ગુજરાત પેટાચૂંટણીઃ ત્રણ સીટ પર ભાજપની તો ત્રણ પર કોંગ્રેસની જીત Gujarat
oi-Kalpesh Kandoriya
|
Updated: Thursday, October 24, 2019, 22:39 [IST]
21મી ઓક્ટોબરે ગુજરાત વિધાનસભાની 6 સીટ પર પેટાચૂંટણી યોજાઈ હતી. હવે આજે 24મી ઓક્ટોબરે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ થવા જઈ રહી છે. મતગણતરી માટે 600 જેટલા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને તહેનાત કરી દેવામાં આવ્યા છે. દરેક મતદાન કેન્દ્ર પર સ્થાનિક પોલીસ, સ્ટેટ રિઝર્વ પોલીસ અને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ એમ ત્રી સ્તરિય સુરક્ષા ગોઠવવામાં આવી છે. જણાવી દઈએ કે 21મી ઓક્ટોબરે થરાદ, રાધનપુર, ખેરાલુ, બાયડ, અમરાઈવાડી અને લુણાવાડા સીટનું મતદાન થયું હતું. ચૂંટણી પંચના નોટિફિકેશન મુજબ સવારના 8 વાગ્યે મતગણતરી શરૂ થઈ ગઈ છે. ત્યારે જોવાનું એ રહેશે કે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલ અલ્પેશ પટેલ અને ધવલ સિંહ ઝાલાને જનતા જનાર્દન સ્વીકારશે કે કેમ? ચૂંટણી પરિણામના લાઈવ અપડેટ અહીં મેળવો..
Maharashtra Haryana election results 2019 live: અહીં મેળવો હરિયાણા અને મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામ
Newest First Oldest First
અમદાવાદઃ કોંગ્રેસમાં બળવો કરી ભાજપમાં જોડાયેલ ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની દિવાળી બગડી. અલ્પેશ ઠાકોરે સપનેય નહિ વિચાર્યું હોય કે ધારાસભ્ય તરીકે રાજીનામું આપી દેવું તેને
હાર બાદ અલ્પેશ ઠાકોરે કહ્યું- જાતિગત રાજકારણને કારણે હાર્યો છું.
3 સીટ પર અણધારી જીત મળતાં કોંગ્રેસના ખેમામાં ખશીઓનો માહોલ
કોંગ્રેસે ઉત્તર ગુજરાતની 4માંથી 3 બેઠક જીતી, ખેરાલુ, લુણાવાડા અને અમરાઈવાડી બેઠક પર ભાજપની જીત
કોંગ્રેસે રાધનપુર સીટ પર અલ્પેશ ઠાકોરની સામે રઘુ દેસાઈને મેદાને ઉતાર્યા છે. રાધનપુર સીટની પરિણામ આવી ચૂક્યું છે. આ સીટ પર અલ્પેશ ઠાકોર હારી ચુક્યા છે.
ભાજપને વધુ એક ઝાટકો, રાધનપુરથી અલ્પેશ ઠાકોરની હાર, કોંગ્રેસના રઘુ દેસાઈની જીત, સત્તાવાર જાહેરાત થઈ.
રાધનપુરમાં કાંટાની ટક્કર, 22 રાઉન્ડના અંતે રઘુ દેસાઈ 3315 મતથી આગળ
રાધનપુર બેઠકમાં માત્ર એક રાઉન્ડ બાકી, કોંગ્રેસના ઉમેદવાર 4516 મતથી આગળ
લુણાવાડા બેઠક પર ભાજપના ઉમેદવાર જીજ્ઞેશ સેવકની જીત
અમિત ચાવડાએ ટ્વિટ કરી ગલાબસિંહ રાજપૂતને શુભેચ્છા પાઠવી
19મા રાઉન્ડના અંતે લણાવાડામાં ભાજપના ઉમેદવાર 16867 વોટથી આગળ
રાધનપુરમાં ભાજપના અલ્પેશ ઠાકોર પાછળ, કોંગ્રેસના રઘુ દેસાઈ 9141 મતથી આગળ
અમરાઈવાડીમાં 14મા રાઉન્ડની ગણતરી પૂરી થઈ, કોંગ્રેસના ઉમેદવાર 2151 વોટથી આગળ
થરાદથી કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે કહ્યું કે હું તમામ નાગરિકોનો અને મતદારોનો આભાર માનું છું.
ભાજપે થરાદ બેઠક ગુમાવી, કોંગ્રેસના ઉમેદવારે બીજી સીટ જીતી. હજુ ઑફિશિયલ જાહેરાત નથી થઈ.
હરિયાણામાં ભાજપ અને કોંગ્રેસ 35-35 સીટ પર આગળ
અમરાઈવાડીમાં કોંગ્રેસની લીડ ઘટી રહી છે જ્યારે થરાદમાં કોંગ્રેનસી લીડ વધી રહી છે.
બાયડથી કોંગ્રેસના ઉમેદવાર જશુભાઈ પટેલની જીત, થઈ સત્તાવાર જાહેરાત.
થરાદમાં કોંગ્રેસના ઉમેદવાર 3 હજાર વોટથી આગળ
13મા રાઉન્ડના અંતે કોંગ્રેસે રાધનપુરમાં વધુ લીડ બનાવી, અલ્પેશ ઠાકોર 8000થી વધુ મતથી પાછળ
બાયડ બેઠક પર ભાજપના ધવલ સિંહે હાર સ્વીકારી, ધવલ સિંહ ઝાલા મતદાન કેન્દ્રથી બહાર નિકળી ગયા.
