For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

14 ડિસેમ્બરે PM મોદી સમતે આ નેતાઓ કરશે મતદાન

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં ભાજપના આ દિગ્ગજ નેતાઓ મતદાન કરશે. જેમાં પીએમ નરેન્દ્ર મોદી સમેત અન્ય કયા નેતાઓ સામેલ છે વિગતવાર જાણો અહીં

By Chaitali
|
Google Oneindia Gujarati News

14 ડિસેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન આરંભ કરાશે. ત્યારે આ મતદાન અનેક રીતે સ્ટાર સ્ટડેટ મતદાન બની રહેશે. કારણ કે ભાજપ અને કોંગ્રેસ બંન્ને પક્ષોના મોટા નેતાઓ આ બીજા તબક્કાના મતદાનમાં જોડાશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ સમાવેશ થાય છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં ભાજપના કયા દિગ્ગજ નેતાઓ મતદાન કરશે તે અંગે વિગતવાર જાણો અહીં...

પીએમ નરેન્દ્ર મોદી

પીએમ નરેન્દ્ર મોદી

ગુજરાત વિધાનસભાના બીજા તબક્કામાં સાબરમતીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે મતદાન કરશે. રાણીપ પાસે આવેલ નિશાન હાઇસ્કૂલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 11 વાગ્યા જેવા મતદાન કરવા રવાના થશે તેમ જણાવા મળ્યું છે.

લાલકૃષ્ણ અડવાણી

લાલકૃષ્ણ અડવાણી

આ ઉપરાંત ભાજપના દિગ્ગજ નેતા એલ.કે.અડવાણી પણ ગુરુવારે જમાલપુર ખાડિયાની મતદાન કરશે. ખાનપુરની શાહપુર શાળા ખાતે એલ.કે. અડવાણી પરિવાર સાથે મતદાન કરવા પહોંચે તેમ મનાઇ રહ્યું છે.

અમિત શાહ

અમિત શાહ

ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ નારણપુરા વિસ્તારથી ગુરુવારે સવારે 9 વાગે મતદાન કરશે. આ માટે તે નારણપુરા સબઝોનલ ઓફિસ જશે. અને પોતાનો અમૂલ્ય મત આપશે. આ સિવાય નાણાં મંત્રી અરુણ જેટલી પણ વેજલપુરથી ચીમનભાઇ ઇન્સ્ટીટ્યૂટમાં જઇને મતદાન આપશે.

આનંદીબેન અને નિતિનભાઇ

આનંદીબેન અને નિતિનભાઇ

તો ગુજરાતમાં ભૂતપૂર્વ અને પહેલા મહિલા મુખ્યમંત્રી તેવા આનંદીબેન પટેલ પણ ઘાટલોડિયા ખાતે મતદાન કરશે. આનંદીબેન પણ પરિવાર સાથે શીલજ પ્રાથમિક શાળાથી સવારે 8 વાગે મતદાન કરશે તેમ જાણવા મળ્યું છે. તો બીજી તરફ નીતિન ભાઇ પટેલ પણ કડી ખાતે સંસ્કાર ભારતી શાળાથી સવારે 10 વાગે મતદાન કરશે.

શક્તિસિંહ ગોહિલ

શક્તિસિંહ ગોહિલ

તો બીજી તરફ કોંગ્રેસના મુખ્યમંત્રી પદના દાવેદાર મનાતા દિગ્ગજ નેતા શક્તિસિંહજી ગોહિલ પણ આવતીકાલે તા.14 ડિસેમ્બર, ના રોજ સવારે 11:00 કલાકે ચિલ્ડ્રન યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે મતદાન કરવા માટે જશે. આમ ભાજપ અને કોંગ્રેસ બંન્ને પક્ષોના નેતાઓ કાલે બીજા તબક્કાના મતદાનમાં હાજરી આપશે

English summary
Gujarat Assembly elections 2017: BJP big leaders like PM Modi will do voting tomorrow
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X