
શહેરોમાં ઓછું મતદાન ભાજપનું ટેન્શન વધારશે? જાણો કયા જિલ્લામાં કેટલા ટકા મત પડ્યા?
ગાંધીનગર :ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે બીજા તબક્કાની 93 બેઠકો પર મતદાન પુર્ણ થઈ ગયુ છે. આ સાથે જ ગુજરાતની તમામ સીટો પર ઉમેદવારોના ભાવી મતપેટીઓમાં સીલ થઈ ગયા છે. હવે 8 ડિસેમ્બરે પરિણામ આવશે ત્યારે સરકારનું ચિત્ર સ્પષ્ઠ થશે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાની 93 સીટો પર મતદાનમાં ઘટાડો નોંધાયો છે. બીજા તબક્કાની 93 બેઠકો પર સામે આવેલા આંકડા અનુસાર, ગુજરાતમાં સરેરાશ 58.56 ટકા મતદાન નોંધાયુ છે. ગુજરાતમાં સૌથી વધુ મતદાનની વાત કરીએ તો, સૌથી વધુ સાબરકાંઠામાં 65.84 ટકા અને સૌથી ઓછુ અમદાવાદમાં 53.16 ટકા મતદાન નોંધાયુ છે.
14 જિલ્લાની 93 સીટો પર થયેલા આ છેલ્લા તબક્કાન મતદાનમાં 833 ઉમેદવારો મેદાનમાં હતા. આ પહેલા પહેલા તબક્કા માટે 1 ડિસેમ્બરે મતદાન યોજાયુ હતું.
પહેલા તબક્કામાં 6. ટકા મતદાન નોંધાયુ હતુ. પ્રથમ તબક્કામાં 788 ઉમેદવારો મેદાનમાં હતા ત્યારે સૌથી વધુ 82.71 ટકા મતદાન નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં નોંધાયુ હતું. આ પછી વલસાડ જિલ્લાના કપરાડામાં 79.57 ટકા મતદાન થયું હતું. કચ્છ જિલ્લાની ગાંધીધામ બેઠક પર સૌથી ઓછું 47.86 ટકા મતદાન નોંધાયું હતું. નર્મદા જિલ્લામાં સૌથી વધુ 78.24 ટકા મતદાન થયું હતું અને બોટાદ જિલ્લામાં સૌથી ઓછું 57.58 ટકા મતદાન નોંધાયુ હતું.
અહીં તમને જણાવી દઈએ કે બે તબક્કાના મતદાન બાદ હવે 8 ડિસેમ્બરે મત ગણતરી થશે. આ વખતે ગુજરાતમાં ત્રીપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં બીજેપી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે.