For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત પેટા ચૂંટણી : ભાજપ, કોંગ્રેસે વડોદરા લોકસભા સહિત બેઠકોના ઉમેદવારો જાહેર કર્યા

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 26 ઓગસ્ટ : દેશભરમાં લોકસભા ચૂંટણી 2014 બાદ ખાલી પડેલી વિધાનસભા અને લોકસભા બેઠકો પર સમગ્ર દેશમાં એક સાથે 13 સપ્ટેમ્બરે પેટા ચૂંટણી યોજાવાની છે. આ માટે ગુજરાત ભાજપે 10 બેઠકો માટે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જ્યારે ગુજરાત કોંગ્રેસે હજી સુધી પાંચ બેઠકો માટે જ ઉમેદવારો જાહેર કર્યા છે.

ભાજપે આજે લોકસભા બેઠક વડોદરા પર તેમના ઉમેદવાર તરીકે રંજનબેન ભટ્ટના નામની જાહેરાત કરી છે. જ્યારે અન્ય નવ વિધાનસભા બેઠકો માટેના ઉમેદવાર આ મુજબ જાહેર કર્યા છે.

congress-logo-bjp-logo

ડીસા - લેબજી ચમન ઠાકોર
મણિનગર - સુરેશ પટેલ
ટંકારા - બાવનજીભાઇ પટેલ
ખંભાળિયા - મૂળુભાઇ બેરા
માંગરોળ - લક્ષમણભાઇ યાદવ
તળાજા - શિવાભાઇ ગોહિલ
આણંદ - રોહિતભાઇ પટેલ
માતર - કેસરીસિંહ જેસાણભાઇ સોલંકી
લીમખેડા - જોખાભાઇ ભૂરિયા વીંછીયા

જાણો : ગુજરાતમાં પેટા ચૂંટણીઓનો કાર્યક્રમજાણો : ગુજરાતમાં પેટા ચૂંટણીઓનો કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાલી કરેલી વડોદરાની લોકસભા બેઠક માટે કોંગ્રેસે નરેન્દ્ર રાવતને ઉતાર્યા છે. આ પૂર્વે નરેન્દ્ર મોદી સામે ઉતરેલા મધુસૂજન મિસ્ત્રી ખરાબ માર્જીનથી હાર્યા હતા. આ ઉપરાંત પાંચ વિધાનસભા બેઠકો માટે કોંગ્રેસે જે ઉમેદવાર જાહેર કર્યા છે તે નીચે મુજબ છે.

મણિનગર - વિજય કેલ્લાના પુત્ર જતીન કેલ્લા
ટંકારા - દિલીપ સરડવા
જામખંભાળિયા - મેરામણ ગોરિયા
આણંદ - કાન્તિ સોઢા પરમાર
લીમખેડા - છત્રસિંહ મોરી

અન્ય ચાર બેઠકો માટેના ઉમેદવારોની યાદી આગામી એક બે દિવસમાં જાહેર થાય તેવી શક્યતા છે.

English summary
Gujarat bye elections : BJP, Congress declares candidates including Vadodara lok Sabha seat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X