• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગુજરાતમાં 10માં અને 12 ધોરણની પૂરક પરીક્ષાનુ ટાઈમ ટેબલ કરાયુ જાહેર

|

ગુજરાતમાં બોર્ડની 10માં અને 12માં ધોરણની પૂરક પરીક્ષાઓ આવતા મહિને લેવામાં આવશે. આના માટે ટાઈમટેબલ જારી કરી દેવામાં આવ્યુ છે. નોટિફિકેશન મુજબ 10માં અને 12માં ધોરણની પૂરક પરીક્ષા 23 ઓગસ્ટે શરૂ થશે. ત્યારબાદ છેલ્લુ પેપર 28 ઓગસ્ટે થશે.

25 ઓગસ્ટથી 28 ઓગસ્ટ દરમિયાન લેવાશે પરીક્ષા

25 ઓગસ્ટથી 28 ઓગસ્ટ દરમિયાન લેવાશે પરીક્ષા

તમને જણાવી દઈએ કે કોરોના લૉકડાઉન પહેલા સુધી ગુજરાતમાં પૂરક પરીક્ષા દર વર્ષે જુલાઈમાં થતી હતી. પરંતુ હવે બોર્ડ દ્વારા આને ઓગસ્ટ મહિનામાં કરાવવામાં આવશે. આમાં પણ 12માં કૉમર્સની પરીક્ષા માત્ર એક જ દિવસે કરાવવામાં આવશે કે જે 23 ઓગસ્ટે થશે. આ ઉપરાંત 12માં સાયન્સની પૂરક પરીક્ષા 25 ઓગસ્ટથી 27 ઓગસ્ટ વચ્ચે થશે. વળી, 10માંની પૂરક પરીક્ષા 25 ઓગસ્ટથી 28 ઓગસ્ટ સુધી થશે.

ખાનગી સ્કૂલ સરકારના આ નિર્ણયના વિરોધમાં

ખાનગી સ્કૂલ સરકારના આ નિર્ણયના વિરોધમાં

નોટિફિકેશનમાં કહેવામાં આવ્યુ છે કે સેન્ટરો પર સોશિયલ ડિસ્ટંસીંગ જેવા નિયમ લાગુ થશે. વળી, ખાનગી સ્કૂલ સરકારના આ નિર્ણયના વિરોધમાં આવી ગયા છે. ખાનગી સ્કૂલોના વિરોધનુ કારણ એ છે કે સરકારે કહ્યુ છે કે પૂરક પરીક્ષામાં ખાનગી સ્કૂલોની બિલ્ડિંગનો ઉપયોગ કરવા દેવામાં આવશે નહિ અને ખાનગી સ્કૂલોમાં તે પરીક્ષા થશે નહિ.

આ તરફ એટલા પરીક્ષાર્થી આવી ગયા કે સર્વર જ ક્રેશ થઈ ગયુ

આ તરફ એટલા પરીક્ષાર્થી આવી ગયા કે સર્વર જ ક્રેશ થઈ ગયુ

ગુજરાતમાં ટ્રાફિકની ઑનલાઈન પરીક્ષા દરમિયાન ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. અહીં ટ્રાફિક નિયમોની સમજ પરખવા માટે થયેલી પરીક્ષામાં 22000 લોકો શામેલ થયા. એટલા પરીક્ષાર્થી આવી ગયા કે સર્વર જ ક્રેશ થઈ ગયુ. બાદમાં જ્યારે પરિણામ આવ્યુ તો જણાવવામાં આવ્યુ કે ટ્રાફિક ડીસીપીએ ટૉપ કર્યુ છે.

મધ્ય પ્રદેશમાં ભીષણ માર્ગ અકસ્માત, 3 બાળકો સહિત 8ના મોત

English summary
Gujarat Board Supplementary Examination Timetable Released
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X