ગુજરાત કોંગ્રેસે વિધાનસભા સ્પીકરને ધોળકા સીટ ખાલી જાહેર કરવા તાકીદ કરી
ગાંધીનગરઃ ગુજરાત હાઈકોર્ટે રાજ્યના ભાજપી મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાની ચૂંટણી 2017 રદ્દી કરી દેવામા આવી તેના બીજા જ દિવે કોગ્રેસે વિધાનસભા સ્પીકરને ધોળકા સીટ ખાલી જાહેર કરવા તાકીદ કરી છે. 2017ની વિધાનસભામાં ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ અમદાવાદ જિલ્લાની ધોળકા સીટ કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડને હરાવીને જીત્યા હતા.
ગુજરાત હાઈકોર્ટે ધોળકા સીટ પરની ચૂંટણી અમાન્ય ગણ્યાના બીજા જ દિવસે ગુજરાત પ્રદેશ પ્રમુખ પરેશ ધાનાણીએ વિધાનસભા સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીને પત્ર લખી સીટ ખાલી જહેર કરવા માંગણી કરી છે.
રાજેન્દ્ર ત્રિવેદીને લખેલા પોતાના પત્રમાં પરેશ ધાનાણીએ લખ્યું કે, "ગુજરાત હાઈકોર્ટા આદેશને ધ્યાનમાં રાખી, જરા પણ વિલંબ કર્યા વિના ગુજરાતની ધોળકા વિધાનસભા સીટ ખાલી જાહેર કરવાની જરૂર છે જેથી હું તરત સીટ ખાલી જાહેર કરવાની વિનંતી કરુ છું. નોંધનીય છે કે ગુજરાત હાઈકોર્ટે આપેલા પોતાના આદેશ પર સ્ટે લગાવવાનો ઈનકાર કરી દીધો હોવાથી તાત્કાલિક અસરથી તે કાર્યરત થઈ ગયો છે."
કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડ દ્વારા દાખલ કરાયેલ અરજીમાં આરોપ લગાવાયો તે મુજબ હાઈકોર્ટે ભુપેન્દ્ર સિંહ ચૂડાસમાએ 2017ની ચૂંટણીમાં ગેરરિતી અને હેરાફેરીથી જીત મેળવી હોવાનું ઠેરવી ચૂંટણી રદબાતલ જાહેર કરી છે. જણાવી દઈએ કે ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાએ ધોળકા સીટ પર થયેલી પેટાચૂંટણીમાં 327 વોટના માર્જિનથી જીત મેળવી હતી. બેલેટ પેપરના મતગણતરીમાં ગેરરિતી થઈ હોવાનો આોપ લાગ્યો હતો.
મત ગણતરીમાં ધાંધલી થઈ હોવાથી ગુજરાત હાઈકોર્ટે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને ઝાટકો આપ્યો