For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત પેટા ચૂંટણી : કોંગ્રેસનો વ્યૂહ ભાજપની રણનીતિને નિષ્ફળ બનાવી શકશે?

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 20 ઓગસ્ટ : ગુજરાતમાં લોકસભાની એક અને વિધાનસભાની નવ બેઠકો માટે 13 સપ્‍ટેમ્‍બર, 2014ના રોજ યોજાનારી પેટાચૂંટણી માટે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા હાથ ધરવા ગુજરાત ભાજપ અને ગુજરાત કોંગ્રેસ બંને પક્ષોએ કમર કસી છે. આ સંદર્ભમાં બંને પક્ષોમાં બેઠકોનો દોર શરૂ થઇ ગયો છે. બંને પક્ષોમાં પક્ષની ઉમેદવાર પસંદગી પ્રક્રિયા આરંભી દેવામાં આવી છે.

આ વખતે છેલ્લા 14 વર્ષમાં પ્રથમવાર એવું બની રહ્યું છે કે ગુજરાત ભાજપને મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીની આગેવાની મળવાની નથી. આ બાબતનો ફાયદો ઉઠાવવા માટે કોંગ્રેસે ખાસ વ્યૂહરચના ઘડી છે.

વાંચો : ગુજરાતની પેટા ચૂંટણીઓ માટે કયા ઉમેદવારોના નામનો ગણગણાટ શરૂવાંચો : ગુજરાતની પેટા ચૂંટણીઓ માટે કયા ઉમેદવારોના નામનો ગણગણાટ શરૂ

પ્રાપ્ત માહિતી અનુસારગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની પાર્લિઆમેન્ટ્રી બોર્ડની એક બેઠક મંગળવાર 19 ઓગસ્ટે મળી ચૂકી છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડીયાના અધ્‍યક્ષ સ્‍થાને મળેલી આ બેઠકમાં આ પેટાચૂંટણીઓમાં મોટા માથાઓને જ ટિકીટ આપવાની દિશામાં સક્રિય વિચારણા કરવામાં આવી હતી. ઔપચારિકતા પુરી કરવા સ્‍થાનિક કક્ષાના આગેવાનોનો પણ પેનલમાં સમાવેશ કરવાનો નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે.

બીજી તરફ ભાજપની સ્થાનિક પાર્લિઆમેન્ટ્રી બોર્ડની બેઠક આજે મળશે અને તેમાં પસંદગી સમિતિની રચના કરીને કાર્યવાહીનો આરંભ કરવામાં આવશે. તેમાં બૂથ લેવલ પર કેવી રીતે મજબૂતી મેળવવી તેની પણ વિચારણા કરવામાં આવી છે.

ગુજરાતમાં બંને પક્ષોએ પોતાની નબળાઇઓ અને શક્તિઓને આધારે ચૂંટણીની રણનીતિ ઘડી છે. જોવાનું એ રહેશે કે આ વખતે કોની રણનીતિ વધારે શક્તિશાળી અને અસરદાર સાબિત થઇને સામા પક્ષનો કચ્ચરઘાણ વાળશે.

વર્તમાન સમયમાં ભાજપ અને કોંગ્રેસ સામે કેવા પડકાર છે અને કોણ કેવો વ્યૂહ ઘડશે તે જાણવા આગળ ક્લિક કરો...

ભાજપમાં ઉમેદવારોની ચયન પ્રક્રિયા

ભાજપમાં ઉમેદવારોની ચયન પ્રક્રિયા


ભાજપના ઉમેદવારોની પંસદગી નિરીક્ષકોની એક ટીમ એક જે તે વિધાનસભા મતવિસ્તારમાં બે દિવસ જઇને સ્થિતિનો ક્યાસ કાઢીને કરે છે. આ ટીમમાં એક મહિલાના સહિત ત્રણ સભ્યોની ટુકડી હોય છે. આ ટીમ નામની યાદી તૈયાર કરશે.

