નર્મદા જિલ્લામાં આકર્ષક ચૂંટણી સૂત્રો સાથે મતદાનની આહલેક
લોકશાહી દેશમાં ચૂંટણી લોકોત્સવસ સમી બની જાય છે પ્રજાતંત્રને ચૂંટણી ધબકતું રાખે છે ગુજરાતમાં ચૂંટણીમાં નેતાઓની સાથે સાથે લોકોમાં પણ ઘણો ઉત્સાહ જોવા મળ્યો છે અને જનતા ચૂંટણી પંચ સાથે મળીને દરેક કાર્યક્રમમાં જોડવાનો પ્રયાસ કરી રહી છે. 9 મી ડિસેમ્બર, 2017 નાં રોજ યોજાનારી ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે નાંદોદ અને દેડીયાપાડા વિધાનસભા મતવિસ્તારમાં થનારાં મતદાનમાં જિલ્લાનાં તમામ મતદારો મહત્તમ સંખ્યામાં ભાગ લે અને વધુ મતદાન દ્વારા વોટર્સ ટર્નઆઉટ રેશીયાનો ગ્રાફ ઉંચો લઇ જવાનાં આશયથી ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ.નિનામાના માર્ગદર્શન હેઠળ આજે રાજપીપલા ખાતે સ્વીપ અંતર્ગત યોજાયેલી માનવ સાંકળ અને મતદાર જાગૃત્તિ રેલીને નિવાસી અધિક કલેક્ટરશ્રી ડી.કે. બારીયાએ ગાંધી સર્કલ ખાતેથી રાહદારીને મતદાર જાગૃત્તિનું સ્ટીકર્સ લગાવીને પ્રારંભ કરાવ્યો હતો.
તેમજ વિદ્યાર્થીઓએ શાક માર્કેટ, બેન્ક, મુખ્ય બજારમાં ફરીને વોટ નર્મદાના સ્ટિકર્સ પણ લગાવ્યા હતા. જોકે આ દરમિયાન મતદાનને લગતા સરસ મજાના સૂત્રોનું પણ નિદર્શન કરવામાં આવ્યું હતું.
'મતદાર જાગૃત્તિ રેલીમાં “મારો મત – મારી સરકાર'
'૧૮ વર્ષે છોડો બાળપણ – બતાવો હવે શાણપણ'
'છે આ સૌની જવાબદારી – મત આપે સૌ નર-નારી'
'મત આપણો અધિકાર – બદલામાં ન લો કોઇ ઉપહાર'
'આ નિશાન મારૂં છે – મારી તાકાત મારો મત'
'જો કરીશું મતાધિકારનું જતન તો જ થશે - ઝંઝાવાતોનું પતન'
,'વોટ હમારા હૈ અનમોલ – કભી ન લેંગે ઇસકા મોલ'
'સાક્ષર-નિરક્ષર સૌ સમાન –મતદારને છે શત્ શત્ પ્રણામ'
'ઇવીએમ મશીનનો પોકાર - ઉપયોગ કરો મતાધિકાર'
'એક વોટ સે હોતી હૈ જીત-હાર - વોટ ન હો કોઇ બેકાર'
વગેરે જેવા બેનર્સ-પ્લેકાર્ડ સાથેની આ રેલીએ નગરજનોમાં અચૂક મતદાન કરવાનો સંદેશો ગુંજતો કર્યો હતો.