Gujarat Assembly Elections 2022 - કોંગ્રેસના કાર્યક્રમોમાંથી ગાયબ હાર્દિક આપમાં જોડાશે?
Gujarat Assembly Elections 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2017 પહેલા કોંગ્રેસ દ્વારા યુવા નેતાઓ પર મોટા પ્રમાણ વિશ્વાસ કરવામાં આવ્યો હતો, જે પ્રમાણમાં તેમને કશું ઉકાળી શક્યા ન હતા. જેમાં અલ્પેશ ઠાકોર, જીગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલ શામેલ હતા. જ્યારે ઉત્તર ગુજરાતના અલ્પેશ ઠાકોર કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઇ ગયા છે. જિજ્ઞેશ મેવાણી પાર્ટીના રાજકારણમાં શૂન્ય યોગદાન સાથે કોંગ્રેસના અપક્ષ ધારાસભ્ય રહ્યા છે. આ સિવાય ગત વર્ષે પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત થયેલા હાર્દિક પટેલ પણ અત્યાર સુધીમાં પક્ષ માટે કઇ ખાસ કરી શક્યો નથી.
ગુજરાત કોંગ્રેસમાં નેતૃત્વનો અભાવ
ગુજરાત કોંગ્રેસ લાંબા સમયથી નેતૃત્વનો અભાવ સાથે ઝઝૂમી રહી છે. ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ આ વર્ષની શરૂઆતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કારમી હાર બાદ ત્રીજી વખત રાજીનામું આપ્યું હતું. કોરોનાની બીજી લહેર દરમિયાન કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રાજીવ સાતવનું અકાળે અવસાન થવાને કારણે પરિસ્થિતિ વધુ વણસી છે.
હાર્દિક કોંગ્રેસના કાર્યક્રમોમાંથી કેમ રહે છે ગાયબ?
આવતા વર્ષે યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસ દ્વારા મોંઘવારી અને પેગાસસ જેવા મુદ્દાઓ સામે અનેક આંદોલનકારી કાર્યક્રમો દ્વારા કાર્યકરોને એકત્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઘણા વરિષ્ઠ નેતાઓ આ મુદ્દે રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. જેમાં અમિત ચાવડા અને પરેશ ધાનાણી સૌથી આગળ રહ્યીને પોતાની પક્ષ પ્રત્યેની ફરજ બજાવી રહ્યા છે. જે વચ્ચે હાર્દિક પટેલ આ તમામ કાર્યક્રમોમાંથી દૂર છે. હાર્દિકની આ ગેરહાજરી ઘણા સવાલો ઉભા કરે છે.
AAPમાં જોડાશે હાર્દિક પટેલ?
હાર્દિક પટેલના નજીકના સાથીઓ હવે આમ આદમી પાર્ટી (AAP)માં જોડાઇ રહ્યા છે. આવી પરિસ્થિતિમાં અટકળો ચાલી રહી છે કે, હાર્દિક પટેલ પણ પાર્ટીમાં ફેરફાર કરી શકે છે. હાર્દિક પટેલે સ્પષ્ટપણે આવી કોઈ પણ શક્યતાને નકારી કાઢી હતી અને કોંગ્રેસના વિરોધ પ્રદર્શનમાં તેમની ગેરહાજરીના અંગત કારણોને કારણે હોવાનું સ્વીકાર્યું હતું. મારા માટે કોંગ્રેસ છોડવાનું કોઈ કારણ નથી. હું પાર્ટી છોડી રહ્યો નથી.