For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત બોર્ડ પરીક્ષા: અંગ્રેજીમાં આવ્યા સારા માર્ક્સ, પરંતુ નામ લખતા પણ આવડતું નથી

ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડની 10માં ધોરણની પરીક્ષાનું પરિણામ 27 મેં દરમિયાન જાહેર થયું.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડની 10માં ધોરણની પરીક્ષાનું પરિણામ 27 મેં દરમિયાન જાહેર થયું. પરંતુ આ પરીક્ષામાં સામુહિક નકલ કરાવવાનો ખુલાસો થયો છે. ગુજરાતની ઘણી જગ્યાથી સામુહિક નકલ કરાવવાની ખબરો સામે આવી રહી છે. ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલી ખબર અનુસાર ધોરણ 10 માં જે વિધાર્થીઓને અંગ્રેજીમાં સારા માર્ક્સ મળ્યા છે તેમાંથી કેટલાક વિધાર્થીઓ એવા પણ છે જેમને પોતાનું નામ પણ લખતા નથી આવડતું. એટલું જ નહીં પરંતુ અંગ્રેજીમાં પાસ થયેલા આ વિધાર્થીઓ ફ્રેન્ડ, ટેનિસ, કલેવર જેવા શબ્દોનું અંગ્રેજી પણ નથી લખી શકતા.

પ્રશ્નોના જવાબ પણ સરખા અને ભૂલો પણ સરખી

પ્રશ્નોના જવાબ પણ સરખા અને ભૂલો પણ સરખી

એટલું જ નહીં પરંતુ સંસ્કૃત પેપરમાં પણ એકસરખી જ ભૂલો છે. વિધાર્થી ઘ્વારા સંસ્કૃત શ્લોકનું ગુજરાતમાં કરવામાં આવેલું અનુવાદમાં સરખી જ ભૂલો છે. કવિતા અને સ્ટોરી રાઇટિંગમાં એકસરખા જ જવાબ લખ્યા છે. સામુહિક નકલ કરવાના લગભગ 200 કેસ સામે આવ્યા છે. જેમાંથી 96 કેસ પંચમહાલ જિલ્લાના શેહરા તાલુકાના કવાલી સેન્ટરના છે.

ચોરી કરતા વિધાર્થીઓ સામે એક્શન

ચોરી કરતા વિધાર્થીઓ સામે એક્શન

ગુજરાત બોર્ડના એક અધિકારીએ ચોરી કેસ મામલે જણાવ્યું કે ચોરી કરવાનો આ મામલો ભાષા જેવા સરળ પેપરમાં સામે આવી રહ્યો છે. આ ખુબ જ ચિંતાનો વિષય છે. ગુજરાત બોર્ડ ચેરમેન એજે શાહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે ચોરી કરતા વિધાર્થીઓ સામે સખત પગલાં લેવામાં આવશે. આ વિધાર્થીને પરીક્ષામાં બેસવાથી પ્રતિબંધિત કરી દેવામાં આવશે. આ મામલે દોષી શિક્ષક સામે પણ સખત પગલાં લેવામાં આવશે.

બધા જ વિધાર્થીઓ ઘ્વારા નિબંધમાં એક જ મિત્રનું નામ લખવામાં આવ્યું

બધા જ વિધાર્થીઓ ઘ્વારા નિબંધમાં એક જ મિત્રનું નામ લખવામાં આવ્યું

ગુજરાત શિક્ષા બોર્ડના ઓએસડી એમ એ પઠાણ ઘ્વારા જણાવવામાં આવ્યું કે કેટલાક સેન્ટરમાં સવાલના જવાબમાં એકસરખી જ ભૂલો જોવા મળી રહી છે. તેમને જણાવ્યું કે એકવાર તેમને 100 એવી કોપીઓ મળી જેમાં માય બેસ્ટ ફ્રેન્ડ પર નિબંધ લખવાનો હતો. જેમાં બધા જ વિધાર્થીઓ ઘ્વારા બેસ્ટ ફ્રેન્ડનું નામ વિક્રમ લખવામાં આવ્યું. એટલું જ નહીં પરંતુ છોકરીઓ ઘ્વારા પણ બેસ્ટ ફ્રેન્ડનું નામ વિક્રમ લખવામાં આવ્યું.

English summary
Gujarat board
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X