For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત વિધાનસભાના 'કરોડપતિ ધારાસભ્યો'ની મળી બેઠક!

|
Google Oneindia Gujarati News

gujarat assembly
ગાંધીનગર, 22 જાન્યુઆરી: ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ લોકો દ્વારા ચૂંટાઇ આવેલી 13 મી ગુજરાત વિધાનસભાના સભ્યોની આજે પહેલી બેઠક મળી ગઇ. જોકે આ બેઠક કરોપતિઓ અને વ્યાપારીઓની બેઠક કરતા ઓછી દેખાતી ન્હોતી. કારણ કે ગુજરાતની વિધાનસભામાં મોટાભાગના સભ્યો કરોડપતિઓ અને વ્યાપારીઓ છે.

13 મી ગુજરાત વિધાનસભાના 182માંથી 134 સભ્યો એવા છે જેમની સંપત્તિ એક કરોડ અથવા તેનાથી પણ વધારે હોય. એટલે કે સરેરાશ 74 ટકા સભ્યો કરોડપતિ છે. આ ટકાવારીમાં આપણી લોકસભા અને રાજ્યસભા પણ પાછળ છે. હાલની લોકસભામાં 58 ટકા સાંસદો કરોડપતિ છે જ્યારે રાજ્યસભામાં માત્ર 64 ટકા જ સભ્યો કરોડોની મિલકત ધરાવે છે.

જોકે ચોંકાવનારી બાબત એ છે કે 2007 ની ગુજરાત વિધાનસભામાં માત્ર 31 ટકા જ ધારાસભ્યો કરોડપતિ હતા. એટલે કે માત્ર પાંચ વર્ષના સમયગાળામાં જ ધારાસભ્યોની મિલકતમાં ધરખમ ઉછાળો આવ્યો છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મસની આંકડાકીય માહિતી દર્શાવે છે દેશભરમાં ધારાસભ્યો હોય કે પછી સાંસદ છેલ્લા પાંચ વર્ષમાં તેમની સંપતિમાં ભારે વધારો નોંધાયો છે.

ગુજરાત વિધાનસભાના હાલના 182 ધારાસભ્યોમાંથી 46 જેટલા ધારાસભ્યો બિઝનેસમેન છે, જ્યારે 16 જેટલા સભ્યો બિલ્ડર અને રિયલ એસ્ટેટમાં સક્રીય છે. જોકે અમુક જ ધારાસભ્યો એવા છે જે પ્રામાણિકપણે પોતાના વ્યવસાયની વાત ખુલીને સ્વીકારે છે.

જોકે એ બાબત પણ ઉડીને આંખે વળગે એવી છે કે જે ઉમેદવારોએ પોતાની સંપતિ કરોડોમાં બતાવી હતી તેવા મોટા ભાગના ઉમેદવારો ચૂંટાઇ આવ્યા છે. એવા 51 ટકા ઉમેદવારો છે જેમણે પોતાની સંપતિ 5 કરોડથી વધારે બતાવી હોય અને તેઓ ચૂંટાઇ આવ્યા છે. 99 જેટલા કરોડપતિ ધારાસભ્યો આ વખતે ફરી ચૂંટાઇ આવ્યા છે.

English summary
74 percentage MLAs are crorepati in 13th Gujarat assembly.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X