For Daily Alerts
ગુજરાત બજેટની તારીખ થઇ જાહેર, જાણો શું છે ગુજરાતીઓને અપેક્ષા
ગુજરાત સરકારનું બજેટ સત્ર પહેલી માર્ચથી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટની આજે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સરકાર 2જી માર્ચે 2021-22ના નાણાંકીય વર્ષનું બજેટ રજૂ કરશે. 1 માર્ચથી વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે. ઓછામાં ઓછા 24 દિવસ સુધી બજેટ સત્ર ચાલશે. માર્ચ બીજા અથવા ત્રીજા દિવસે અંદાજપત્ર રજૂ કરાશે. અંદાજપત્ર પરની સામાન્ય ચર્ચા માટે 5 દિવસ ફાળવવામાં આવશે.
બજેટના પ્રથમ દિવસે રાજ્યપાલ સભાગૃહને સંબોધિત કરશે. રાજ્યપાલ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી અને કેશુભાઇ પટેલને શ્રદ્ધાંજલી આપશે. અંદાજપત્રની માંગણીઓ પરની 12 દિવસ ચર્ચા થશે. લવ જેહાદ સુધારા સહિતના વિધેયકો રજૂ થશે. આ ઉપરાંત બજેટ સત્રમાં કેગના ઓડિટ અહેવાલ પણ રજૂ થશે.
કૃષિ કાયદા સામે મમતા સરકારે રજુ કર્યો પ્રસ્તાવ, ભાજપે સદનમાં લગાવ્યા જય શ્રી રામના નારા