
3 જૂને વહેલી સવારે 'નિસર્ગ' વાવાઝોડુ ગુજરાત પર ત્રાટકી શકે, NDRFની ટીમો સ્ટેન્ડબાય
આગામી 3 જૂને વહેલી સવારે 'નિસર્ગ' વાવાઝોડુ ગુજરાત પર ત્રાટકી શકવાની સંભાવનાને પગલે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ડિઝાસ્ટર વિભાગ સાથે બેઠક યોજી છે. જેમાં અધિકારીઓ સાથે સંભવિત વાવાઝોડાને પહોંચી વળવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. વાવાઝોડાની અસર સૌથી વધુ દક્ષિણ ગુજરાત અને અમરેલી, ભાવનગર જિલ્લામાં થવાની સંભાવનાને કારણે દક્ષિણ જિલ્લાના તમામ જિલ્લા તેમજ અમરેલી અને ભાવનગરને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યુ કે આજે હાઈ પાવરની બેઠક યોજાઈ જેમાં સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં રેડ એલર્ટ અપાયુ છે અને સૌરાષ્ટ્ર-કચ્છના બાકીના જિલ્લાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. જિલ્લાઓના કલેક્ટર પણ આમાં જોડાયા હતા. વળી, ઈલેક્ટ્રીસિટી વિભાગને પણ હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યુ છે. તમામ માર્કેટયાર્ડોને ચીજવસ્તુઓ બગડી ન જાય તે માટે બધી વસ્તુઓને સલામત સ્થળે ખસેડવા જણાવી દેવામાં આવ્યુ છે.
માહિતી અનુસાર નિસર્ગ વાવાઝોડુ ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચેથી પસાર થશે એવી સંભાવના છે. જે દરમિયાન વરસાદની પણ સંભાવના છે. સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, ડાંગ, ભાવનગર અને અમરેલી જિલ્લાઓમાં પવન સાથે વરસાદની સંભાવના છે. માછીમારો અને અગરિયાઓને પણ સૂચના આપી પાછા બોલાવવામાં આવ્યા છે.
અનલૉક 1માં પેટ્રોલ, LPG, ટ્રેન, ફ્લાઈટ દરેક માટે બદલાયા આ નિયમો