• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gujarat Election :કોંગ્રેસે 77 મુરતિયાઓની પહેલી યાદી કરી જાહેર

|

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પછી ગુજરાત કોંગ્રેસે તેના 77 ઉમેદવારોની લિસ્ટ આજે જાહેર કરી છે. પાસ નેતાઓ સાથે કરેલી બેઠક બાદ આ યાદી બહાર પાડવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે માંડવીથી શક્તિસિંહ ગોહિલને કોંગ્રેસે ઉતાર્યા છે. સાથે જ ચૂંટણી પહેલા જ ભરતસિંહ સોલંકીએ આ વખતની ચૂંટણી નહીં લડવાનું પણ જણાવ્યું હતું. વધુમાં કોંગ્રેસની એક ફેક ઉમેદવાર યાદી પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ હતી. તે બાદ કોંગ્રેસે તેને ભાજપનું કાવતરું કહ્યું હતું. જો કે કોંગ્રેસ આ વખતે કોને કંઇ બેઠક પરથી સીટ આપી છે તે અંગે વિગતવાર જાણો અહીં.

ઉલ્લેખનીય છે કે ભાજપની જેમ જ કોંગ્રેસ પણ તેના જૂના નેતાઓને રીપીટ કર્યા છે. ખાસ કરીને જે નેતાઓએ રાજ્યસભાની ચૂંટણી વખતે અહેમદ પટેલને જીતવામાં મદદ કરી હતી તે નેતાઓને કોંગ્રેસે સીટ આપી છે. સાથે પાસના લીડ નેતા લલિત વસોડાને પણ આ ચૂંટણીમાં કોંગ્રેસે સીટ આપી છે. આમ પાસ સાથેની મીટિંગ પછી કોંગ્રેસે પાસના નેતાઓને પણ ખુશ કરવા માટે ચૂંટણીમાં સીટ આપી છે. વધુમાં 77 ઉમેદવારોની આ યાદીમાં ખાલી બે મહિલાઓને કોંગ્રેસ ટિકિટ આપી છે. ભાવનગર પશ્ચિમથી નીતાબહેન રાઠોડ અને નવસારીથી ભાવનાબેન પટેલને આ વખતે ટિકિટ મળી છે.

