For Daily Alerts
ગુજરાત પેટા ચૂંટણી: કરજણથી ભાજપના ઉમેદવાર અક્ષય પટેલની જીત
ગુજરાતમાં આજે ખાલી પડેલી 8 વિધાનસભા બેઠકો પર યોજાયેલી ચૂંટણીની મતગણતરી થઇ હતી. આ 8 બેઠકોમાં ભારતીય જનતા પાર્ટીએ વિજય પતાકો લહેરાવ્યો હતો. કરજણ વિધાનસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના અક્ષય પટેલનો વિજય થયો હતો. અક્ષય પટેલને 55.91 ટકા મત મળ્યા હતા.

ભરૂચ : ભાજપના વિજેતા ઉમેદવાર અક્ષય પટેલ સાથે વન ઇન્ડિયાની ખાસ વાતચીત
જીતની ખુશીમાં અક્ષય ભાઇનું તેમના ગામ લીલોક ખાતે ગામલોકોએ ભવ્ય સ્વાગત કર્યું હતુ અને લોકોએ આનંદ વ્યક્ત કર્યો હતો. બીજેપી નેતાએ તેમને ચૂંટવા બદલ લોકોનો આભાર માન્યો હતો. તેમણે આ વિસ્તારમાં વિકાસના કામો કરી લોકોની સેવા કરવાની ખાતરી આપી હતી.
આ વિજય જનતાનો વિજય છે અને 2022ની ચૂંટણીનુ ટ્રેલર છેઃ CM વિજય રૂપાણી