• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગુજરાત : અમદાવાદના મણિનગરમાં મહિલા પર કેમિકલ હુમલો

|

અમદાવાદ, 21 ઓગસ્ટ : આજે ધોળે દહાડે અમદાવાદના મણિનગર વિસ્તારમાં એક મહિલા પર એસિડ જેવું જ્વનશીલ પ્રવાહી ફેંકી હુમલો કરાયો. માનવામાં આવે છે કે અંગત અદાવતમાં 4 શખ્સો દ્વારા 35 વર્ષીય સોનિયા ખન્ના નામની મહિલા પર કેમિકલ એટેક કરવામાં આવ્યો છે.

આ હુમલા બાદ મહિલાને તાત્કાલિક ધોરણે એલ જી હોસ્પિટલમાં ખસેડીને સારવાર આપવાનું શરૂ કરાયું છે. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી છે. પોલીસે આ મામલે બટુક વસાવા, ત્રેજિન ક્રિશ્ચિયન, સાજિદ કુનમલ અને અન્ય એક મળી કુલ 4 શખ્સોને પોલીસે ઝડપી લીધા છે.

હાલ, મહિલા હાલ એલ જી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બીજી તરફ મહિલાના પરિવારજનોએ કર્યો છે કે આ અગાઉ પણ જમીન મામલે કોર્ટમાં ચાલી રહેલા કેસના સંદર્ભમાં ગભરાવવા માટે તેમના પરિવાર પર પહેલા પણ આવા હુમલા કરવામાં આવ્યા છે.

English summary
Gujarat : Chemical attack on woman in Maninagar area of Ahmedabad.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X