1. માંડવી - શક્તિસિંહ ગોહિલ

2. અંજાર - વી.કે.હંબલ

3. ગાંધીધામ(એસસી) - કિશોરભાઇ પિંગોલ

4. દસાડા(એસસી) - નવશાદજી સોલંકી

5. લિંબડી - સોમાભાઇ પટેલ

6. વઢવાણ - મોહનભાઇ પટેલ

7. ચોટીલા - ઋત્વિકકુમાર મકવાણા

8. ધાંગધ્રા - પુરુષોત્તમભાઇ સાબરિયા

9. મોરબી - બ્રિજેશ મેરજા

10. ટંકારા - લલિત કગાથરા

11. વાંકાનેર - મોહમ્મદ પીરઝાદા

12. રાજકોટ પશ્ચિમ - ઇન્દ્રનીલ રાજ્યગુરૂ

13. રાજકોટ રૂરલ (એસસી) - વસરામ સંગાથિયા

14. જસદણ - કુંવરજી બાવળિયા

15. ગોંડલ - અર્જુન ખતરિયા

16. જેતપુર - રવિ અંબાલિયા

17. ધોરાજી - લલિત વસોયા

18. કાલાવડ(એસસી) - પ્રવીણભાઇ મુછડિયા

19. જામગનર ગ્રામ્ય - વલ્લભ ધારડીયા

20. જામજોધપુર - ચિરાગ કાલારિયા

21. પોરબંદર - અર્જુન મોઢવડિયા

22. કુતિયાણા - વેજાભાઇ મોડેદરા

23. માણાવદર - જવાહર ચાવડા

24. જૂનાગઢ - અમિત ઠુમ્મર

25. વીસાવદર - હર્ષદભાઇ રિબડિયા

26. કેશોદ - જયેશકુમાર લદાણી

27. માંગરોળ - બાબુભાઇ વાજા

28. સોમનાથ - વિમલભાઇ ચૂડાસમા

29. તલાલા - ભગવાનભાઇ બારડ

30. કોડિનાર (એસસી) - મોહનભાઇ વાલા

31. ઉના - પૂંજાભાઇ વંશ

32. ધારી - જે.વી.કાકડિયા

33. અમરેલી - પરેશભાઇ ધાનાણી

34. લાઠી - વીરજીભાઇ ઠુમ્મર

35. સાવરકુંડલા - પ્રતાપ દુગ્ધાત

36. રાજુલા - અમરીશ દેર

37. મહુવા - વિજયભાઇ બારૈયા

38. તળાજા - કનુભાઇ બારૈયા

39. ગારિયાધાર - પી.એમ.ખેની

40. પાલિતાણા - પ્રવિણભાઇ રાઠોડ

41. ભાવનગર ગ્રામ્ય - કાંતિભાઇ ચૌહાણ

42. ભાવનગર પૂર્વ - નીતાબહેન રાઠોડ

43. ભાવનગર પશ્ચિમ - દીલિપસિંહ ગોહિલ

44. ગઢડા (એસસી) - પ્રવિણ મારુ

45. બોટાદ - મનહર પટેલ

46. નાંદોદ (એસટી) - પ્રેમસિંહ વસાવા

47. જંબુસર -સંજયભાઇ સોલંકી

48. વાગરા - સુલેમાન પટેલ

49. ભરૂચ - કિરણ ઠાકોર

50. અંકલેશ્વર - અનિલ ભગત

51. ઓલપાડ - યોગેન્દ્રસિંહ બાકરોલા

52. માંડવી (એસટી) -આનંદભાઇ ચૌધરી

53. કામરેજ - નિલેશ કુંબાણી

54. સુરત પૂર્વ - નીતિન ભરૂચા

55. સુરત ઉત્તર - દિનેશ કછાડિયા

56. વરાછા રોડ - પ્રફુલભાઇ તોગડિયા

57. કરંજ - ભાવેશ ભંભલિયા

58. લિંબાયત - રવિન્દ્ર પાટિલ

59. ઉધના - શતીષ પટેલ

60. કતારગામ - જીજ્ઞેશ મેવાસા

61. સુરત પશ્ચિમ - ઇકબાલભાઇ પટેલ

62. ચોર્યાસી - યોગેશભાઇ પટેલ

63. બારડોલી (એસસી) - તરુણકુમાર વાઘેલા

64. મહુવા (એસટી) - ડો.તુષારભાઇ ચૌધરી

65. વ્યારા (એસટી) - પૂનાભાઇ ગામિત

66. નીઝર (એસટી) - સુનીલ ગામિત

67. ડાંગ (એસટી) - મંગલભાઇ ગાવીત

68. જલાલપોર - પરિમલ પટેલ

69. નવસારી - ભાવનાબહેન પટેલ

70. ગણદેવી (એસટી) - સુરેષભાઇ હળપતિ

71. વાંસદા (એસટી) - અનંતકુમાર પટેલ

72. ધરમપુર (એસટી) - ઇશ્વરભાઇ પટેલ

73. વલસાડ - નરેન્દ્ર ટંડેલ

74. પારડી - ભરતભાઇ પટેલ

75. કપરાડા (એસટી) - જીતુભાઇ ચૌધરી

76. ઉંમરગાંવ (એસટી) - અશોકભાઇ પટેલ

77. મજૂરા - અશોકભાઇ કોઠારી

English summary
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે તેના 77 ઉમેદવારો સાથે તેની પહેલી યાદી જાહેર કરી. જાણો કોને કંઇ જગ્યાએથી મળી સીટ.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X