For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એફડીઆઈમાં ગુજરાત સૌથી આગળ, નિકાસમાં પણ મેદાન માર્યુ!

છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગુજરાત તેના ઔદ્યોગિક વિકાસને જોતાં ગુજરાત ભારતની આત્મનિર્ભરતામાં મુખ્ય ફાળો આપનાર રાજ્ય તરીકે ઉભરી રહ્યું છે. વર્ષ 2018, 2019 અને 2020માં દેશમાં કુલ FDIમાંથી ગુજરાતમાં સૌથી વધુ રોકાણ થયું છે.

By Desk
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર : છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગુજરાત તેના ઔદ્યોગિક વિકાસને જોતાં ગુજરાત ભારતની આત્મનિર્ભરતામાં મુખ્ય ફાળો આપનાર રાજ્ય તરીકે ઉભરી રહ્યું છે. વર્ષ 2018, 2019 અને 2020માં દેશમાં કુલ FDIમાંથી ગુજરાતમાં સૌથી વધુ રોકાણ થયું છે. નિકાસની વાત કરીએ તો દેશમાં ગુજરાત પ્રથમ ક્રમે છે. નાણાકીય વર્ષ 2022ના આંકડા અનુસાર, ગુજરાતે 8.37 લાખ કરોડની નિકાસ કરી છે, જે નાણાકીય વર્ષ 2021માં રાજ્ય દ્વારા કરવામાં આવેલી નિકાસ કરતા બમણી છે.

FDI

ગુજરાતની અર્થવ્યવસ્થાએ છેલ્લા 10 વર્ષમાં 8.2 ટકાના સર્વોચ્ચ સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દર સાથે દેશની જીડીપીમાં લગભગ 8.4 ટકા યોગદાન આપ્યું છે. આ સાથે જ ગુજરાત દેશમાં સૌથી ઓછી રાજકોષીય ખાધ અને સૌથી ઓછું જાહેર દેવું ધરાવતું રાજ્ય છે.

આ ઉપરાંત, ગુજરાતમાં ગીફ્ટ સિટી, ધોલેરા SIR, માંડલ બેચરાજી SIR, PCPIR, સાણંદ ખાતે સતત વિકસિત થઈ રહેલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ, નિકાસ સુવિધાઓને વધારવા માટે લોજિસ્ટિક્સ પાર્કનું નિર્માણ, દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર, મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ, રસાયણ અને પેટ્રોકેમિકલ્સ ઈન્વેસ્ટમેન્ટ ઝોન, ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કેન્ટાઈલ સિટી પ્રોજેક્ટ જેવા ભવિષ્યવાદી અને વિશ્વ કક્ષાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે. આ તમામ પરિયોજનાઓ ગુજરાતને ન માત્ર ઔદ્યોગિક દૃષ્ટિકોણથી વૈશ્વિક કેન્દ્ર બનાવશે પરંતુ તે ભારતની આત્મનિર્ભરતાના કેન્દ્ર તરીકે પણ ઉભરી આવશે.

English summary
Gujarat at the forefront of FDI, also hit the ground in exports!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X