For Daily Alerts
ગુજરાતમાં બર્ડ ફ્લૂનો ખતરો, જાણો સરકારે શું પગલા લીધા
ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શંકરભાઇ ચૌધરી અને પશુપાલન અને કૃષિ મંત્રી બાબુભાઇ બોખિરીયાએ મીડિયા સાથે બર્ડ ફ્લૂ અંગે સરકારે શું પગલાં લીધા છે તેની જાણકારી આપી હતી. જેમાં બાબુભાઇએ જણાવ્યું હતું કે આશા ફાઉન્ડેશન હાથીજણ ખાતે 19 મરધાના મૃત્યુ થયા છે. જેમાં બર્ડ ફૂલ્યુના લક્ષણ દેખાયા હતા. જે બાદ રાજ્ય સરકારે તકેદારીના પૂરતા પગલા લેવાનું શરૂ કર્યું છે.
આશા ફાઉન્ડેશનમાં 30 થી 31 ડિસેમ્બર વચ્ચે 26 જેટલા પક્ષીઓના મૃત્યુ થયા હતા અને પ્રાથમિક રિપોર્ટમાં પણ બર્ડફલ્યુના વાયરસ દેખાયા હતા. જો કે વધુમાં આરોગ્ય મંત્રી શંકરભાઇ ચૌધરી જણાવ્યું હતું કે આ રોગને આગળ વધતો રોકવામાં આવ્યો છે માટે લોકોએ આ અંગે ગભરાવવાની જરૂર નથી. વધુમાં અમદાવાદમાં સંભવિત બર્ડ ફ્લુ બાદ અન્ય પોલ્ટ્રીફાર્મોમાં પણ એએમસીની ટીમોએ ચકાસણી શરૂ કરી છે. અને આ અંગે કેન્દ્રીય ટીમ બોલવવામાં આવી છે.