દાઉદ ઈબ્રાહિમા સહયોગી બાબૂ સોલંકીની ધરપકડ, ગુજરાત ATSએ દબોચ્યો
ગુજરાત એટીએસે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના સાથી શરીફ ખાન માટે મુંબઈમાં કામ કરતા બાબૂ સોલંકીની ધરપકડ કરી લીધી છે. બાબૂ સોલંકી વિરુદ્ધ ગુજરાતમાં પાંચ મામલા દાખલ છે. બાબૂ સોલંકી હાલ મુંબઈમાં રહી દાઉદ ઈબ્રાહિમ માટે કામ કરી રહ્યો હતો.
બાબૂ સોલંકી પર ટાડા, આર્મ્સ એક્ટ, નાર્કોટિક્સ અંતર્ગત કેટલાય મામલા નોંધાયેલા છે. વર્ષ 2006માં બાબૂ સોલંકીનું નામ પહેલીવાર ધમકી આપી પૈસા વસૂલવાના મામલામાં આવ્યું હતું. તે સમયે 10 કરોડ રૂપિયનો મામલો જણાવવામાં આવ્યો હતો.
દાઉદ ઈબ્રાહિમ સાથે જોડાયેલા તમામ મામલા હંમેશા ચર્ચામાં રહે છે. પાછલા વર્ષે ઓક્ટોબરમાં બેંકોકની જેલમાં બંધ સૈયદ મુદસ્સર હુસૈન ઉર્ફ મુન્ના ઝિંગાડાને ત્યાંની અદાલતે લાંબી સુનાવણી બાદ પાકિસ્તાન નાગરિક ઘોષિત કરી દીધો. જે બાદ આઈએસઆઈ અને દાઉદના લોકો તેને બેંકોકથી પાકિસ્તાન ળઈ ગયા. જણાવી દઈએ કે વર્ષ 2000માં મુન્ના ઝિંગાડાએ બેંકકમાં છોટા રાજન પર હુમલો કર્યો હતો. જે બાદ બેંકોક પોલીસે તેને પાકિસ્તાની પાસપોર્ટ સાથે પકડી પાડ્યો હતો.

ભારત-પાકિસ્તાન વચ્ચે કાનૂની જંગ
ઘણા સમયથી ભારતીય તપાસ એજન્સી અને પાકિસ્તાની તપાસ એજન્સી વચ્ચે મુન્ના ઝિંગડાની નાગરિકતાને લઈ બેંકોકની અદાલતમાં કાનૂની જંગ ચાલી રહી હતી, જેમા ભારત જીતી ગયું હતું. પરંતુ તે બાદ દાઉદના ઈશારે આઈએસઆઈએ અદાલતમાં ફરીથી અપીલ કરી.

બેંકોક કોરટે મુન્નાને પાકિસ્તાની માન્યો
ભારતના મોસ્ટ વોન્ટેડ અંડરવર્લ્ડ ડૉન દાઉદે મુન્ના માટે પાણીની જેમ પૈસા વાપર્યા અને ફેક દસ્તાવેજોના આધારે મુન્ના ઝિંગાડાને પાકિસ્તાની નાગરિક સાબિત કરવાની કોશિશ કરી. જે બાદ અદાલતે સૈયદ મુદ્દસર હુસૈન ઉર્ફ મુન્નાને પાકિસ્તાની નાગરિક ઘોષિત કરી દીધો. જે બાદ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી (ISI) અને ડી કંપનીના લોકો તેને બેંકોકથી કરાચી લઈ ગયા.

મુન્નો કેટલાય વર્ષોથી બેંકોકની જેલમાં બંધ હતો
અગાઉ બેંકોકના માહા છાઈ રોડ પર બનેલ સૌથી જૂની હાઈ સિક્યોરિટી જેલમાં સૈયદ મુદસ્સર હુસૈન ઉર્ફ મુન્નાને ભારે સુરક્ષા વચ્ચે રાખવામાં આવ્યો હતો. તેને કેદી નંબર 8 મળ્યો હતો. જેને લઈ પાછલા 2 વર્ષથી ભારત અને પાકિસ્તાન વચ્ચે બેંકોકની ક્રિમિનલ કોર્ડ લટ ફારોમાં કાનૂની જંગ ચાલી રહી હતી.
ગુજરાતમાં કોરોના હોસ્પિટલ પર સવાલ ઉઠ્યા, મૃત દર્દીઓના ઘરેણા-કપડાં ચોરી થવાના આરોપ