આ યાદીને 22 ઓગસ્ટે મળનારી ભાજપની પાર્લામેન્‍ટરી બોર્ડની બેઠકમાં રજૂ કરાશે. તેમાંથી ત્રણ સંભવિત ઉમેદવારોના નામોની પેનલ તૈયાર કરાશે. ત્યાર બાદ 23 ઓગસ્ટે ગુજરાતના મુખ્‍યમંત્રી આનંદીબેન પટેલ તથા ભાજપના પ્રદેશ મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા આ યાદી લઈ દિલ્‍હી જશે. દિલ્હીમાં વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના અધ્‍યક્ષ સ્‍થાને મળનારી કેન્‍દ્રિય પાર્લામેન્‍ટરી બોર્ડની બેઠકમાં ઉમેદવારોના નામની પસેદગી બાદ જાહેરાત કરાશે.

કોંગ્રેસમાં ઉમેદવારોની ચયન પ્રક્રિયા

કોંગ્રેસમાં ઉમેદવારોની ચયન પ્રક્રિયા


ગુજરાત કોંગ્રેસના અગ્રણી નેતાઓની એક બેઠક 19 ઓગસ્ટે મળી હતી. જેમાં સ્‍થાનિક સ્‍તરે મજબુત પકડ ધરાવતા આગેવાનોને જ ચૂંટણી મેદાનમાં ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે પેટા ચૂંટણીની બેઠક દીઠ ત્રણ સંભવિત ઉમેદવારની પેનલ તૈયાર કરવામાં આવી છે. આ યાદી લઈ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડીયા સહિત કોંગ્રેસના અન્‍ય આગેવાનો આજે દિલ્‍હી પહોંચીને હાઈકમાન્‍ડને સુપરત કરશે. કોંગ્રેસ અધ્યક્ષાની મંજુરી બાદ 24 ઓગસ્‍ટે ઉમેદવારોના નામોની જાહેરાત થશે.

કોણ મારે છે ઉમેદવારના નામ પર મંજુરીની મહોર?

કોણ મારે છે ઉમેદવારના નામ પર મંજુરીની મહોર?


ભાજપમાં ઉમેદવારના નામ પર મંજુરીની અંતિમ મહોર નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય પસંદગી સમિતીના સભ્યો મારે છે. જ્યારે કોંગ્રેસમાં ઉમેદવારોના નામની પસંદગી રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધી, ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને સલાહકાર અહેમદ પટેલ કરે છે.

કોંગ્રેસને માટે પ્લસ પોઇન્ટ

કોંગ્રેસને માટે પ્લસ પોઇન્ટ


આ વખતે ગુજરાતમાં કોંગ્રેસ માટે સૌથી મોટો પ્લસ પોઇન્ટ એ છે કે નરેન્દ્ર મોદી ગુજરાતમાં નથી. જેના કારણે તેમના પ્રભાવ ઓછો થયો હોવાની ધારણાનો લાભ કોંગ્રેસને મળી શકે છે.

ભાજપને માટે પ્લસ પોઇન્ટ

ભાજપને માટે પ્લસ પોઇન્ટ


ભાજપને નરેન્દ્ર મોદી બાદ રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી મળ્યા છે. મહિલા કલ્યાણનો મુદ્દો આગળ ધરીને તેઓ મતદારોને સરળતાથી રિઝવી શકે છે.

કોંગ્રેસના પડકારો

કોંગ્રેસના પડકારો


કોંગ્રેસમાં આંતરિક મડાગાંઠ સૌથી મોટો પડકાર છે. બીજી બાબત એ છે કે ટીકિટ ફાળવણીમાં ઉમેદવારનો જે તે બેઠક પર દબદબો જોવાને બદલે વ્હાલા દવલાની નીતિ અપનાવીને ટીકિટ ફાળવવામાં આવે છે. કોંગ્રેસ છેલ્લી ઘડીએ પૂરમાં પાળ બાંધવા બેસે છે.

ભાજપના પડકારો

ભાજપના પડકારો


ભાજપ પાસે આ વખતે મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીનું નામ નથી. નવા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ માટે આ પ્રથમ વિધાનસભા ચૂંટણી હોવાથી તેમની પોતાની પરીક્ષા થવાની છે. ત્યારે વિકાસના મુદ્દાઓને આગળ ધરવા સિવાય અન્ય કોઇ ઉપાય નથી. આ સ્થિતિનો લાભ લેવા કોંગ્રેસ વધારે આક્રમક બને તેનો સામનો પણ કરવો પડી શકે એમ છે.

English summary
Gujarat bye election : Is Congress strategy able to beat BJP strategy this time?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X