વિઠ્ઠલ રાદડીયા બન્યા દબંગ, ટોલબૂથ પર બતાવી રાઇફલ
રાદડીયા તેની ખાનગી કારમાં તેના ડ્રાઇવર અને બોડીગાર્ડ અને અન્યો સાથે ભરૂચ તરફ જઇ રહ્યા હતા, ત્યારે આ ઘટના ઘટી હતી. ટોલ કલેક્ટરે ટોલ ફી માંગતા મામલો બીચક્યો હતો. તેઓ ઉશ્કેરાઇ જઇને ટોલ કલેક્ટર સામે રાઇફલ બતાવી હતી, જેના કારણે ભારે ટ્રાફીક જામ થઇ ગયો હતો.
ટોલ બૂથ મેનેજર અજયસિંહ ઠાકોરે વિઠ્ઠલ રાદડીયા અને પાંચ અન્ય લોકોની સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધીને સીસી ટીવી કેમેરાના ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે વિઠ્ઠલ રાદડીયાએ જણાવ્યું હતું કે ''તેમણે કોઇને ડરાવવા કે મારવા રાઇફલ ન્હોતી કાઢી, પરંતુ તેમણે રાઇફલ પોતાના બચાવ માટે અને સુરક્ષા કારણોસર કાઢી હતી."
<object width="600" height="450"><param name="movie" value="http://www.youtube.com/v/XrjwA16px40?version=3&hl=en_US&rel=0"></param><param name="allowFullScreen" value="true"></param><param name="allowscriptaccess" value="always"></param><embed src="http://www.youtube.com/v/XrjwA16px40?version=3&hl=en_US&rel=0" type="application/x-shockwave-flash" width="600" height="450" allowscriptaccess="always" allowfullscreen="true"></embed></object>