• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શહેરીકરણના પડકારોને ગુજરાતે અવસરમાં પલ્ટાવ્યા છેઃ આનંદીબેન પટેલ

|

ગાંધીનગર, 14 નવેમ્બરઃ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે મહાત્મા મંદિર ગાંધીનગરમાં 12મી ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ઇર્મજિંગ ટ્રેન્ડસ ઇન સસ્ટેગઇનેબલ હેબિટાટ એન્ડ ઇન્ટીગ્રેટેડ સિટીઝને ખૂલ્લી મૂકતાં ભાવિ પેઢી માટે સુવિધાયુક્ત-સુંદર અને બહેતરીન સુખાકારીવાળા શહેરોના નિર્માણથી સાતત્યૂપૂર્ણ શહેરી વિકાસનો સુરેખ પથ કંડારવાની પ્રતિબધ્ધતા દર્શાવી છે. શહેરીકરણ એ પડકાર નહીં, અવસર છે. ગુજરાતે સ્માર્ટ, સુરક્ષિત સ્લમ ફ્રી શહેરોથી એ અવસરને સાકાર કર્યા છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ રાજ્યની 158 નગરપાલિકા, 8 મહાનગર ક્ષેત્રોમાં 42 ટકા વસ્તી વસવાટ કરે છે અને 2030 સુધીમાં 60 ટકાનો આંક પાર કરી જશે તે સંદર્ભમાં સ્માર્ટ સિટીઝ જેવાં આધુનિક નગર આયોજન વિકાસ માટે ગુજરાત સરકારે 9 હજાર કરોડ રૂપિયાની જંગી રકમ ફાળવી છે તેમ પણ જાહેર કર્યું હતું.

કેન્દ્રીય શહેરી વિકાસમંત્રી વૈંકૈયા નાયડુ તેમજ ભારત અને અન્યન રાષ્ટ્રોના 200 શહેરોના મંત્રીઓ, મેયરો, સચિવો, મહાપાલિકા આયુક્ત, આર્કીટેક્ટસ વગેરે મળીને 100 ડેલિગેટ્સ આ ત્રિદિવસીય કોન્ફન્સના પ્રારંભ અવસરે ઉપસ્થિત રહ્યા હતા. આનંદીબેન પટેલે ગુજરાતમાં ધોલેરા સ્માર્ટ સિટીઝ, ગિફ્ટ સિટી જેવા આધુનિક નગર નિર્માણ સાથે શહેરી ગરીબોને લો કોસ્ટ હાઉસીંગ અને ઝૂંપડામુક્ત શહેર માટે ઝૂંપડું ત્યાં મકાનના ગરીબ કેન્દ્રીય અભિગમનો પણ સમન્વય કર્યો છે તેની વિશદ ભૂમિકા આપી હતી.

મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત રાષ્ટ્રિવ્યાપી મહાત્મા ગાંધી સ્વ્ચ્છ્તા અભિયાનમાં સૂર પૂરાવતાં ગુજરાત પણ ભારતને-રાજ્યને ગંદકીમુક્ત કરવા પ્રતિબધ્ધ છે તેમ ઉમેર્યું હતું. "અમે પણ ગુજરાતને સ્વચ્છ, સ્વસ્થ- અને હરિયાળું બનાવવાની ઝુંબેશ વ્યાપક બનાવી છે, તેમાં ઘન કચરાનો નિકાલ, દૂષિત પાણીનું વ્યવસ્થાપન તથા 100 ટકા ખુલ્લામાં શૌચક્રિયામૂક્ત રાજ્ય બનાવવાનું લક્ષ્ય જનસહયોગથી પાર પાડીશું" તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. આનંદીબેને ઘેર-ઘેર ટોયલેટના નિર્માણ માટે સ્વાચ્છતા અભિયાન તહત કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સીબિલીટી જેમજ સોશિયલ રિસ્પોન્સીબિલીટી ઓફ પ્રોફેશનલ્સનો નવો વિચાર આપ્યો હતો. વધુ વાંચવા તસવીરો પર ક્લિક કરો.

ગુજરાત ગેઇમ ચેઇન્જર બનવાની ક્ષમતા ધરાવે છે

ગુજરાત ગેઇમ ચેઇન્જર બનવાની ક્ષમતા ધરાવે છે

શૌચાલય નિર્માણના આ ઉમદા હેતુ માટે જુદા જુદા વ્યવસાયો સાથે સંકળાયેલા લોકો-વ્યક્તિ વિશેષો સમાજદાયિત્વ નિભાવે તેની આવશ્યવકતા તેમણે સમજાવી હતી. આ સંદર્ભમાં મુખ્યોમંત્રીએ લો કોસ્ટ ટોયલેટ્સ, કચરાના એકત્રીકરણ, ટ્રીટમેન્ટના વધુ સુદ્રઢ મોડલ બનાવવા, ICT એપ્લીકેશનનો વિનિયોગ જેવા આધુનિક તકનીક જ્ઞાન આધારિત યોગદાનથી આ કાર્યને મિશન મોડમાં ઉપાડી લઇ લોકોની આર્થિક, ભૌતિક અને સામાજિક સુખાકારી માટે ગુજરાત ગેઇમ ચેઇન્જર બનવાની ક્ષમતા ધરાવે છે તેનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો.

2015માં એકપણ ઘર શૌચાલય સુવિધા વગરનું નહીં હોય

2015માં એકપણ ઘર શૌચાલય સુવિધા વગરનું નહીં હોય

મુખ્યમંત્રીએ શહેરી ક્ષેત્રમાં 1.25 લાખ ઘર શૌચાલયો ગુજરાતમાં પૂર્ણ કર્યા છે તથા આગામી 2015 સુધીમાં રાજ્યનું એક પણ શહેર-ઘર વ્યક્તિગત શૌચાલય સુવિધા વિનાનું ન રહે તે માટેની રાજ્ય સરકારની પ્રતિબધ્ધતા દર્શાવી હતી.

