For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત બજેટ 2018-19 : નવી સરકાર આજે રજૂ કરશે બજેટ

નાણાં મંત્રી નીતિન પટેલ આજે ગાંધીનગર ખાતે નાણાંકીય વર્ષ 2018-19માં અંદાજપત્ર રજૂ કરશે. ત્યારે ગુજરાત બજેટ 2018-19 વિષે વધુ વિગતો વિગતવાર વાંચો અહીં.

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર ખાતે વિધાનસભામાં આજે નાણાં મંત્રી નીતિનભાઇ પટેલ, નાણાંકીય વર્ષ 2018-19 માટે અંદાજપત્ર રજૂ કરશે. ઉલ્લેખનીય છે કે માંડ માંડ જીતીને આવેલી રૂપાણી સરકાર માટે વિધાનસભામાં આ બજેટ રજૂ કરવું અને પસાર કરવું આવનારા સમયમાં મુશ્કેલ ચોક્કસથી બની રહેશે. વધુમાં જીએસટી રજૂ થયા પછી ગુજરાત સરકાર નાણાંકીય વર્ષ માટે બજેટ રજૂ કરી રહી છે. ત્યારે જોવાનું તે રહે છે કે નીતિન ભાઇની પોટલીમાંથી ખેડૂતો અને પ્રજા માટે શું નીકળે છે. સાથે જ તમને જણાવી દઇએ કે ગુજરાત વિધાનસભામાં નીતિન પટેલનું આ પાંચમી વાર બજેટ રજૂ કરી રહ્યા છે. જો કે આ મામલે વિજય રૂપાણીએ પ્રજાલક્ષી બજેટ આપવાની વાત કરી હતી. અને 2019ની વિધાનસભાની ચૂંટણી આવી રહી હોવાથી તેમની આ વાત કદાચ સાચી પણ પડે તો નવાઇ નહીં.

Gujarat Budget 2018-19

ઉલ્લેખનીય છે કે 2017-18માં નાણાંકીય બજેટનું કદ 1,72,179,24 કરોડ હતું. ત્યારે આ વખતે મંદી વચ્ચે સરકાર કેટલાનું બજેટ રજૂ કરે છે તે જોવું રહ્યું. એક તરફ આર્થિક મંદી, બીજી તરફ જીએસટીના કારણે થતી ઓછી આવક અને ત્રીજી તરફ ખેડૂતોને 2019ની ચૂંટણીમાં ખુશ કરવાની લાયની વચ્ચે નીતિનભાઇ પટેલનું આ બજેટ પ્રજાને કંઇ લાભકારી નીતિઓ આપે છે તે આજે બપોરે 1 વાગ્યાની આસપાસ ખબર પડી જશે. બપોરે 1 વાગ્યા જેવું નાણાં પ્રધાન નીતિનભાઇ પટેલ બિલ રજૂ કરશે. વળી પાટણ દલિત મુદ્દાના કારણે પણ કાલની જેમ આજે પણ વિધાનસભા સત્ર દરમિયાન હાબોળા થાય તેવી પણ સંભાવના રહેલી છે. તે વાત તો ચોક્કસથી છે કે રોજગારી, ખેડૂતોના પ્રશ્નો, રસ્તા અને પાણીના પ્રશ્નો અને મોંધવારી જેવા સળગતા પ્રશ્નોમાં પ્રજાને રાહત થાય તેવી આશા આ બજેટ માટે સામાન્ય લોકોને ચોક્કસથી છે. તો શું નીતિન ભાઇ પટેલ લોકોની આશા પર ખરા ઉતરે છે કેમ તે 1 વાગે જાણવા મળશે.

English summary
Gujarat Budget 2018-19: Nitin Patel will present the budget today. Read more news on this story here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X