• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'ગુજરાતનું દેવું ટકાવારીની દ્રષ્ટિએ સતત ઘટતું જાય છે'

By Kumar Dushyant
|
debt
ગાંધીનગર, 4 માર્ચ: ધારાસભ્ય રજનીકાંત એમ. પટેલે આજે ગુજરાત વિધાનસભામાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકારનું દેવું જી. ડી. પી. ટકાવારીની દ્રષ્ટિએ વર્ષો વર્ષ સતત ઘટતું જાય છે. દેવાની કોસ્ટ પણ ઘટી રહી છે, તેમજ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કૃષિ, ઉદ્યોગ, સેવા જેવા તમામ ક્ષેત્રોમાં નમૂનેદાર પ્રગતિ કરી છે. પરિણામે આજે આ દેશ જ નહીં આખી દુનિયા ‘મોદી મોડલ'ની ચર્ચા કરે છે. ગુજરાત સરકારે સંપૂર્ણપણે નાણાંકીય શિસ્તના ધોરણોનું પાલન કર્યું છે.

ગુજરાત ફિસ્કલ રીસ્પોન્સીબીલીટી એકટ, ર૦૦પની જોગવાઇઓનો તથા ગુજરાત ફિસ્કલ રીપોર્ટર૦૦૮નો ઉલ્લેખ કરતાં આર. એમ. પટેલે જણાવ્યું હતું કે, આ એકટના આધારે ગુજરાત વિધાનસભામાં રેવન્યુ ડેફીસીયન્સી ઝીરો (શૂન્ય) રાખવાનું સ્વીકારાયું છે. જયારે ગુજરાત સરકારના બજેટમાં ૩,૮પ૭ કરોડની રેવન્યુ પુરાંત દર્શાવવામાં આવી છે. જે સમૃદ્ધિની નિશાની છે. આ એકટ અનુસાર ફીસ્કલ ડીપોઝીટ ૩ ટકા કરતાં ઓછી હોવી જોઇએ તેવું સ્વીકારાયું હતું. તેના બદલે રાજ્ય સરકારની ફીસ્કલ ડીપોઝીટ ર.૬૧ ટકા છે જે સફળ નેતૃત્વ અને કુશળ વહીવટ દર્શાવે છે.

આ એકટ અનુસાર ગ્રોસ ડોમેસ્ટી પ્રોડકટ (જી.ડી.પી.)ના ર૭ ટકા સુધી દેવું કરી શકાય છે. પરંતુ ગુજરાતનું વર્ષ ર૦૧ર૧૩માં દેવું માત્ર ૧૯.૯૩ ટકા જ છે. આ ઉપરાંત આ દેવું ટકાવારીની દ્રષ્ટિએ પણ સતત ઘટતું જાય છે. ર૦૦૪-૦પમાં ર૮.૦૦ ટકા, ર૦૦પ-૦૬માં ર૭.પ૬ ટકા, ર૦૦૭-૦૮માં રપ.૬૦ ટકા, ર૦૦૮-૦૯માં ર૩.૬પ, ર૦૦૯-૧૦માં ર૭.૭૭, ર૦૧૦-૧૧માં ર૦.૯૦ ટકા, ર૦૧૧-૧રમાં ર૦.૧૭ ટકા અને આજે ઘટીને ર૦૧ર-૧૩માં ૧૯.૯૩ ટકા થયું છે.

ગુજરાતનું દેવું ૧,ર૩,પ૦૬ કરોડનું છે. તેમાંથી ૬૧,૪પ૪ કરોડનું એટલે કે ૪૯.૮૦ ટકા માર્કેટ બોરોલીંગથી લેવાયેલું છે. જે સરકારમાં માર્કેટનો વિશ્વાસ પ્રતિપાદિત કરે છે. તેમણે દુઃખ સાથે એમ પણ જણાવ્યું હતું કે, ભારત સરકારની લોન એડવાન્સીસ પેટે માત્ર ૬ ટકા જ છે જે ટકાવારી ખરેખર વધારે હોવી જોઇએ. આ જાહેર દેવાની કોસ્ટ ર૦૦૧૦રમાં ૧૩.પ૦ હતી તે ર૦૧ર૧૩માં ૮.૮ર છે. હાલની જી.ડી.પી. પ્રમાણે રાજ્ય આઉટ સ્ટેન્ડીંગ ગેરન્ટી તરીકે ૧૬,૦૦૦ કરોડ આપી શકે, આમ છતાં આ સરકારે ૭,ર૩૪ કરોડની ગેરંટી આપી છે. જી.ડી.પી.નો ગ્રોથ પણ સારો છે.

પરિવહનની વિગતો આપતાં આર. એમ. પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ૭૩,૦૦૦ કિ.મી. રોડનું ૯૭ ટકાનું નેટવર્ક છે અને માત્ર ર,૩૪પ કિ.મી.ના રસ્તા જ કાચા છે. ગુજરાતમાં પ,ર૭૧ કિ.મી.નું રેલવે નેટવર્ક છે જે અપૂરતું છે. ગુજરાતના રસ્તાઓની નોંધ વિશ્વબેંકે પણ લીધી છે તેનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે, ‘‘રીફોર્મ ઇન ધ રોડ સેક્ટર લર્નીંગ ફ્રોમ ગુજરાત'' અહેવાલ અનુસાર ગુજરાતના રસ્તા આંતરરાષ્ટ્રીય કક્ષાના છે.

ઇન્દીરા આવાસ યોજનામાં રાજ્ય સરકારની કામગીરી નબળી હોવાના કેન્દ્ર સરકારના આક્ષેપને પાયાવિહોણો ગણાવી તેમણે જણાવ્યું હતું કે, ર૦૦રમાં ૧૩,૯ર,૦૦૦ કાચા આવાસો હતા. તેમાંથી ૯,૯૯,૦૦૦ને આવાસો આપી દેવાયા છે. ૦૧૬ના ૧,૩૩,૦૦૦ લાભાર્થી પોતાના ખેર્ચે ર,૬૪૩ કરોડ રોકીને આવાસો અપાયા છે. આમ, ૧૧,૩ર,૦૦૦ને આવાસો આપી દેવાયા છે, જે બિરદાવવા લાયક છે. આટલી સુંદર કામગીરી કરનાર અન્ય કોઇ રાજ્ય નહીં હોય, તેમ પણ તેમણે જણાવ્યું હતું.

English summary
Gujarat continuously decreasing percentage of debt.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more