અમદાવાદ: કોંગ્રેસ MLAને પહેરાવાયો જૂતાનો હાર

Written By:
Subscribe to Oneindia News

અમદાવાદમાં એક રેલીમાં ભાગ લેવા પહોંચેલ કોંગ્રેસના દરિયાપુરથી ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખનું સ્વાગત જૂતાની માળા દ્વારા થયું હતું. ગ્યાસુદ્દીન શેખ બુધવારે શાહપુર ક્ષેત્રની એક રેલીમાં પહોંચ્યા હતા, જ્યાં આ ઘટના બની હતી. ધારાસભ્યના સ્વાગતના નામે એક વ્યક્તિએ તેમના ગળામાં જૂતાની માળા પહેરાવી દીધી હતી. ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે બાઇક પર બેસી રેલીમાં ભાગ લીધી હતી, લોકો ફૂલ-હાર વડે તેમનું સ્વાગત કરી રહ્યાં હતા, એવામાં એક વ્યક્તિએ આવી તેમના ગળામાં જૂતાની માળા પહેરાવી દીધી હતી. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

ahmedabad mla

આ મામલે ગ્યાસુદ્દીન શેખે કહ્યું હતું કે, આવું કરનાર વ્યક્તિ જુગારી છે. તેનો જુગારનો અડ્ડો બંધ કરાવ્યો હતો, આથી તેણે આ રીતે બદલો લીધો છે. મને આ રીતની ઘટના થવાની શંકા પહેલેથી હતી. મને જૂતાનો હાલ પહેરાવનાર એ વ્યક્તિ રેલીમાં મારી ખૂબ નજીક હતો, પરંતુ મેં એની સામે કોઇ પણ પ્રકારની જવાબી કાર્યવાહી નહોતી કરી. એ વ્યક્તિને હું જાણું છું, કારણ કે તે અમારે ત્યાં ઘણાં લાંબા સમયથી આવ-જા કરતો હતો. જ્યારે મને જાણ થઇ કે, તે જુગાર અને દારૂ જેવા ગેરકાયદેસર કામમાં સંડોવાયેલો છે, ત્યારે મેં પોલીસને જાણ કરી તેના આ કામો બંધ કરાવ્યા હતા. તેમણે આગળ કહ્યું કે, મારી સાથે ભલે ગમે તે થઇ જાય, પરંતુ હું દારૂના કામ અંગે કોઇ પણ જાતનું સમાધાન નહીં કરું.

English summary
Gujarat Congress MLA Garlanded With Shoes in Ahmedabad Rally.
Please Wait while comments are loading...