For Quick Alerts
For Daily Alerts
ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતનારને 5 કરોડનું ઇનામ: આનંદીબેન પટેલ
ગાંધીનગર, 27 જુલાઇ: ગુજરાતની મુખ્યમંત્રી આનંદીબેન પટેલે એક ખાસ જાહેરાત કરી છે. આનંદીબેન પટેલે રમતમાં ગુજરાતના યુવાધનને પ્રોત્સાહિત કરવા માટે મહત્વની જાહેરાત કરી છે. તેમની કરેલી જાહેરાત અનુસાર કોઇપણ ખેલાડી દ્વારા ઓલમ્પિક રમતોમાં સુવર્ણ પદક જીતવા પર 5 કરોડ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી છે.
મુખ્યમંત્રી આનંદીબેને જણાવ્યું કે ઓલમ્પિકમાં ગુજરાતમાંથી કોઇ ખેલાડીને સુવર્ણ પદક જીતનારા ખેલાડીને પાંચ કરોડનું ઇનામ આપવું તેમનું એક સપનું છે. આ જાહેરાત તેમણે આવતા વર્ષે થનારા રિયો ડી જનેરિયો (5થી 21 ઓગષ્ટ)માં થનારા ઓલમ્પિક રમતોત્સવ પહેલા કરી છે.
આનંદીબેન પટેલ સામા ઇંડોર સ્ટેડિયમમાં, સ્વામી વિવેકાનંદ રેજિડેંશિયલ સેંટર ઓફ એક્સીલેન્સ એકેડેમીનું ઉદઘાટન કર્યા બાદ આપેલા પોતાના વક્તવ્યમાં આ વિશેષ જાહેરાત કરી હતી.
જુવો વીડિયો...