Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Gujarat Budget 2021: ગુજરાતના ઈતિહાસનુ સૌથી મોટુ 2.27 લાખ કરોડનુ બજેટ નીતિન પટેલે રજૂ કર્યુ

ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી નીતિન પટેલે ગુજરાતના ઈતિહાસનુ સૌથી મોટુ 2.27 લાખ કરોડનુ બજેટ રજૂ કર્યુ.

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી નીતિન પટેલે ગુજરાતના ઈતિહાસનુ સૌથી મોટુ 2.27 લાખ કરોડનુ બજેટ રજૂ કર્યુ. જેમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે 11 હજાર 323 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ મહિલા અને બાળ વિકાસ માટે 3511 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત સ્ટેચ્યુ ઑફ યુનિટી માટે 652 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

nitin patel

ગુજરાતના બજેટમાં કૃષિ ખેડૂત અને કલ્યાણ સહાકાર વિભાગ માટે 7232 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ જળ સંપત્તિ વિભાગ માટે 5494 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ માટે 32719 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જયારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 11323 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે 4353 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આદિજાતિ વિકાસ વિભાગ માટે 2656 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

ગુજરાતના ઉપ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ બજેટ શરૂ કરતા પહેલા એક કવિતા વાંચી હતી કે, 'અડીખમ છીએ અને છીએ મક્કમ અમે, પ્રજાનો છે સાથ અમને, ગુજરાતને અમે નવી ઉંચાઈએ લઈ જવાના, સૌના સાથ અને વિશ્વાસથી આગળ વધી જવાના અમે'. બજેટ રજૂ કરતા પહેલા તેમણે કોરોના મહામારીના સંકટ અને તે દરમિયાન સરકારે કરેલી ઉત્કૃષ્ટ કામગીરીનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યુ કે પીએમ મોદીએ ખુદ વેક્સીન લઈને દેશને પ્રેરણા પૂરી પાડી. કોરોનાની મહામારીમાંથી આપણે બહાર આવી રહ્યા છીએ. કોરોના કાળમાં તમામ આરોગ્ય અધિકારીઓની કામગીરી પ્રશંસનીય રહી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X