• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
LIVE

Gujarat Cabinet Swearing in Live Updates: ભૂપેન્દ્ર પટેલ ટીમમાં 25 નવા મંત્રીઓએ લીધા શપથ

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ગુજરાતમાં મુખ્યમંત્રી બદલાયા બાદ નવા મંત્રીમંડળના શપથ ગ્રહણ આજે બપોરે 1.30 વાગે થશે. મીડિયા રિપોર્ટ મુજબ નવા કેબિનેટમાં બધા જૂના મંત્રીઓને હટાવી દેવામાં આવશે. 27 નવા ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવશે. કાલે જ મંત્રીમંડળની રચના કરવાની હતી પરંતુ જૂનના મંત્રીઓની નારાજગીના કારણે તેને બુધવારે ટાળી દેવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર કેબિનેટ વિસ્તાર પહેલા પાર્ટીમાં આંતરિક કલેશની વાતો પણ સામે આવી રહી છે. જણાવવામાં આવી રહ્યુ છે કે ભૂપેન્દ્ર પટેલ આખા મંત્રીમંડળમાં ફેરફાર ઈચ્છે છે જેને લઈને પાર્ટીના ઘણા નેતા નાખુશ જણાઈ રહ્યા છે. આ મોટા સમાચાર પર અમારી નજર છે. પળેપળની લાઈવ અપડેટ માટે રિફ્રેશ કરતા રહો.

