જોઈએ.
3:57 PM, 1 Dec
બપોરે 3 વાગ્યા સુધી ક્યાં અને કેટલું મતદાન?
જિલ્લો - મતદાન તાપી - 64.27% ડાંગ - 58.55% વલસાડ - 53.49% સુરેન્દ્રનગર - 48.60% નવસારી - 55.10% નર્મદા - 63.88% મોરબી - 53.75% ગીર સોમનાથ - 50.89% રાજકોટ - 46.68% કચ્છ - 45.45% જૂનાગઢ - 46.03% સુરત - 47.01% જામનગર - 42.26% પોરબંદર 43.12% અમરેલી - 44.62% ભરૂચ - 52.45% ભાવનગર - 45.91% બટોદ - 43.67% દ્વારકા - 46.55%
3:49 PM, 1 Dec
3 વાગ્યા સુધીમાં 48.48 ટકા મતદાન
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર ગુજરાતમાં બપોરે 3 વાગ્યા સુધી 48.48% લોકોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. તાપીમાં સૌથી વધુ 64.27 ટકા મતદાન થયું છે. જામનગરમાં સૌથી ઓછું 42.26 ટકા મતદાન થયું હતું.
3:48 PM, 1 Dec
ચૂંટણી પંચે લોકોને પ્રશસ્તી પત્રો આપ્યા
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન મતદાન કેન્દ્રો પર પહોંચનારા લોકોને ચૂંટણી પંચ દ્વારા પ્રશસ્તી પત્ર પણ આપવામાં આવી રહ્યા છે.
3:43 PM, 1 Dec
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનુષ્ક માંડવિયાએ ભાવનગરમાં મતદાન કર્યું
ગુજરાત વિધાનસભા ચૂંટણીનુ પ્રથમ ફેઝનુ મતદાન ચાલી રહ્યું છે. આ સાથે હવે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ ભાવનગરમાં મતદાન કર્યું હતુ.
3:40 PM, 1 Dec
ગુજરાતના અરવલ્લીમાં સીએમ યોગી આદિત્યનાથે વોકોને કરી અપીલ
"આજે મહત્વનો દિવસ છે. આજે પ્રથમ તબક્કાની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે અને આજે જ ગુજરાતના ગૌરવ (ગૌરવ) PM મોદી G20 દેશોના વડા બન્યા છે. PM મોદીના નેતૃત્વ અને વૈશ્વિક સ્તરે ભારતની વધતી પ્રતિષ્ઠા દર્શાવે છે."
3:14 PM, 1 Dec
ગીર સોમનાથ જિલ્લાના માધુપુર જાંબુરમાં સિદ્દી સમુદાયના મતદારોએ મતદાન કર્યું.
3:08 PM, 1 Dec
નર્મદા જિલ્લામાં આવેલા ડેડીયાપાળા વિસ્તારના સમોટ ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. આ કેન્દ્ર પર હજુ સુધી એક પણ મત પડ્યો નથી. આ કેન્દ્ર પર મતદાન થવા છતાં કોઈ પણ સત્તાવાળા કે ઉમેદવારો આ ગામના લોકોને સમજાવવા આવ્યા નથી. આ ગામમાં કુલ 1000 જેટલા મતદારો છે.
2:39 PM, 1 Dec
ચોટીલા તાલુકાના હિરાસર ગામે 110 વર્ષના માજીએ મતદાન કરીને અન્ય મતદારોને પ્રેરણા પૂરી પાડી.
2:34 PM, 1 Dec
આમ આદમી પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ પ્રવક્તા રેશ્મા પટેલે જૂનાગઢમાં મતદાન કર્યુ. રેશ્મા પટેલે લાઈનમાં ઉભા રહીને મતદાન કર્યુ હતુ અને પછી લોકોને મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી. રેશ્મા હાલમાં જ આપમાં જોડાઈ છે. આ પહેલા તે ગુજરાતમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના મહિલા મોરચાના પ્રમુખ હતા.
2:31 PM, 1 Dec
મતદાનના ત્રણ કલાક દરમિયાન 26,269 એકમોમાંથી 33 બેલેટ યુનિટ એટલે કે 0.1% બેલેટ યુનિટ બદલવામાં આવ્યા હતા. 25,430 નિયંત્રણ એકમોમાંથી, 29 નિયંત્રણ એકમો એટલે કે 0.1% નિયંત્રણ એકમો બદલવામાં આવ્યા હતા. 25,430 VVPAT માંથી 69 VVPAT એટલે કે 0.3 ટકા VVPAT ને બદલવામાં આવ્યા હતા.
2:30 PM, 1 Dec
ગુજરાતની 89 વિધાનસભા બેઠક પર મતદાન ચાલી રહ્યુ છે. અત્યાર સુધીમાં સરેરાશ 21થી 23 ટકા મતદાન થયુ છે. ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
2:29 PM, 1 Dec
હજુ સુધી કોઈ અનિચ્છનીય બનાવ નોંધાયો નથી, અમે વેબકાસ્ટિંગ દ્વારા સંવેદનશીલ મતદાન મથકો પર નજર રાખી રહ્યા છીએ - રાજકોટ કલેક્ટર અરુણ મહેશ
2:09 PM, 1 Dec
ગુજરાત વિધાનસભા ચૂંટણામાં 1 વાગ્યા સુધીમાં સૌથી વધુ મતદાન તાપીમાં 46.29 ટકા, ડાંગમાં 46.22 ટકા તથા નર્મદામાં 46.16 ટકા મતદાન નોંધાયુ હતુ
2:08 PM, 1 Dec
ગુજરાત વિધાનસભા ચૂંટણામાં 1 વાગ્યા સુધીમાં ભરૂચમાં 36.14, સુરતમાં 33.40 ટકા, નવસારીમાં 38.98 ટકા તથા વલસાડમાં 38.19 ટકા મતદાન નોંધાયુ હતુ.
READ MORE

English summary
Gujarat Assembly Election Date 2022 Live: EC announcing date
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X