કોંગ્રેસના ઉપપ્રમુખ ગિરીશ પરમાર ભાજપમાં જોડાયા
તાજેતરમાં 22 નવેમ્બર, 2012નમા રોજ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ની પ્રથમ તબક્કાની ચૂંટણીઓ માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા 52 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી. ત્યારે દાણીલીમડા બેઠક માટે શૈલેષ પરમારના નામની જાહેરાત કરાતા કોગ્રેસના ઉપપ્રમુખ ગિરીશ પરમાર સહિત પ્રવક્તા જયંતિ પરમાર, શહેર મહામંત્રી ખેમચંદ સોલંકી, પ્રદેશમંત્રી ગુણવંત મકવાણાએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને પોતાના રાજીનામાની જાહેરાત કરી હતી.
ગુજરાત વિધાનસભી ચૂંટણી 2012ના ઉમેદવારો જાહેર કરવામાં કોંગ્રેસના અન્યાયી વલણને કારણે દુ:ખી ગિરીશ પરમારે છેવટે ભાજપમાં પાછા ફરવાનો નિર્ણય લીધો હતો. આ અંગે પોતાની પ્રતિક્રિયા આપતા ગિરિશ પરમારે જણાવ્યું કે "મે અત્યાર સુધી રાજકીય અને સામાજિક રીતે સંઘર્ષ કર્યો. શંકરસિંહ વાધેલાની સમજાવટથી હું ભાજપમાંથી કોંગ્રેસમાં ગયો હતો. સતત ઉપેક્ષા અને દલિતો માટે કામ કરવાની મારી મહત્વકાંક્ષા પૂરી નહીં થતા હવે ભાજપમાં પાછો ફર્યો છું. હું ભારે હૈયે આવ્યો છું. બાબાસાહેબ આંબેડકરે જણાવ્યું કે દલિતોની સેવા કરવી હોય તો સત્તા જોઇશે. હું રાજકારણમાં મંજીરા વગાડવા નથી આવ્યો. સત્તા મેળવીને દલિત સમાજ માટે કામ કરવા માંગુ છું."