જેમના જમાઈ બીજાની જમીન ખઈ જાય એ બીજાની જમીન શું બચાવશે?: સ્મૃતિ ઈરાની
વડોદરાઃ ગુજરાત પેટાચૂંટણીમાં પ્રચાર કરવા પહોંચેલા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યુ છે. વડોદરામાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યુ કે કોંગ્રેસ ખેડૂતોને મહોરા બનાવી રહી છે. સ્મૃતિ ઈરાનીએ કહ્યુ કે કોંગ્રેસ એક ડૂબતુ જહાજ છે. સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઈ અને પ્રિયંકા ગાંધીના પતિ પર પણ નિશાન સાધ્યુ. સ્મૃતિ ઈરાની કહ્યુ, 'જેમના જમાઈ ખેડૂતોની જમીન ખઈ જાય, એ બીજા ખેડૂતોની જમીન શું ખાક બચાવશે?' ઈરાનીએ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર કટાક્ષ કરીને કહ્યુ કે એ કોઈ નથી જાણતુ કે તે ક્યારે રજાઓ પર જતા રહે.
કોંગ્રેસે નક્કી કરવાનુ છે કે તેમના નેતા કોણ છેઃ સ્મૃતિ ઈરાની
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનુ નામ લીધા વિના ઈરાનીએ કહ્યુ કે શું કોઈ એવુ છે જે બતાવી શકે છે કે તે ક્યારે રજાઓ પર જતા રહેશે. ઈરાનીએ કહ્યુ, કોંગ્રેસે એ નિર્ણય લેવાની જરૂર છે કે છેવટે તેમના નેતા કોણ છે, તે એક વ્યક્તિ છે કે આખો પરિવાર છે. સ્મૃતિ ઈરાનીએ કહ્યુ કે જો રાજકારણમાં તમે એક પરિવારના મોહમાં અંધ છો તો તમે ગરીબો અને મધ્યમ વર્ગના નાગરિકોનુ દુઃખ નહિ સમજી શકો. સ્મૃતિ ઈરાની મોરબીથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બૃજેશ મેરજા માટે પ્રચાર કરવા પહોંચ્યા હતા. મોરબી ગુજરાતના આઠ વિધાનસભા ક્ષેત્રોમાંનુ એક છે જ્યાં ત્રણ નવેમ્બરે પેટા ચૂંટણી થવાની છે.
મહામારીના સમયે કોંગ્રેસ નેતા ક્યાં હતા?
સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ પર આરોપ લગાવ્યો કે જ્યારે કોરોના ફેલાયો ત્યારે કોંગ્રેસના એક પણ નેતા લોકો વચ્ચે ગયા નથી અને બીજી તરફ ભાજપના કાર્યકર્તા દરેક પળ લોકો સાથે રહ્યા. સ્મૃતિ ઈરાનીએ કહ્યુ કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ તો સંસદમાં પણ હાજર નહોતા. તે રજાઓ પર ગયા હતા, તે ત્યારે ત્યાં નહોતા, જ્યારે લોકોને તેમની મદદની જરૂર હતી. તેમને(રાહુલ ગાંધી) ખબર છે કે તેમની પાર્ટી ડૂબી રહી છે ત્યારે પણ તે રજાઓ પર જતા રહે છે. ખબર નહિ આવતી વખતે ક્યારે નીકળી જાય.કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યુ કે એવી પાર્ટી પર પોતાનો વોટ બરબાદ ન કરો, ભાજપને સમર્થન કરો જેણે હંમેશા તમારી સેવા કરી છે. તે પાર્ટી પરિવારના મોહમાં અંધ થઈ ગઈ છે. માટે તે ગરીબો અને મધ્યમ વર્ગના લોકોનુ દુઃખ નહિ સમજી શકે.
#WATCH: jiske damad kisano ki zameen kha jaye, wo dusre kisano ki zameen kya khaak bachayenge: Union Minister and BJP leader Smriti Irani in Vadodara #GujaratBypolls (23.10.2020) pic.twitter.com/UJUeCzVcLN
— ANI (@ANI) October 23, 2020
દૂર્ગા પૂજા પર બંગાળી મહિલાઓ કેમ પહેરે છે રેડ બૉર્ડરની સાડી?