Newest First Oldest First
6:09 PM
બ્રિજેશ મેરજાને ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ શ્રમ અને રોજગાર ખાતું ફેળવવામાં આવ્યું
6:09 PM
રાજેન્દ્ર ત્રિવેદીને મહેસૂલ, કાયદા મંત્રાલય ફાળવવામાં આવ્યું.
6:08 PM
રાઘવજીને કૃષિ પશુપાલન ગૌસંવર્ધન ખાતું ફાળવવામાં આવ્યું.
2:08 PM
9 કેબિનેટ કક્ષાના પ્રધાન અને 15 રાજ્યકક્ષાના પ્રધાનો તરીકે શપથ લીધા.
2:07 PM
મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળની કદ 25નું થઈ ગયું છે.
2:02 PM
ગજેન્દ્રસિંહ પરમાર, રાઘવભાઈ મકવાણા, વિનોદભાઈ મોરડિયા, દેવાભાઈ માલમે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ લીધા.
1:57 PM
રાજ્યકક્ષાના મંત્રીઓ તરીકે મુકેશ પટેલ, નિમિષા સુથાર, કીર્તિસિંહ વાઘેલા, અરવિંદ રૈયાણી, કુબેર ડિંડોરે શપથ લીધા.
1:49 PM
રાજ્યકક્ષાના મંત્રીઓ તરીકે હર્ષ સંઘવી, મનીષા વકીલ, જગદીશ પંચાલ, બ્રિજેશ મેરજા, જીતુભાઈ ચૌધરીએ શપથ લીધા.
1:42 PM
કનુભાઈ દેસાઈ, કિરીટસિંહ રાણા, નરેશભાઈ પટેલ, પ્રદીપ પરમાર, અર્જૂનસિંહ ચૌહાણે શપથ લીધા.
1:37 PM
રાજેન્દ્ર ત્રિવેદીનુ મંત્રીમંડળમાં બીજુ સ્થાન રહેશે.
1:37 PM
કેબિનેટ કક્ષાના 5 મંત્રીઓ રાજેન્દ્ર ત્રિવેદી, જીતુભાઈ વાઘાણી, રાઘવજી પટેલ, ઋષિકેશ પટેલ, પૂર્ણેશ મોદીએ લીધા શપથ.
1:31 PM
રાજ્યપાલ દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંચ પર પહોંચ્યા.
1:25 PM
4.30 વાગે કેબિનેટના ખાતાની ફાળવણી કરવામાં આવશે.
1:22 PM
થોડી ક્ષણોમાં શરૂ થશે નવા મંત્રીમંડળની શપથવિધિ.
1:05 PM
નવી સરકારમાં 25 મંત્રીઓ લેશે શપથ.
1:04 PM
પૂર્વ મંત્રીઓ, ધારાસભ્યો અને આગેવાનો રાજભવન પહોંચવા લાગ્યા. રાજભવનમાં મંત્રીમંડળની શપથની તૈયારીઓ પૂર્ણ, થોડીવારમાં શપથવિધિ શરૂ.
12:52 PM
થોડી વારમાં શરૂ થશે નવા મંત્રીમંડળની શપથવિધિ.
12:45 PM
મંત્રીમંડળમાં ઉત્તર ગુજરાતમાંથી કોણ હશે? (1) ઋષીકેશ પટેલ, વિસનગર ( પટેલ ) (2) ગજેન્દ્ર પરમાર, પ્રાતિંજ (OBC ) (3) કિરિટસિંહ વાઘેલા, કાંકરેજ ( ક્ષત્રિય )
12:44 PM
મંત્રીમંડળમાં દક્ષિણ ગુજરાતમાંથી કોણ હશે? (1) નરેશ પટેલ, ગણદેવી ( ST ) (2) કનુ દેસાઈ, પારડી ( બ્રાહ્મણ ) (3) જીતુ ચૌધરી, કપરાડા (ST) (4) હર્ષ સંઘવી, મજુરા ( જૈન ) (5) મુકેશ પટેલ, ઓલપાડ (OBC) (6) દુષ્યંત પટેલ, ભરૂચ ( પટેલ ) (7) વીનુ મોરડીયા, કતારગામ ( પટેલ)
12:44 PM
મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રમાંથી કોણ હશે? (1) જે. વી. કાકડીયા, ધારી ( પટેલ ) (2) અરવિંદ રૈયાણી, રાજકોટ ( પટેલ) (3) રાઘવજી પટેલ, જામનગર( પટેલ ) (4) બ્રિજેર મેરજા, મોરબી ( પટેલ ) (5) દેવા માલમ, કેશોદ ( OBC ) (6) કિરીટસિંહ રાણા, લીંબડી ( ક્ષત્રિય ) (7) આર. સી. મકવાણા, મહુવા ( OBC ) (8) જીતુ વાઘાણી, ભાવનગર વેસ્ટ ( પટેલ )
12:43 PM
મધ્ય ગુજરાતમાંથી મંત્રીમંડળમાં કોણ હશે? (1) જગદીશ પંચાલ, નિકોલ ( OBC) (2) નિમિષા સુથાર, મોરવા હડફ ( ST ) (3) પ્રદિપ પરમાર, અસારવા ( SC ) (4) અર્જુનસિંહ ચૌહાણ, મહેમદાવાદ ( OBC ) (5) કુબેર ડિંડોર, સંતરામપુર ( ST ) (6) મનીષા વકીલ : SC
12:27 PM
ગુજરાતની નવી સરકારમાં 23 મંત્રીઓ શપથ લેશે. 5 વાગે પહેલી કેબિનેટની બેઠકમાં ખાતાઓની ફાળવણી થશે.
12:05 PM
અમદાવાદના મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ કમલમ પહોંચ્યા.
12:03 PM
બપોરે શપથગ્રહણ સમારોહ બાદ રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે તેવી સંભાવના છે.
12:02 PM
નેતાઓ કમલમ ખાતેથી રાજભવન પહોંચી રહ્યા છે. કમલમ ખાતે રાજભવનમાં શપથ સમારોહમાં જવા માટેના પાસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
12:01 PM
રાજભવનમાં નવી સરકારના શપથ પહેલા કમલમમાં ઉજવણીની તૈયારીઓ શરૂ, મિઠાઈ, ફૂલો અને ઢોલી પહોંચ્યા.
11:54 AM
વળી, મળતી માહિતી મુજબ શપથગ્રહણ પહેલા ધારાસભ્યોને મંત્રીપદ સોંપાશે તેવા ફોન કરવામાં આવી રહ્યા છે. જેમાં ગણદેવીના નરેશ પટેલ, દુષ્યંત પટેલ, કિરીટ રાણા, હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, અરવિંદ રૈયાણી, મનિષા વકીલ, પ્રદીપ પરમાર, કુબેર ડીંડોરને અત્યાર સુધીમાં ફોન આવી ચૂક્યા છે.
11:54 AM
માહિતી મુજબ સીએમ ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં લિંબડીના કિરીટસિંહ રાણા, ઓલપાડના મુકેશ પટેલ, રાજકોટના અરવિંદ રૈયાણી અને ગણદેવીના નરેશ પટેલના નામો નક્કી માનવામાં આવી રહ્યા છે.
11:51 AM
શપથ ગ્રહણના ત્રણ કલાક પહેલાં જ મંત્રીઓ બનનાર ધારાસભ્યોને ખુશખબરી આપવામાં આવી રહી છે.
11:36 AM
ગુજરાતના નવા મંત્રીમંડળનું આજે શપથગ્રહણ યોજાશે. ગાંધીનગરમાં રાજભવન ખાતે બપોરે 1.30 વાગ્યે આ શપથવિધિ સમારોહ યોજાશે.
READ MORE

English summary
Gujarat Cabinet Swearing in Live Updates: Bhupendra Patel First Cabinet Meet at 4.30pm
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X