For Quick Alerts
For Daily Alerts
ગુજરાત કોર્ટ આજે ઝાકિયા જાફરીની પીટીશન પર સુનવણી કરશે
અમદાવાદ, 24 એપ્રિલ : સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ (સીટ)ના રિપોર્ટમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અમે ગોધરાકાંડ પછીના રમખાણોમાં અન્ય આરોપીઓને આપેલી ક્લીન ચીટ મુદ્દે ઝાકીયા જાફરીએ કરેલી વિરોધ પીટીશન મુદ્દે આજે ગુજરાતની સ્થાનિક કોર્ટ સુનવણી કરશે.
કોંગ્રેસના પૂર્વ સાંસદ અને ગોધરાકાંડ બાદના રમખાણોમાં ગુલબર્ગ સોસાયટી ખાતે મારી નાખવામાં આવેલા અહેસાન જાફરી ના પત્ની ઝાકિયા જાફરીએ એપ્રિલ 2013માં અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં મેજિસ્ટ્રેટ બી જી ગણાત્રાએ અરજી દાખલ કરી હતી.
નોંધનીય છે કે આજથી એટલે કે 24 એપ્રિલ, 2013ના રોજથી દૈનિક રીતે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ બી જી ગણાત્રા સુનવણી હાથ ધરવાના છે. આ અંગે એડવોકેટ એસ એમ વોરાએ જણાવ્યું કે "મોટા ભાગે એવી શક્યતા છે કે સીટ અમારી પીટિશનનો વિરોધ કરવા માટે પોતાની દલીલ રજૂ કરશે."
પોતાની પીટિશનમાં ઝાકિયા જાફરીએ સુપ્રીમ કોર્ટમાં 8 જૂન, 2006માં નોંધાવેલી ફરિયાદમાં મોદી અને અન્ય 58 સામે આરોપો ઘડવાની માંગણી કરી હતી. આ ઉપરાંત પીટિશનમાં કેસની તપાસ સીટ સિવાયની અન્ય સ્વતંત્ર તપાસ એજન્સીને સોંપવાની માંગ કરવામાં આવી હતી.