For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સમય પર એમ્બ્યુલન્સ ન પહોંચતા ગુજરાતના CM વિજય રુપાણીના પિતરાઈ ભાઈનુ મોત

ગુજરાતની 108 એમ્બ્યુલન્સ સેવાની ખખડધજ્જ હાલતના શિકાર આ વખતે રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીના એક સંબંધી થઈ ગયા.

|
Google Oneindia Gujarati News

ગુજરાતની 108 એમ્બ્યુલન્સ સેવાની ખખડધજ્જ હાલતના શિકાર આ વખતે રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીના એક સંબંધી થઈ ગયા. વિજય રુપાણીના પિતરાઈ ભાઈના પરિવારે 108 દ્વારા એમ્બ્યુલન્સ બોલાવી હતી પરંતુ એમ્બ્યુલન્સ 45 મિનિટ મોડી પહોંચી જેના કારણે વિજય રુપાણીના પિતરાઈ ભાઈ અનિલ સંઘવીનુ નિધન થઈ ગયુ. એમ્બ્યુલન્સ પહોંચવામાં મોડુ થવાના કારણે રુપાણીના પિતરાઈ ભાઈ અનિલ સંઘવીને હોસ્પિટલ પહોંચાડાઈ શકાયા નહિ અને તેમનુ મોત થઈ ગયુ. મુખ્યમંત્રી કાર્યાલય (સીએમઓ) એ બુધવારે મામલાની તપાસના આદેશ આપ્યા છે.

Vijay Rupani

સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે રુપાણી મંગળવારે પોતાના પિતરાઈ ભાઈ અનિલભાઈ સંઘવીને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા. તમને જણાવી દઈએ કે આ મહિને 4 ઓક્ટોબરે સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર ઈશ્વરિયા પાસે રહેતા મુખ્યમંત્રીના પિતરાઈ ભાઈ અનિલ સંઘવીને શ્વાસની તકલીફ થવા લાગી. તેમના પુત્ર ગૌરાંગ અને પરિવારના સભ્યોએ 108 એમ્બ્યુલન્સ સેવાને ફોન કરીને મદદ માંગી હતી. વારંવાર કૉલ કરવા પર પણ એમ્બ્યુલેન્સ 45 મિનિટ મોડી પહોંચી. હોસ્પિટલ પહોચવા સુધી અનિલ સંઘવીનુ મોત થઈ ગયુ હતુ.

સૂચના મળતા મુખ્યમંત્રી વિજય રુપાણી રાજકોટ પહોંચ્યા અને પરિજનોને સાંત્વના આપી. રુપાણીએ જણાવ્યુ કે ઑપરેટરની ભૂલના કારણે એમ્બ્યુલન્સ ઘટના સ્થળે મોડી પહોંચી. દૂર્ઘટના બાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ કલેક્ટરને એમ્બ્યુલન્સ મોડી ઘટના સ્થળે પહોંચવા અંગે તપાસના આદેશ આપ્યા છે. રાજકોટ કલેક્ટર રામ્યા મોહન હવે મામલાન તપાસ કરી રહ્યા છે. મોહને કહ્યુ કે પ્રારંભિક સૂચનાના આધારે એમ્બ્યુલન્સ ઘટના સ્થળે મોડી પહોંચી કારણકે સિસ્ટમમાં ખોટુ લેંડમાર્ક ફીડ હતુ. જ્યારે 108 પર કૉલ કરવામાં આવ્યો ત્યારે જે લેંડમાર્ક બતાવવામાં આવ્યુ તેમોદી સ્કૂલ હતુ.

મોહનનુ કહેવુ છે કે 2 વાર એમ્બ્યુલન્સને પરિવારવાળાએ ફોન કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમની ફોન પર વાત ન થઈ શકી. તેમણે જણાવ્યુ કે એમ્બ્યુલન્સ ખોટા એડ્રેસ પર પણ પહોંચી ગઈ હતી. એમ્બ્યુલન્સ મોદી સ્કૂલ ઈશ્વરિયા રોડની જગ્યાએ ન્યૂ મોદી સ્કૂલ ઈશ્વરિયા ગામપહોંચી ગઈ હતી. જેના કારણે તેમને પહોંચવામાં મોડુ થઈ ગયુ. રાજકોટ કલેક્ટરે પણ એ સ્પષ્ટ કર્યુ કે કૉલ મળવાની 6 મિનિટની અંદર એમ્બ્યુલન્સને મોકલી દેવામાં આવી હતી. પરંતુ સરનામુ ખોટુ હોવાના કારણે તેમના પરિવારને એમ્બ્યુલન્સમાંથી 13 વાર લેંડલાઈનના નંબર પર કૉલ કરવામાં આવ્યો પરંતુ ફોન ના લાગ્યો જેના કારણે મોડુ થયુ.

આ પણ વાંચોઃ ગુજરાતમાં PhD અને Btechની ડિગ્રી ધારકો પટાવાળાની નોકરી કરવા મજબૂર!આ પણ વાંચોઃ ગુજરાતમાં PhD અને Btechની ડિગ્રી ધારકો પટાવાળાની નોકરી કરવા મજબૂર!

English summary
Gujarat CM Vijay Rupani's Cousin Dies Due To 45 Minutes Ambulance Delay
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X