For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Budget 2021 in PDF Download: નીતિન પટેલના બજેટમાં ગુજરાતીઓ માટે અઢળક ભેટ

Gujarat Budget 2021 in PDF Download: નીતિન પટેલના બજેટમાં ગુજરાતીઓ માટે અઢળક ભેટ

|
Google Oneindia Gujarati News

નાણામંત્રી નીતિન પટેલે આજે ગુજરાત રાજ્યનું 77મું બજેટ રજૂ કર્યું છે. આ બજેટ રજૂ કરતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે- જ્યારે દેશભરમાં કોરોનાનો કાળ ચાલી રહ્યો છે ત્યારે આવા કપરા સમયમાં દેશની અર્થવ્યવસ્થા સાચવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આત્મનિર્ભર ભારત પેકેજના માધ્યમથી સંખ્યાબંધ રાહતો આપવામાં આવી છે. આપણી ગુજરાત સરકારે પણ 14 હજાર કરોડની માતબર રકમનું આત્મનિર્ભર ગુજરાત પેકેજ અમલમાં મૂકી સમાજના દરેક સ્તરના ધંધા રોજગાર્થીઓને આર્થિક સક્ષમતા જાળવી રાખવા સહાય કરી છે.

આ દરમ્યાન તેમમે જણાવ્યું કે જાન્યુઆરી 2021માં રાજ્યના જીએસટીની આવક 3413 કરોડ હતી જે અગાઉના તમામ મહિનાઓ કરતા વધારે છે. ફેબ્રુઆરી 2021ની જીએસટીની આવક 3514 કરોડ નોંધાયેલ છે.

ગુજરાત બજેટ રજૂ કર્યું

ગુજરાત બજેટ રજૂ કર્યું

આદિજાતિના વિકાસ માટે સરકારે 13 વર્ષમાં 96000 કરોડ રૂપિયા વાપર્યા છે. હવે રાજ્ય સરકારે આગામી પાંચ વર્ષ માટે વન બંધુ કલ્યાણ યોજના -2 માટે 1 લાખ કરોડની જાહેરાત કરી છે. આ યોજના દ્વારા 14 જિલ્લાના 53 તાલુકાના 5884 ગામોની 90 લાખની વસ્તી ધરાવતા આદિજાતિ સમાજના વ્યક્તિગત અને સામુદાયિક લાભો સુનિશ્ચિત કરી તેઓના અધિકારો અને સંસ્કૃતિક અસ્મિતાનું જતન કરવામાં આવશે.

ગુજરાત બજેટ જાહેર

ગુજરાત બજેટ જાહેર

આ ઉપરાંત 50 હજાર કરોડની સાગરખેડુ સર્વાંગી કલ્યાણ યોજનાની જાહેરાત કરી, આ ઉપરાંત આગામી પાંચ વર્ષમાં સરકારી કચેરીઓ, બોર્ડ કોર્પોરેશનમાં, અનુદાનિક સંસ્થાઓમાં અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં લાયકાત ધરાવતા અંદાજે 2 લાખ યુવાનોની નવી ભરતી કરવામાં આવશે. આગામી પાંચ વર્ષમાં મેન્યુફેક્ચરિંગ, ફાર્મા, એનર્જી, એન્જીનિયરિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આઈટી, પ્રવાસન, હોસ્પિટાલિટી, ફુડ પ્રોસેસિંગ, બેન્કિંગ, સર્વિસ સેક્ટર જેવા વિવિધ ક્ષેત્રોમાં યુવાનો માટે 20 લાખ રોજગારીની તકો ઉભી કરવામાં આવશે.

ગુજરાત બજેટ જાહેર

ગુજરાત બજેટ જાહેર

કૃષિ કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ 7232 કરોડની જોગવાઈ, બાગાયત ખાતાની યોજના માટે કુલ 442 કરોડની જોગવાઈ, જળસંપત્તિ વિભાગ માટે 5494 કરોડની જોગવાઈ, આદિજાતિ વિસ્તાર માટે કુલ 1349 કરોડની જોગવાઈ કરવામાં આવી, કલ્પસર વિભાગ માટે કુલ 1501 કરોડની જોગવાઈ કરવામાં આવી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 11,323 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી, મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ 3511 કરોડની જોગવાઈ કરવામાં આવી, પાણી પુરવઠા વિભાગ માટે કુલ 3974 કરોડની જોગવાઈ કરવામાં આવી.

Gujarat Budget 2021: તાજમહેલ કરતાં પણ વધુ લોકો સ્ટેચ્યુ ઑફ યુનિટીને જોવા આવ્યાGujarat Budget 2021: તાજમહેલ કરતાં પણ વધુ લોકો સ્ટેચ્યુ ઑફ યુનિટીને જોવા આવ્યા

Download Gujarat Budget 2021 PDF

English summary
Gujarat Budget 2021 in Gujarati PDF
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X