By Poll Exit Poll: પેટા ચૂંટણીમાં ભાજપની બલ્લે- બલ્લે, ગુજરાતમાં ભગવો લહેરાશે
આજે બિહાર વિધાનસભા ચૂંટણીની સાથે જ ગુજરાત, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ પેટા ચૂંટણીના એક્ઝિટ પોલ પણ જાહેર થઈ ગયા છે. ઈન્ડિયા ટુડે એક્સિસ માઈ ઈન્ડિયાના એક્ઝિટ પોલનું માનીએ તો 3 નવેમ્બરે થયેલ પેટા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશથી લઈ મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં ભગવો લહેરાઈ શકે છે. જણાવી દઈએ કે બિહાર ચૂંટણીની સાથે 10 રાજ્યોની 54 વિધાનસભા સીટ પર ચૂંટણી પંચે પેટા ચૂંટણી કરાવી છે, જેમાં ભાજપ શાસિત ત્રણ મહત્વપૂર્ણ રાજ્યોમાં પાર્ટીની પકડ યથાવત રહે તેવું અનુમાન જતાવવામાં આવ્યું છે. જણાવી દઈએ કે 3 નવેમ્બરે મધ્ય પ્રદેશની 28, ગુજરાતની 8 અને ઉત્તર પ્રદેશની 7 વિધાનસભા સીટ પર પેટાચૂંટણી થઈ હતી. જ્યાં 10 નવેમ્બરે મતગણતરી કરવામાં આવશે.
એક્ઝિટ પોલ મુજબ ગુજરાતની પેટા ચૂંટણીમાં ભગવો લહેરાઈ શકે છે. આ એક્ઝિટ પોલ મુજબ ભાજપના ખાતામાં 8માંથી 6થી 7 સીટ જતી જણાઈ રહી છે. જ્યારે કોંગ્રેસ ના હાથમાં શૂન્યથી 1 સીટ જ આવી રહી છે. જણાવી દઈએ કે આ આઠ સીટ પર ભાજપનો વોટ શેર 49 ટકા અને કોંગ્રેસનો વોટ શેર 40 ટકા રહ્યો. જ્યારે બાકીની લોકલ પાર્ટીઓને ગુજરાતમાં માત્ર 11 ટકા વોટ મળ્યાનું જ અનુમાન છે.