For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહેસાણામાં કોંગ્રેસ હાર જીતના લેખાજોખાનું કરી રહી છે ચિતંન

મહેસાણા ખાતે કોંગ્રેસ બુધવારથી શરૂ કરી ત્રિદિવસીય ચિંતન શિબિર. ગુજરાતના પરિણામોની અહીં થયે ચર્ચા. વધુ જાણો અહીં.

By Staff
|
Google Oneindia Gujarati News

મહેસાણા ખાતે કોંગ્રેસની ત્રણ દિવસીય ચિંતન શિબિર બુધવારથી શરૂ થઈ છે. જેમાં પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, પ્રભારી અશોક ગેહલોતની અધ્યક્ષતામાં પ્રથમ દિવસે 17 જિલ્લાના પરિણામો અંગે વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. તારીખ ૨૦થી ૨૨ ડિસેમ્બર સુધી આયોજિત ચિંતન શિબિરના અંતિમ દિવસે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ ઉપસ્થિત રહેશે. ચિંતન શિબિરમાં ચૂંટાયેલા તમામ ધારાસભ્યો, જિલ્લા પંચાયત અને પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, પ્રદેશ કારોબારી સભ્યો, સહિતના કાર્યકરો તેમજ વિધાનસભાના નિરીક્ષકો જિલ્લા મુજબ હાજર રહેશે.પ્રભારી અશોક ગેહલોતે જણાવ્યું હતું કે ભાજપના પરિણામો દર્શાવે છે કે વર્ષ ૨૦૧૯ માટે ભાજપની પડતીની ઉંધી ગણતરી શરૂ થઈ ગઈ છે. તો પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું જ્યાં અમને હાર મળી અથવા તો જીત મળી તે તમામ સમીકણો અંગે તેમજ વર્ષ ૨૦૧૯ની ચૂંટણીને અનુલક્ષીને તમામ પાસા પર વિચાર વિર્મશ કરવામાં આવશે.

gujarat congress

પરિણામો જાહેર થયાના ત્રીજા જ દિવસે કોંગ્રેસ મહેસાણાના સેફ્રોની રિસોર્ટમાં બેસીને પરાજયના લેખાંજોખાં કરશે. પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, પ્રભારી અશોક ગેહલોતની અધ્યક્ષતામાં 20 થી 21 અને 22 ડિસેમ્બર દરમિયાન યોજાયેલી ચિંતન શિબિરનો બુધવારે બપોરે 11 વાગ્યાથી આરંભ થયો હતો. પ્રથમ દિવસે મહેસાણા જિલ્લાના હોદ્દેદારો હાજર રહ્યા હતા. જિલ્લા પ્રમુખ કિર્તીસિંહ ઝાલાએ કહ્યું કે, ચૂંટાયેલા તમામ ધારાસભ્યો, તમામ જિલ્લાઓના તાલુકા, જિલ્લા પંચાયત અને પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, પ્રદેશ કારોબારી સભ્યો, વિપક્ષના નેતા, પ્રદેશ ડેલીગેટ, વિધાનસભાના નિરીક્ષકો અને આગામી 2014 લોકસભાના સંભવિત ઉમેદવારોને જિલ્લા મુજબ હાજર રહેવા સૂચના અપાઇ છે. આ શિબિરનું નેતૃત્વ અશોક ગેહલોત કરશે અને અંતિમ દિવસે રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી હાજર રહેશે.
English summary
After Elections Gujarat Congress leaders and workers held 3 days Chintan Shibir in Mehsana
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X