For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાઇબ્રન્ટ ગુજરાતઃ મુંબઇમાં 400 ઉદ્યોગપતિઓને મળશે આનંદીબેન

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 17 નવેમ્બરઃ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ આવતીકાલ સોમવારે 17 નવેમ્બર-2014ના મુંબઇમાં દિવસભર 400 ઉપરાંત અગ્રણી-વેપાર - ઉદ્યોગ સંચાલકો - પ્રતિનિધિ મંડળો સાથે વન-ટુ-વન બેઠકો યોજશે. આગામી જાન્યુઆરી 2015ની 11 થી 13 તારીખ દરિમયાન ગુજરાતમાં યોજાઇ રહેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોનબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં દેશના અન્ય રાજ્યોના ઉદ્યોગ - વેપાર સંચાલકોને પ્રેરિત કરવા માટે આનંદીબેન પટેલે મુંબઇમાં આ વન-ટુ-વન બેઠકનો ઉપક્રમ યોજ્યો છે. ઉદ્યોગ-ઉર્જા મંત્રી સૌરભ પટેલ પણ આ બેઠકોમાં ઉપસ્થિત રહેશે.

vibrant-gujarat-mumbai
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જેનું ઉદ્ઘાટન થવાનું છે તે વાયબ્રન્ટ સમિટની આગામી સાતમી સફળ શ્રેણીમાં અમેરિકા અને જાપાન સહિત આઠ અગ્રણી રાષ્ટ્રો પણ પાર્ટનર કન્ટ્રી બન્યા છે.આ સંદર્ભમાં ગુજરાતની ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ વૈશ્વિક કક્ષાએ નોલેજ શેરિંગ પ્લેટફોર્મ બની છે અને દેશ વિદેશના અગ્રગણ્ય ઉદ્યોગ સંચાલકો ગુજરાતમાં પૂંજી નિવેશ - રોકાણો માટે આકર્ષિત થયા છે.

મુખ્યમંત્રી આનંદીબેન પટેલે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોનબલ ઇન્વેસ્ટર્સ સમિટ-2015ના સફળ આયોજનના નેતૃત્વકર્તા તરીકે સમિટને વ્યાપક પ્રતિસાદ મળે અને ગતિશીલ ગુજરાતની વિકાસયાત્રા ધબકતી - વાયબ્રન્ટ બને તેવા સુશાસન હેતુથી ઉદ્યોગ-વેપાર સંચાલકોની સહભાગીતા સમિટમાં જોડવાના આયામમાં દેશના મોટાં શહેરોમાં પ્રિ-વાયબ્રન્ટ ઇવેન્ટ સ્વરૂપે વન-ટુ-વન બેઠકોનો દૌર શરૂ કરવાના છે તેનો પ્રારંભ દેશની આર્થિક રાજધાની મુંબઇથી આજથી તેઓ કરશે.

મુખ્યમંત્રી સોમવારે સવારે વિવિધ ક્ષેત્રના અગ્રણી ઉદ્યોગ-વેપાર સંચાલકો સાથે વન-ટુ-વન બેઠક યોજશે. બપોરે તેઓ વાયબ્રન્ટ સમિટ 2015ની વિશેષતાઓ અને આકર્ષક પહેલુઓ વિષયક ઇન્ટજએકશન સેશનમાં ઉદ્યોગ-વેપાર સંચાલકો સાથે પરસ્પર પરામર્શ કરશે. વાયબ્રન્ટ સમિટના આઠ પાર્ટનર રાષ્ટ્રો પૈકી યુ.એસ.એ., સિંગાપોર, જાપાન તથા કેનેડાના કોન્સ્યુલેટ જનરલો પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે. મુખ્યમંત્રી આ ઇન્ટરેક્ટિવ સેશન અને ભોજન બેઠક બાદ પૂનઃ વન-ટુ-વન બેઠકનો દૌર શરૂ કરશે અને 50 જેટલા ઉદ્યોગ-વેપાર અગ્રણીઓને મળશે.

ગુજરાતમાં ઉદ્યોગ-વેપાર ક્ષેત્રે રોકાણો માટે ઉત્સુક આવા સંચાલકોને રાજ્ય સરકારની નિતીઓ પ્રોત્સાહનો અને VGGIS 2015ની સરળ સમજ તથા માર્ગદર્શન માટે રાજ્ય સરકારના સંબંધિત વિભાગોના વરિષ્ઠ સચિવો - અધિકારીઓ સાથે B2G (બિઝનેશ ટુ ગર્વમેન્ટો) બેઠક પણ આ સાથે યોજવામાં આવી છે.આનંદીબેન પટેલ સાથે ઉદ્યોગ-વેપાર સંચાલકોની આ બેઠકોમાં મુખ્ય સચિવ ડી.જે.પાંડિયન, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે. કૈલાસનાથન, ઉદ્યોગ અગ્ર સચિવ અતનુ ચક્રવર્તી, મુખ્યમંત્રીના સચિવ અજય ભાદુ તેમજ વરિષ્ઠ સનદી અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે.

English summary
Gujarat Chief Minister will hold one-to-one meetings with over 400 leading industry captains and delegations on Monday, November 17 in Mumbai.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X