Gujarat Budget 2021: PM મોદીના વડનગરમાં 13 કરોડના ખર્ચે બનશે એથ્લેટીક ટ્રેક અને સ્પોર્ટસ હોસ્ટેલ
ગાંધીનગરઃ ઉપમુખ્યમંત્રી અને નાણામંત્રી હાલમાં ગુજરાત વિધાનસભામાં વર્ષ 2021-21 માટે રાજ્યનુ અંદાજપત્ર રજૂ કરી રહ્યા છે. બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી નીતિન પટેલે જણાવ્યુ કે આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતન વડનગર ખાતે 13 કરોડ રૂપિયાના ખર્ચે એથ્લેટીક ટ્રેક અને સ્પોર્ટસ હોસ્ટેલ બનાવવામાં આવશે. રાજ્ય સરકારના બજેટમાં ધારાસભ્યો માટે નવા નિવાસ સ્થાન બનાવવાની પણ જાહેરાત નાણામંત્રીએ બજેટ રજૂ કરતી વખતે કરી.
આ ઉપરાંત નાણામંત્રીએ જણાવ્યુ કે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે બાળકો માટે ટોય મ્યુઝિયમ બનાવવામાં આવશે તેમજ વિધાનસભા પરિસરમાં ગુજરાતનો ઈતિહાસ દર્શાવતુ અત્યાધુનિક સંગ્રહાલય પણ બનાવવામાં આવશે. વડોદરા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી ખાતે લાઈટ એન્ડ સાઉન્ડ શોની સુવિધા વિકસાવવા માટે 5 કરોડની જોગવાઈ કરવામાં આવી. વળી, સ્વર્ગીય શ્યામજી કૃષ્ણવર્મા મેમોરિયલ, માંડવી-કચ્છના આધુનિકીકરણ માટે 15 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જિલ્લા કક્ષાના ગ્રંથાલયો અપગ્રેડ કરી સ્માર્ટ લાઈબ્રેરી બનાવવા માટે 5 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
Gujarat Budget 2021: બે લાખ નવી ભરતીની નાણામંત્રીની જાહેરાત