For Quick Alerts
For Daily Alerts
Gujarat By-Poll Election Result: ગુજરાતની સાત સીટ પર ભાજપની લીડ
મતગણતરીના છઠ્ઠા રાઉન્ડ બાદ મોરબી સીટ પર કોંગ્રેસના જયંતિલાલ પટેલે બઢત હાંસલ કરી છે. જ્યારે ભાજપે અન્ય સાત સીટ ડાંગ, કરજણ, લિંબડી, ગઢડા, અબડાસા, ધારી અને કપરાડા પર લીડ હાંસલ કરેલી છે. શરૂઆતી રાઉન્ડમાં પેટાચૂંટણીની મતગણતરીમાં કરજણથી કોંગ્રેસના કિર્તી સિંહ જાડેજાએ લીડ મેળવી હતી. કોવિડ પ્રોટોકોલ સાથે મતગણતરી થઈ રહી છે. બધા જ મતગણતરી કેન્દ્રો પર મેડિકલ ટીમ તહેનાત કરી દેવામાં આવી છે અને માસ્ક, સોશિયલ ડિસ્ટેન્સિંગ વગેરે જેવા નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે.
ગુજરાત પેટાચૂંટણીની મતગણતરીની હાઈલાઈટ
- આ વર્ષે જૂન મહિનામાં રાજ્યસભા ચૂંટણી વખતે કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામાં આપતાં સીટ ખાલી થઈ હતી. પછી જેમાંના પાંચ ધારાસભ્યોએ ભગવો ધારણ રી લીધો હતો અને સત્તા પક્ષે તેમને તેમની જ સીટ પરથી પેટાચૂંટણીમાં ઉભા કર્યા છે.
- અબડાસા, લિંબડી, મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ અને કપરાડા વિધાનસભા સીટ પર 3 નવેમ્બરે થયેલ પેટાચૂંટણીમાં 60.75 ટકા વોટિંગ થયું હતું.
- કુલ 81 ઉમેદવારોએ આ પેટાચૂંટણીમાં પોતાની કિસ્મત અજમાવી. ટૂડે એક્સિસ એક્ઝિટ પોલ મુજબ ગુજરાતમાં ભાજપ 49 ટકા વોટ શેર સાથે છથી સાત સીટ પર જીતી રહી છે જ્યારે કોંગ્રેસ 40 વોટશેર સાથે 0થી 1 સીટ જીતી રહી છે. અન્ય પાર્ટીઓને 11 ટકા વોટ શેર મળ્યા હોવાનું અનુમાન છે જેઓ પોતાનું ખાતું પણ નહિ ખોલાવી શકે.
Gujarat Bypoll Results 2020: 8 વાગ્યેથી મતગણતરી શરૂ, થોડીવારમાં જ રિઝલ્ટ આવવા લાગશે