For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Assembly Election 2022 : ચૂંટણીપંચ સામે ધરણા પર બેઠા મનિષ સિસોદિયા, કહ્યું - ગન પોઇન્ટ પર પરત ખેંચાવી

Gujarat Assembly Election 2022 : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ભારતીય જનતા પાર્ટી પર ગંભીર આરોપ લગાવ્યા છે.

|
Google Oneindia Gujarati News

Gujarat Assembly Election 2022 : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ભારતીય જનતા પાર્ટી પર ગંભીર આરોપ લગાવ્યા છે. આમ આદમી પાર્ટીના સુરત(પૂર્વ)થી ઉમેદવાર કંચન ઝરીવાલાએ બુધવારના રોજ પોતાની ઉમેદવારી પરત ખેંચ્યું છે. આ પહેલા આપ દ્વારા ભારતીય જનતા પર અપહરણ કરવા અને જબરજસ્તીથી ઉમેદવારી પરત ખેંચવાનું દબાણ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

કંચન ઝરીવાલાનું ભાજપ દ્વારા અપહરણ

કંચન ઝરીવાલાનું ભાજપ દ્વારા અપહરણ

AAP નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ આરોપ લગાવ્યો છે કે, સુરત (પૂર્વ) ના આમ આદમી પાર્ટીના ઉમેદવારકંચન ઝરીવાલાનું ભાજપ દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે. તેમને 15 નવેમ્બરના રોજ આરઓ ઓફિસમાં છેલ્લીવાર જોવા મળ્યા હતા.

મનિષ સિસોદિયાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ભાજપ AAP ઉમેદવારની ઉમેદવારી પરત લેવા માટે દબાણ કરી રહ્યું છે.500થી વધુ પોલીસકર્મીઓ કંચન ઝરીવાલાને બળજબરીથી રિટર્નિંગ ઓફિસરની ઓફિસમાં લઈ ગયા અને તેમના પર નામાંકન પાછુંખેંચવા દબાણ કર્યું હતું. જે પણ થઈ રહ્યું છે, તે ચૂંટણી પંચ પર સવાલો ઉભા કરે છે. અમે ચૂંટણી કમિશનર પાસે એપોઇન્ટમેન્ટ માંગી છે.

કેજરીવાલે ભાજપ પર નિશાન સાધ્યું

AAP સુરતના ઉમેદવારનું નામાંકન પાછું ખેંચાયા બાદ આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે ભાજપ પર નિશાન સાધ્યું હતું.

અરવિંદ કેજરીવાલને જણાવ્યું હતું કે, ગુંડાઓ અને પોલીસના બળ પર ઉમેદવારોનું અપહરણ કરવામાં આવી રહ્યું છે અને તેમના નામાંકનપરત કરવામાં આવી રહ્યા છે. આ પ્રકારની જાહેર ગુંડાગીરી ભારતમાં ક્યારેય જોવા મળી નથી. તો પછી ચૂંટણીનો અર્થ શું છે? કે પછીલોકશાહી જ સમાપ્ત થઈ ગઈ છે.

ધરણા પર બેઠા છે મનિષ સિસોદિયા

આ દરમિયાન મનિષ સિસોદિયા ચૂંટણી પંચની ઓફિસે પહોંચ્યા છે. મળતી માહિતી મુજબ તેઓ કાર્યવાહીની માગ સાથે ધરણા પર બેઠા છે.

સિસોદિયાએ ટ્વીટ કરીને જણાવ્યું કે, ઉમેદવારનું અપહરણ કરવામાં આવ્યું હતું. ગન પોઈન્ટ પર તેમનું નામાંકન પાછું ખેંચી લેવામાં આવ્યુંહતું.

ચૂંટણી પંચ માટે આનાથી મોટી ઈમરજન્સી કઈ હોઈ શકે? એટલા માટે અમે તાત્કાલિક પગલાં લેવાની વિનંતી સાથે કેન્દ્રીય ચૂંટણીપંચના શરણે આવ્યા છીએ.

ટિકિટ વેચવાના આરોપો ફગાવી દીધા

આ દરમિયાન સિસોદિયાએ આમ આદમી પાર્ટી પર ટિકિટ વેચવાના આરોપોને ફગાવી દીધા હતી. તેમણે જણાવ્યું હતું કે, AAP માં ટિકિટોવેચાતી નથી. ટિકિટ માટે કોઈએ પૈસા આપ્યા અને પૈસા પણ લેવામાં આવ્યા, પરંતુ ટિકિટ વેચાઈ નહીં. આનાથી સ્પષ્ટ છે કે, AAPમાંટિકિટો વેચાતી નથી. હું આ મામલે નિષ્પક્ષ તપાસની માગ કરું છું.

English summary
Gujarat Assembly Election 2022 : Manish Sisodia sat on dharna in front of Election Commission, said - withdrawal of candidature at gun point
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X