અમદાવાદમાં કોરોના સંક્રમિતો 4 હજારને પાર, જાણો જિલ્લા મુજબ સ્થિતિ
ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમિતોનો આંકડો 6 હજાર સુધી પહોંચવાનો છે. અહીંના કુલ જિલ્લાઓમાં 30 જિલ્લા કોવિડ-19ની ચપેટમાં આવી ચૂક્યા છે. રાજ્યભરમાં ગઈ કાલે 376ના રિપોર્ટ પૉઝિટીવ આવ્યા છે. કુલ કેસ વધીને 5804 થઈ ગયા છે. કુલ દર્દીઓમાંથી 1195 રિકવર થયા છે. આરોગ્ય વિભાગ તરફથી જણાવવામાં આવ્યુ છે કે સંક્રમણથી અહીં અત્યાર સુધી 319 લોકોના મોત થઈ ચૂક્યા છે. એક દિવસમાં 29 દર્દીઓએ દમ તોડ્યો.

રાજ્યના 89 ટકા કેસ માત્ર 3 જિલ્લામાં
રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી જણાવવામાં આવ્યુ કે ગુજરાતના કુલ દર્દીઓના અડધાથી વધુ લોકો એકલા અમદાવાદમાં છે. અહીં કોરોનાના મોટાભાગના કેસ અમદાવાદ, સુરત અને વડોદરા જિલ્લાના છે. રાજ્યના કુલ કેસમાંથી લગભગ 89 ટકા કેસ આ ત્રણ જિલ્લામાંથી સામે આવ્યા છે. રાજ્યમાં 1 હજારથી વધુ લોકો રિકવર થઈ ચૂક્યા છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ 1195 દર્દી અત્યાર સુધી કોરોનાને હરાવી ચૂક્યા છે. રિકવર થઈ ચૂકેલ લોકોને હોસ્પિટલમાં રજા આપી દેવામાં આવી છે.

એકલા અમદાવાદમાં 4 હજારથી વધુ કેસ
ગુજરાતમાં કોરોના વાયરના અડધાથી વધુ કેસ એકલા અમદાવાદ શહેરમાં સામે આવ્યા છે. આ શહેર ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમણથી સર્વાધિક પ્રભાવિત થયુ છે. આ એક શહેરમાં 200થી વધુ જિંદગીઓ ખતમ થઈ ચૂકી છે. સંક્રમિતોનો આંકડો 4 હજારને પાર જઈ ચૂક્યો છે. સક્રિય દર્દીઓની સંખ્યા 3000થી વધુ છે. એટલુ જ નહિ અહીં રાજ્યના કુલ દર્દીઓના અડધાથી વધુ દર્દીઓનો ઈલાજ કરવામાં આવી રહ્યો છે.

કોવિડ-29 કેસમાં બીજા નંબર પર છે ગુજરાત
આ રાજ્ય કોરોના વાયરસ(કોવિડ-19)ના સંક્રમણના કેસોની સંખ્યાની રીતે જોઈએ તો દેશમાં બીજા નંબરે ચાલી રહ્યુ છે. ગુજરાતથી માત્ર મહારાષ્ટ્ર આગળ છે જ્યાં અત્યાર સુધી 14541 કેસ સામે આવ્યા છે. જ્યારે દિલ્લીમાં 4898 કેસ છે. જે ત્રીજા નંબરે છે. ચોથા નંબરે તમિલનાડુમાં 3550 કેસ અને રાજસ્થાનમાં આંકડો 3 હજારને પાર જઈ ચૂક્યો છે.

રાજ્યના કયા જિલ્લામાં કેટલા કેસ અને મોત
અમદાવાદ - 4076(200થી વધુ મોત), સુરત - 706, વડોદરા - 385, ગાંધીનગર - 77, આણંદ - 75, ભાવનગર - 74, રાજકોટ - 61, પંચમહાલ - 45, બનાસકાંઠા - 39, મહિસાગર - 36, બોટાદ - 33, મહેસાણા - 32, ભરુચ - 27, પાટણ - 22, અરવલ્લી - 20, છોટાઉદેપુર - 14, નર્મદા - 12, ખેડા - 9, નવસારી - 8, કચ્છ અને દાહોદમાં 7-7, વલસાડ - 6, ગિર સોમનાથ - 3,પોરબંદર - 3, દાહોદ - 3, સાબરકાંઠા - 3.
આ પણ વાંચોઃ આગામી 3 દિવસ સુધી દેશના 10 રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના, જારી થયુ એલર્ટ