For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસમાં રચાઇ રહી છે નવી ધરી, જૂના નેતા થયા અસ્ત

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પછી ભારતમાંથી નાશપ્રાય થઇ રહેલી કોંગ્રેસ પાર્ટીનું ખરા અર્થમાં નવસર્જન ગુજરાતથી થયું છે. કેવી રીતે તે અંગે વિગતવાર જાણો અહીં.

By Chaitali
|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આજે પરિણામો જાહેર થયા છે. તે જોતા ગુજરાતમાં ભાજપને 99 બેઠક તો કોંગ્રેસને 80 બેઠકો મળી છે. ચોક્કસથી ભાજપને બહુમતી મળતા તે સરકાર બનાવશે. પણ ખરા અર્થમાં જોવા જઇએ તો ગુજરાતમાં કોંગ્રેસનું નવસર્જન થયું છે. કોંગ્રેસ હવે નવા નેતાઓનો એક યુવ ઉદય પામી રહ્યો છે. અને જૂના નેતાઓનો આ ચૂંટણીમાં જનતાએ ઝાકારો આપ્યો છે. શંકર સિંહ વાઘેલા તો પહેલા જ કોંગ્રેસ છોડીને જતા રહ્યા હતા. અને ચૂંટણીના પરિણામો પછી તેમની બચેલી આશાઓ પણ ઠગારી નીકળી. તો બીજી તરફ કોંગ્રેસના મોટા નેતા ગણાતા તમામ નેતાઓ તે ભલે પછી શક્તિસિંહ ગોહિલ હોય કે અર્જૂન મોઢવાડિયા તેમની પર આ ચૂંટણીમાં કારમી હાર થઇ છે. બચ્યા અલ્પેશ ઠાકોર, પરેશ ધાનાણી જેવી નવા નેતાઓ. અને સાથે જ જીજ્ઞેશ મેવાણી અને હાર્દિક પટેલ જેવા નેતાઓ જે આડકતરી રીતે ભાજપ સાથે જોડાયેલા છે. જે ગુજરાતના રાજકારણમાં કોંગ્રેસની એક નવી ધરી રચી રહ્યા છે. આ અંગે વધુ જાણો અહીં....

કોંગ્રેસનું નવસર્જન

કોંગ્રેસનું નવસર્જન

22 વર્ષોના ભાજપના શાસનમાં પહેલી વાર કોંગ્રેસને આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 70 થી વધુ એટલે કે 80 સીટો મળી છે. જે કોંગ્રેસ મોટી સિદ્ધી છે. ગુજરાતના ભાજપના મોટા ગઢ સોમનાથ, જૂનાગઢમાં કોંગ્રેસે પોતાની છાપ છોડી છે. અને મોટા મતોથી ભાજપના ગઢમાં બાકોરા પાડ્યા છે. ભલે હવે ભારતના નક્શા પર કોંગ્રેસ ખાલી ચાર રાજ્યોમાં જ જીવંત બચ્યું હોય પણ તેમના નવસર્જનની શરૂઆત ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં થઇ છે.

નવા નેતા નવું કોંગ્રેસ

નવા નેતા નવું કોંગ્રેસ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ચાર મહત્વના નેતાઓ ચૂંટણી હારી ગયા. અર્જૂન મોઢવાડિયા અને શક્તિસિંહ ગોહિલ જેવા કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓના પત્તા પણ સાફ થઇ ગયા. પણ સાથે જ કોંગ્રેસના નવા સમયના નવા યુવા નેતાઓની પણ એન્ટ્રી થઇ છે. પરેશ ધાનાણી જેને હાર્દિકે એક વખત કોંગ્રેસની જીત થાય તો તેનો ભાવિ મુખ્યમંત્રી કહ્યો હતો તેની આ ચૂંટણીમાં જીત થઇ છે. વળી અલ્પેશ ઠાકોર જેવા નેતા પણ કોંગ્રેસમાં છે.

આડકતરું સમર્થન

આડકતરું સમર્થન

તો હાર્દિક પટેલ અને જીજ્ઞેશ મેવાણી જેવા નેતાઓને પણ ભૂલવા ના જોઇએ. ચોક્કસથી કોંગ્રેસની આ 80 બેઠકોની જીતમાં હાર્દિક પટેલનો પણ સાથ છે. અને જીજ્ઞેષ મેવાણી ભલે અપક્ષ રીતે ઊભો હોય પણ વડગામ ખાતે જ્યારે રાહુલ ગાંધીએ જનસભા કરી હતી ત્યારે બંન્ને નેતાઓ એક સાથે એક જ મંચ પર હતા. આમ આવનારા સમયમાં આ નવા નેતાઓનું સંગઠન કોંગ્રેસને કોઇક રીતે ફાયદો અપાવી શકે છે જો કોંગ્રેસ આ તકને પારખી શકે તો.

કોંગ્રેસ

કોંગ્રેસ

ભાજપની 22 વર્ષની સત્તા, ભાજપના દંભ, ગામડામાં ભાજપની નબળી પક્કડ અને વિવિધ આંદોલનોનો અસંતોષ આ તમામ વાતો કોંગ્રેસના ફાયદામાં રહી છે. કોંગ્રેસે હજી થોડી મહેનત વધુ કરી હોય તો તે સત્તાથી ખાલી થોડીક જ બેઠક દૂર હતી. પણ જે રીતે ગુજરાતમાં કોંગ્રેસ 22 વર્ષોમાં પહેલીવાર એક સબળ વિપક્ષ બનીને સામે આવ્યું છે તે ચોક્કસથી કોંગ્રેસનો ગુજરાતની નવસર્જન સમાન જ છે.

English summary
Gujarat Assembly elections result gave new life to Gujarat Congress, Read here why ?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X