For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઈ બ્લાસ્ટના આરોપી અહેમદ લંબુની ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ

ગુજરાત પોલીસને મુંબઈ બ્લાસ્ટના મહત્વના આરોપીને પકડવામાં મોટી સફળતા મળી છે. 1993 માં મુંબઈમાં થયેલા સીરિયલ બ્લાસ્ટના આરોપી અહેમદ મોહમ્મદ લંબુને ગુજરાત એટીએસે ધરપકડ કરી છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાત પોલીસને મુંબઈ બ્લાસ્ટના મહત્વના આરોપીને પકડવામાં મોટી સફળતા મળી છે. 1993 માં મુંબઈમાં થયેલા સીરિયલ બ્લાસ્ટના આરોપી અહેમદ મોહમ્મદ લંબુને ગુજરાત એટીએસે ગુજરાતના વાપી વલસાડના દરિયાકાંઠેથી ધરપકડ કરી લીધી છે. તેના માટે પાંચ લાખનું ઈનામ પણ હતુ. તેને આતંકવાદ માટે પાકિસ્તાનમાથી તાલીમ પણ લીધી હતી. લંબુને દાઉદ ઈબ્રાહિમનો ઘણો નજીક માનવામાં આવે છે. ગુજરાત એટીએસે ગુરુવારે મોડી રાતે ઑપરેશન દરમિયાન તેની ધરપકડ કરી લીધી છે લંબુ અર્જૂન ગેંગનો સભ્ય હતો જેમાં મુસાફિર ખાન, ફિરોઝ અબ્દુલ, રાશિદ ખાન પણ શામેલ છે.

mumbai blast

ગયા વર્ષે સ્પેશિયલ ટાડા કોર્ટે મુંબઈ સીરિયલ બ્લાસ્ટમાં અબુ સાલેમ અને પાંચ અન્યને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. આ દોષિતોમાં અબુ સાલેમ ઉપરાંત મુસ્તફા દોસા, ફિરોઝ અબ્દુલ, રાશિદ ખાન, તહર મર્ચન્ટ, રિયાઝ સિદ્દીકી, કરીમુલ્લા ખાન શામેલ છે. આ બધાને દેશ સામે યુદ્ધ છેડવા માટે દોષિત જાહેર કરવામાં આવ્યા છે. વળી, અબુ સાલેમને ષડયંત્ર રચવા અને આતંકવાદી ગતિવિધિઓ બદલ દોષિત માનવામાં આવ્યો છે. આ મામલામાં અબ્દુલ કય્યુમને કોર્ટે છોડી મૂક્યો હતો.

કોર્ટના ચૂકાદાના થોડા દિવસો બાદ મુસ્તફા દોષાનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયુ હતુ. દોષા પર પણ હત્યા અને આતંકી ગતિવિધિઓનો આરોપ હતો. જેમાં કોર્ટે તેને દોષિત જાહેર કર્યો હતો. આ મામલે બીજો એક આરોપી તહર મર્ચન્ટ પણ આ વર્ષે એપ્રિલ મહિનામાં હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યો હતો. મર્ચન્ટ મુંબઈની યર્વદા સેન્ટ્રલ જેલમાં હતો. જ્યાં મોડી રાતે 3 વાગે તેને હાર્ટ એટેક આવ્યો ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો પરંતુ ત્યાં તેનું મોત નીપજ્યુ હતુ.

English summary
gujarat ats arrested 1993 mumbai serial blasts accused ahmed mohammad lambu
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X