• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગુજરાતમાં આજે ક્યાં ક્યાં બંધ, ચક્કાજામ અને પથ્થરમારો થયો જાણો

|

ઉનામાં થયેલા દલિત અત્યાચાર બાદ રાજ્યભરમાં છેલ્લા બે દિવસથી આ સમગ્ર ધટનાનો ધેરો પ્રતિસાદ પડ્યો છે. આ ધટના બાદ મોટી સંખ્યામાં ગામે ગામે દલિતો રસ્તા પર આવ્યા છે. અને આ સમગ્ર ધટનાને વખોડી, તે અંગે વિરોધ પ્રદર્શન કર્યું છે. દલિત પેન્થર દ્વારા બુધવારે બંધના એલાન બાદ આજે પણ અનેક જગ્યાએ દુકાનોના શટર બંધ જ રહ્યા હતા. અને અનેક જગ્યા એસટી બસો પર

Read also: #પપ્પૂ_ને_ખબર_નથી, રાહુલના ગુજરાત પ્રવાસ પર રમૂજી ટ્વિટ વાંચો

પથ્થરમારો અને ચક્કાજામ સાથે પોલિસ ધર્ષણની ધટનાઓ પણ થઇ હતી.

નોંધનીય છે કે આજે કડીમાં 3 એસટી બસોને આગ લગાવામાં આવી છે. તો ધોળકા, સુરત, પાલનપુરમાં પણ સ્થિતિ ભરેલા અગ્નિ જેવી છે. ત્યારે આજે ગુજરાતભરમાં કંઇ કંઇ જગ્યાએ પથ્થરમારો, આગચાંપી અને હિંસક ધર્ષણ થયા તે વિષે વિગતવાર જાણકારી મોળવો નીચેના આ આર્ટીકલમાં...

કડીમાં ટોળાએ ત્રણ એસ.ટી બસને ચાંપી આગ

કડીમાં ટોળાએ ત્રણ એસ.ટી બસને ચાંપી આગ

ગુરુવારે મહેસાણાના પાટણ તથા કડી કાલોલ રોડ ઉપર અજાણ્યા ટોળા દ્વારા એસ.ટી બસને સળગાવી દેવાની ઘટના બની હતી. દલિતોની રેલી નીકળી હતી તે દરમિયાન પોલીસ ટોળાને વિખેરવા પ્રયત્નો કર્યા હતા. તે દરમિયાન હાઇ વે ઉપરથી પસાર થઇ રહેલી બસને રોકીને આગ ચાંપી દેવામાં આવી હતી. બાદમાં ફાયર ફાઇટરો દ્વારા આગ બૂઝાવવામાં આવી હતી.

સુરતમાં ટ્રેન રોકી કર્યો વિરોધ

સુરતમાં ટ્રેન રોકી કર્યો વિરોધ

સુરતમાં દલિત એકતા મંચે ઉધના રેલવે સ્ટેશન ખાતે રેલ રોકી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. સવારે 11 કલાકે આવેલી અમદાવાદથી ચેન્નઈ જતી 2655 નંબરની ચેન્નઈ એક્સપ્રેસ ટ્રેન આગળ કામ ચાલુ હોવાથી ઉભી રહી હતી. જેના એન્જિન પર ચડીને દલિતોએ દેખાવો કર્યા હતાં. પોલીસની હાજરીમાં દેખાવો કર્યા બાદ 300થી વધુ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

મોરબીમાં ટાયરો સળગાવ્યા

મોરબીમાં ટાયરો સળગાવ્યા

બુધવારે મોડી રાત્રે મોરબીના સનાળા બાયપાસ હાઈવે પર તોફાની ટોળાએ ચક્કાજામ કર્યો હતો અને ભક્તિનગર સર્કલ પાસે તોફાની ટોળાએ હાઈવે પર ટાયરો સળગાવી ચક્કાજામ કર્યો હતો. ઘટનાને લઈને મોડી રાત એસપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.તેમજ મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.

રાજયપાલ ઓ.પી.કોહલીની બેઠક

રાજયપાલ ઓ.પી.કોહલીની બેઠક

ઉનામાં દલિતો પર થયેલા અત્યારોના વિરોધમાં સમગ્ર રાજ્યમાં સ્થિતિ વણસી છે, ત્યારે બુધવારે ગુજરાતના રાજ્યપાલ ઓ.પી. કોહલીએ તાકીદની બેઠક બોલાવી હતી. જેમાં રાજ્યપાલે કૈલાશનાથન, ડીજીપી અને રાજ્યના મુખ્યસચિવ પાસેથી ઉનાની ઘટના અને રાજ્યની સ્થિતિ અંગેનો સંપૂર્ણ અહેવાલ માંગ્યો છે. રાજ્યપાલે તમામ અધિકારીઓ સાથેની વિગતવાર ચર્ચા બાદ તાત્કાલિક પગલાં લેવા આદેશ આપ્યા હતા.

15 વર્ષ પછી બેઠક

15 વર્ષ પછી બેઠક

નોંધનીય છે કે 2002 પછી એટલે કે 15 વર્ષ બાદ આવું પહેલીવાર બન્યું છે જ્યારે ગુજરાતના રાજ્યપાલે ઉચ્ચ અધિકારીઓને બોલાવી સમગ્ર સ્થિતિ અંગે અહેવાલ માંગ્યો હોય. જે સ્થિતિની ગંભીરતા બતાવે છે.

પ્રફુલ પટેલ ઉનામાં

પ્રફુલ પટેલ ઉનામાં

એનસીપી નેતા પ્રફુલ્લ પટેલે ગુરુવારે સવારે ઉનાના સમઢિયાળા ગામની મુલાકાત લીધી હતી અને કહેવાતા ગૌરક્ષકના અત્યાચારનો ભોગ બનેલા પીડિતોની મુલાકાત લઈ સાંત્વના પાઠવી હતી. તેમણે પીડિતોના પરિવારજનોને બે લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. વધુમાં તેમણે સરકાર શાંતિ જાળવવામાં નિષ્ફળ ગઈ હોવાનો આરોપ લગાવ્યો હતો.

પોલિસનો ચાંપતો બંદોવસ્ત

પોલિસનો ચાંપતો બંદોવસ્ત

આ મુદ્દે અન્ય કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રેલવે પોલીસ અને ગુજરાત પોલીસનો કાફલો રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ અને મહત્વના સ્થળોએ ખડકવામાં આવ્યો છે. અને રાઉન્ડ ધ ક્લોક આ સમગ્ર ધટનામાં વોચ રાખવામાં આવી રહી છે.

સુરેન્દ્ર નગર અને બોટાદમાં 144ની ધારા

સુરેન્દ્ર નગર અને બોટાદમાં 144ની ધારા

બુધવારે બોટાદ જિલ્લામાં વણસતી સ્થિતિને જોતા 29 જુલાઇ સુધી 144ની ધારા લાગુ કરવામાં આવી છે. તો બીજી તરફ ગુરુવારે સુરેન્દ્ર નગરમાં પણ આજે 144ની ધારા લગાવવામાં આવી છે.

English summary
Gujarat Dalit Protests know the latest update on this issue.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more