ગુજરાતે હંમેશાં આગેવાની લીધી છે

ગુજરાતે હંમેશાં આગેવાની લીધી છે

કોન્ફરન્સનાં અધ્યક્ષસ્થા‍ને ઉપસ્થિત કેન્દ્રિય શહેરી વિકાસમંત્રી વૈંકૈયા નાયડુએ જણાવ્યું હતું કે, જ્યારે જરૂરત ઊભી થઇ છે, ત્યારે ગુજરાતે હંમેશાં આગેવાની લીધી છે એટલું જ નહીં ઉકેલ માટે નૂતન રાહ ચીંધ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, શહેરીકરણના પડકારને વિકાસના અવસરમાં પલટાવીને ગુજરાતે સમગ્ર દેશને માર્ગ બતાવ્યો છે. કેન્દ્રિય મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2022 સુધીમાં દેશમાં વસતા તમામ પરિવારોને ઘરનું ઘર પ્રાપ્ત કરાવવાનો સંકલ્પ લીધો છે ત્યારે તેને સાકાર કરવા શહેરીકરણના પડકારોને સમજવા પડશે.

શહેરીકરણના પડકારો

શહેરીકરણના પડકારો

તેમણે પ્લાનનીંગ, ડિઝાઇનીંગ, ડિજીટાઇઝેશન ઉપરાંત જળસંચય, વોટર રિસાઇકલીંગ, સ્વાચ્છંતા સંકુલોનું નિર્માણ, સ્વચ્છ નગરો-ગામ, ઘન કચરાનું વ્યવસ્થાકપન, પરિવહન, ટકાઉ અને ગુણવત્તાયુક્ત વીજળી, સૌને આવાસ, આરોગ્ય સુવિધા, મનોરંજન, શિક્ષણ, રોજગારી અને નાગરિક સુરક્ષા વગેરે મુદ્દાઓને શહેરીકરણના પડકારો ગણાવી તેમના સામના માટે સજ્જતા કેળવવા અનુરોધ કર્યો છે.

સ્મા‍ર્ટ લીડર જ સ્માર્ટ સિટીનું સર્જન કરી શકે

સ્મા‍ર્ટ લીડર જ સ્માર્ટ સિટીનું સર્જન કરી શકે

શહેરીકરણની સમસ્યા સ્માર્ટ સિટીના સર્જનનો અવસર આપે છે ત્યારે સ્મા‍ર્ટ લીડર જ સ્માર્ટ સિટીનું સર્જન કરી શકે તેવી માર્મિક ટકોર કરી મંત્રી વૈંકૈયા નાયડૂએ જણાવ્યું હતું કે, ચોક્કસ વિઝન અને મિશન ધરાવતા સ્થાનિક આગેવાનો જનવિશ્વાસ પેદા કરી શકે છે, જનવિશ્વાસથી જનભાગીદારી અને જનભાગીદારીથી જનવિકાસને હાંસલ કરી શકાય છે. તેમણે જણાવ્યું હતું કે, હવે એવો સમય આવી ગયો છે કે જે રાજ્ય કે નગર વિકાસ માટે પરિવર્તનશીલ બની કાર્ય કરશે તેને જ સરકારી સહાય મળે. તેમણે ઉપસ્થિેત સર્વે મેયર અને જનપ્રતિનિધિઓને વિકાસ માટે પ્રવૃત્ત થવા અનુરોધ કર્યો હતો.

માનવ સર્જનાત્મકતાનું પ્રતિક છે

માનવ સર્જનાત્મકતાનું પ્રતિક છે

સંયુકત રાષ્ટ્રિસંઘ-યુનોની સંસ્થા યુ.એન.-હેબિટેટના એક્ઝીકયુટીવ ડિરેક્ટર ડો. જોન કલોસ આ પ્રસંગે ખાસ તજ્જ્ઞરૂપે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, શહેરીકરણને સમસ્યા નહીં, કામ કરવાનો અવસર માનીને પ્રવૃત્ત થવું જોઇએ. તેમણે શહેરોના સર્વાંગી વિકાસ માટે રાજકીય ઇચ્છા‍શક્તિને જરૂરિયાત ગણાવી હતી. કલોએ શહેરીકરણને વિકાસનું એન્જીન ગણાવી જણાવ્યું હતું કે, શહેર એ તો માવની દ્વારા સર્જન પામતી શ્રેષ્ઠ કૃતિનું સ્વરૂપ છે. માનવ સર્જનાત્મકતાનું પ્રતિક છે. તેમણે સ્માર્ટ સિટી એટલે બેસ્ટી ડિઝાઇન સિટી એમ ગણાવી સુંદર શહેરોના નિર્માણ માટે નીતિ નિયમો અને કાયદાના નિયંત્રણ સાથેની લિગલ ડિઝાઇન, બાંધકામ અને આંતરમાળખાકીય સુવિધા સાથે ફીઝીકલ ડિઝાઇન તેમજ નાણાંકીય આયોજન સાથેની ફાયનાન્સિકયલ ડિઝાઇન એમ ત્રણ ડિઝાઇનની હિમાયત કરી હતી તેમણે એમ પણ જણાવ્યું હતું કે, સાંસ્કૃતિક અને ભાવનાત્મતક જોડાણ વિના પ્રાણવાન અને ધબકતાં શહેરોનું નિર્માણ થતું નથી.

English summary
12th International Conference & Exhibition on Emerging Trends in Sustainable Habitat & Integrated Cities was inaugurated by Mr M Venkaiah Naidu. gujarat change challenges of urbanization into opportunities, says CM
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X