ગુજરાત વિધાનસભામાં ગુજરાત ખેત ઉત્પન્ન અને ખરીદ-વેચાણ અધિનિયમ-1963 સુધારા વિધેયક પસાર
ગુજરાત વિધાનસભામાંથી ખેડૂતોને લગતા એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત વિધાનસભામાં ગુજરાત ખેત ઉત્પન્ન અને ખરીદ-વેચાણ અધિનિયમ - 1963 સુધારા વિધેયક પસાર કરવામાં આવ્યુ છે.

આ મુદ્દે વાત કરતા સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યુ કે, આ વિધેયકમાં કલમ-8(2) ની નવી જોગવાઈઓ દાખલ કરવામાં આવી છે. કાયદામાં ગમે તે મજકુર હોય તેમ છતાં ઈ-નામ પ્લેટફોર્મ પર આંતર રાજ્ય વેપાર વધે તે માટે પ્રવર્તમાન કાયદાની જોગવાઈઓ હેઠળ અન્ય રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશના લાયસન્સ ધરાવનાર વેપારી ગુજરાત રાજ્ય અને અન્ય રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે કરાર કરે તે કરારની શરતોને આધીન ઈ-નામ પ્લેટફોર્મ પર ખેત પેદાશોની ખરીદી કરી શકશે.
તેમણે આગળ કહ્યું કે, અત્યારે પાડોશી રાજ્યો રાજસ્થાનમાંથી જીરૂ અને વરીયાળી, મધ્યપ્રદેશમાંથી કઠોળ અને મહારાષ્ટ્રમાંથી ફળ અને શાકભાજી ગુજરાતમાં આવે છે. જ્યારે ગુજરાતમાંથી બટેટા, ડુંગળી, જીરૂ અને વરીયાળી અન્ય રાજ્યમાં જાય છે. આ વિધેયક પસાર થવાથી ગુજરાતના વેપારીઓ અન્ય રાજ્યમાંથી ઈ-નામ પ્લેટફોર્મ પર ખેતપેદાશો ખરીદી શકશે.
તેમણે જણાવ્યુ કે, ઓનલાઈન સોદા થવાથી હરીફાઈ વધશે, જેને લીધે ખેડૂતોને વધુમાં વધુ ભાવ પ્રાપ્ત થશે. ઉપરાંત ઓનલાઈન ટ્રાન્ઝેક્શન વધશે અને કરચોરી પણ અટકશે, આંતર રાજ્ય વેપારમાં વધારો થશે અને બજાર સમિતિની આવક વધશે.












Click it and Unblock the Notifications