થરાદ બેઠકમાં ભાજપના ઉમેદવાર જીવરાજભાઈ પટેલ આગળ, 900 વોટનો જ તફાવત.
અમરાઈવાડીમાં ભાજપને ઝાટકો 8મા રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવારને 15820 વોટ અને કોંગ્રેસના ઉમેદવારને 22760 વોટ મળ્યા છે.
રાધનપુરમાં 11 રાઉન્ડના અંતે લીડ કપાણી, કોંગ્રેસના રઘુ દેસાઈ હજુ 3816 વોટથી આગળ.
રાધનપુરમાં કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈ 4595 વોટથી આગળ, ભાજપના અલ્પેશ ઠાકોર પાછળ.
બાયડમાં કોંગ્રેસના જસુભાઈ 760 વોટથી આગળ, છેલ્લા રાઉન્ડની ગણતરી બાકી.
સાતમા રાઉન્ડના અંતમાં અમરાઈવાડીમાં કોંગ્રેસના ઉમેદવાર 7794 મતથી આગળ
થરાદમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર
બાયડમાં 23મા અને છેલ્લા મતગણતરી ચાલી રહી છે, કોંગ્રેસના ઉમેદવાર નજીવા અંતરે આગળ ચાલી રહ્યા છે. હવે માત્ર 2 ઈવીએમના જ મતની ગણતરી બાકી છે.
થરાદમાં 12મા રાઉન્ડના અંતે ભાજપ ફરી આગળ નિકળ્યું.
READ MORE
આજે સવારે આઠ વાગ્યે શરૂ થશે મત ગણતરી
મત ગણતરી માટે ત્રી સ્તરીય સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે.
મતગણતરી માટે 600 જેટલા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને તહેનાત કરી દેવામાં આવ્યા છે.
રાધનપુરમાં ભાજપના અલ્પેશ ઠાકોરની મુશ્કેલી વધી, સટ્ટા બજારમાં રઘુ દેસાઈ હૉટ ફેવરિટ
6 બેઠકો પર 42 ઉમેદવારોના ભાવીનો આજે ફેસલો થશે
તમામ ઉમેદવારોની હાજરીમાં મતદાન કેન્દ્રોના સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવી રહ્યા છે.
કુલ 19 રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવશે.
પાટણમાં મતગણતરીની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ થઈ
ખેરાલુથી પોસ્ટલ બેલેટમાં કોંગ્રેસના ઉમેદવાર આગળ. કોંગ્રેસના ઉમેદવારને 100 મત મળ્યા જ્યારે ભાજપના ઉમેદવારને પોસ્ટલ બેલેટમાં 85 મત મળ્યા.
બાયડમાં 71 પોસ્ટલ બેલેટ પર મતગણતરી શરૂ
બાયડમાં પોસ્ટ બેલેટની ગણતરીમાં કોંગ્રેસ આગળ
બાયડ બેઠક પર પોસ્ટલ બેલેટની મતગણતરી પૂર્ણ, હવે પ્રથમ રાઉન્ડની મતગણતરી શરૂ થઈ
રાધનપુર બેઠક પર કોંગ્રેસના રઘુ દેસાઈ પહેલા રાઉન્ડમાં 900 મતથી આગળ
થરાદ બેઠક પર ભાજપના ઉમેદવાર આગળ
બાયડ અને રાધનપૂરમાં કોંગ્રેસના ઉમેદવાર આગળ
ખેરાલુ બેઠક પર પહેલા રાઉન્ડમાં ભાજપ આગળ
ભાજપના ઉમેદવાર ધવલ સિંહ ઝાલા બીજા રાઉન્ડમાં પણ પાછળ
રાધનપુરમાં પહેલો રાઉન્ડ પૂર્ણ, કોંગ્રેસના રઘુભાઈ દેસાઈ 800 મતથી આગળ.
ખેરાલુની બેઠક પર ભાજપના ઉમેદવાર 1700થી વધુ મતથી આગળ
થરાદ બેઠક પર પણ ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે.
લુણાવાડા બેઠક પર પહેલા રાઉન્ડમાં કોંગ્રેસ આગળ
રાધનપુર બેઠક પર ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોર 880 અને બાયડ બેઠક પર ધવલસિંહ ઠાકોર 2200 વોટથી પાછળ
ચારેય રાઉન્ડમાં ભાજપના ધવલસિંહ ઝાલા પાછળ
બીજા રાઉન્ડમાં રાધનપુરમાં કોંગ્રેસના ઉમેદવાર માત્ર 6 મતથી આગળ
બાયડમાં પાંચ રાઉન્ડની મતગણતરી પૂર્ણ થયા બાદ કોંગ્રેસના ઉમેદવાર 5177 મતથી આગળ
6 રાઉન્ડના અંતે ખેરાલુમાં ભાજપના ઉમેદવાર 6000 વોટથી આગળ
ભાજપના ઉમેદવાર ત્રણ સીટ પર જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ત્રણ સીટ પર આગળ
બાયડમાં 6286 મતથી ભાજપના ઉમેદવાર ધવલ ઉમેદવાર પાછળ.
રાધનપુરમાં ત્રણ રાઉન્ડ પૂર્ણ, બીજા રાઉન્ડના અંતે અલ્પેશ ઠાકોર 6 મતે પાછળ હતો.
READ MORE
For Breaking News from Gujarati Oneindia.Get instant news updates throughout the day.
Allow Notifications
You have already subscribed