For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના મુખ્યમંત્રીએ ઝારખંડના મુખ્યમંત્રીને આપી શુભેચ્છાઓ

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 29 ડિસેમ્બર: ભારતીય જનતા પાર્ટીના નેતા રઘુવર દાસે રવિવારે ઝારખંડના નવા મુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ કર્યા. ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રઘુવર દાસને મુખ્યમંત્રી બનવા બદલ શુભેચ્છા પાઠવી હતી.

anandiben
ઝારખંડના નવનિયુક્ત મુખ્યમંત્રી રઘુવર દાસને ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે શુભેચ્છા સંદેશ આપતા જણાવ્યું હતું કે ઝારખંડમાં ભારતીય જનતા પાર્ટીના શાસનનું નેતૃત્વ સંભાળનારા નવનિયુક્ત મુખ્યમંત્રી રઘુવર દાસને સુશાસનની શુભકામનાઓ અને અભિનંદન.

આનંદીબહેને જણાવ્યું કે રઘુવર દાસના મુખ્યમંત્રી પદના કાર્યકાળમાં હવે ઝારખંડ પણ વિકાસ અને પ્રગતિ કરીને, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના એક ભારત-શ્રેષ્ઠ ભારતના સંકલ્પને સાકાર કરશે તેવી આશા વ્યક્ત કરી છે.

modi
મોદી હાજર ના રહી શક્યા
રઘુવર દાસના શપથ ગ્રહણ સમારંભમાં દિગ્ગજ નેતાઓની હાજરી રહેવાની હતી, ખરાબ હવામાનના કારણે તેઓ આવી શક્યા નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગહમંત્રી રાજનાથી સિંહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આ ઐતિહાસિક પ્રસંગમાં હાજરી આપી શક્યા નહીં.

મોદી કર્યું ટ્વિટ
નરેન્દ્ર મોદીએ આ અંગે ટ્વિટર પર લખ્યું કે 'હું રઘુવર દાસને ઝારખંડના મુખ્યમંત્રીના રૂપમાં શપથ લેવા બદલ શુભેચ્છા પાઠવું છું. હું શપથ ગ્રહણ સમારંભમાં ભાગ લઇને ઝારખંડની યાત્રા કરવાનો હતો, પરંતુ ખરાબ હવામાનના કારણે હું ત્યાં આવી શક્ય નહીં.'

das
પહેલા બિનઆદીવાસી મુખ્યમંત્રી
નોંધનીય છે કે મુખ્યમંત્રી રઘુવરદાસ પહેલા બિન આદીવાસી સમુદાયના વ્યક્તિ છે. જે રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે. જમશેદપુર પૂર્વથી પાંચવાર વિધાયક રહેલા રઘુવર દાસ(60) ઝારખંડના 10માં મુખ્યમંત્રી છે. રઘુવર દાસની સાથે અન્ય ચાર મંત્રીઓ પણ આજે શપથ ગ્રહણ કર્યા.

ઉલ્લેખનીય છે કે ઝારખંડની 81 સભ્યોવાળી વિધાનસભામાં ભાજપ તથા ગઠબંધન પાર્ટી ઓલ ઝારખંડ સ્ટૂડેંટ યૂનિયનને બહુમતી હાસિલ થઇ છે. ભાજપાએ 37 બેઠકો, જ્યારે એજેસીએ પાંચ બેઠકો જીતી છે.

English summary
Gujarat CM Anandiben Patel congratulates to Raghubar Das for becoming Jharkhand's CM.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X